ધર્મ-પુરાણ
પૂષા
પૂષા : એક વૈદિક દેવ. સૃષ્ટિનું સંરક્ષણ કરવાની એની જવાબદારી. વૈદિક સાહિત્યમાં એને ગોષ્ઠો એટલે કે ગૌશાળાઓનો સંરક્ષક કહ્યો છે. આદિત્ય રૂપે એ વિશ્વનો પ્રાણરક્ષક અને આત્માનો શાંતિદાતા છે. આત્માને બ્રહ્મલોક લઈ જવા માટે તે સહાયતા પણ કરે છે. તે સૂર્યની બહેનનો પ્રેમી પણ કહેવાય છે. તે સાધારણ રીતે સોમ…
વધુ વાંચો >પૅગોડા
પૅગોડા : બૌદ્ધ ધર્મના આચાર્યોની સ્મૃતિ માટે બાંધેલાં ટાવર જેવાં મંદિરો. ખાસ કરીને ચીન, જપાન, મ્યાનમાર(બર્મા), ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં પૅગોડા બાંધવામાં આવ્યા છે. પૅગોડામાં ઘણુખરું 3થી 15 માળ હોય છે. પ્રાચીન ભારતના ઘુમ્મટ આકારનાં સ્મારકો તરીકે બંધાતા સ્તૂપમાંથી ધર્મગુરુઓના અવશેષો ઉપર પૅગોડા બાંધવાનો વિચાર ઉદભવ્યો. તે પથ્થરના, લાકડાના…
વધુ વાંચો >પોપ
પોપ : ખ્રિસ્તી ધર્મના સૌથી પ્રાચીન સંપ્રદાય રોમન કૅથલિકના ધર્મગુરુ. ‘પોપ’ ગ્રીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પિતા થાય છે. રોમમાં ચર્ચની સ્થાપના માનવપુત્ર ઈસુ ખ્રિસ્તના મુખ્ય શિષ્ય પીટરે કરી હતી. અને તેથી રોમ એ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. આ કારણથી અહીંના ચર્ચના પોપનું સમગ્ર…
વધુ વાંચો >પૉલ સંત
પૉલ, સંત (જ. આશરે ઈ. સ. 5, તાર્સસ, સિલિસિયા; અ. 29 જૂન 64, રોમ) : ખ્રિસ્તી ધર્મના મહાન પ્રચારક સંત. તેમનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં થોડાં વર્ષોમાં થયો હતો. તેમનાં મા-બાપ યહૂદી ધર્મનાં બિન્જામિન કુળનાં હતાં. તેઓ યહૂદી ધર્મની નિયમસંહિતાના મુખ્ય ભાગો શીખ્યા હતા. તેમનું જન્મસ્થળ રોમન હકૂમત હેઠળ…
વધુ વાંચો >પોષધશાલા
પોષધશાલા : જૈન ઉપાશ્રય કે અપાસરો. આત્માને પોષક ધર્મક્રિયા કરવાનું સ્થાન. સામાન્યત: જૈન મુનિઓ એક સ્થાને લાંબો સમય રહેતા નથી. તેઓ પાદ-વિહારી હોય છે અને ગામેગામ વિચરતા રહી ધર્મોપદેશ આપતા રહે છે. વિહાર દરમિયાન નાનુંમોટું રોકાણ તેઓ કરે છે. ચોમાસાના ચાર માસ તો તેઓ વિહાર કરતા જ નથી અને એક…
વધુ વાંચો >પોસાઇડોન
પોસાઇડોન : ગ્રીક લોકોની ધાર્મિક માન્યતા મુજબ સમુદ્રના દેવ. તે ધરતીકંપના દેવ પણ મનાતા હતા. આખ્યાયિકા અનુસાર તેઓ પ્રાચીન દેવ ક્રોનૉસ અને દેવી રિયાના પુત્ર હતા. ઝ્યૂસ અને હેડીસ તેમના ભાઈઓ હતા. આ ત્રણેય ભાઈઓએ તેમના પિતાને પદભ્રષ્ટ કર્યા ત્યારે સમુદ્રનું રાજ્ય પોસાઇડોનને મળ્યું. તેમનું શસ્ર ત્રિશૂળ હતું. પોસાઇડોનને હિંસક…
વધુ વાંચો >પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય : વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો અને રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા. આ સંસ્થા 1936–37માં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ 60 વર્ષની વયે સ્થાપેલી. દાદા લેખરાજ 1877માં જન્મેલા. એમને 60 વર્ષની વયે એકવીસમી સદીમાં મૂલ્યનિષ્ઠ, નૈતિક, ધાર્મિક અને સમૃદ્ધ સમાજની સ્થાપના…
વધુ વાંચો >પ્રજ્ઞપ્તિદેવી
પ્રજ્ઞપ્તિદેવી : શ્વેતાંબર જૈન પરંપરામાં વિદ્યાદેવી અને દિગંબર પરંપરામાં ભગવાન સંભવનાથનાં શાસન દેવી યક્ષી. આચાર-દિનકર પ્રમાણે શ્રુતદેવતા પ્રજ્ઞપ્તિને બે હાથ હોય છે જેમાં કમળ અને શક્તિ ધારણ કરેલાં હોય છે. નિર્વાણકલિકા અનુસાર દેવીને ચાર હાથ હોય છે અને એમાં વરદ, શક્તિ, માતુલિંગ અને શક્તિ ધારણ કર્યાં હોય છે. દેવીનો વર્ણ…
વધુ વાંચો >પ્રજ્ઞાપારમિતા
પ્રજ્ઞાપારમિતા : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયની જ્ઞાનદાતા દેવી. બાર પારમિતાઓમાં પણ એનો સમાવેશ થયેલો છે. મહાયાનીઓના બધા ફિરકા તેને જ્ઞાનની દેવી તરીકે પૂજે છે. જોકે કેટલાક તેને બુદ્ધની માતા તરીકે પણ ઓળખાવે છે. પ્રજ્ઞાપારમિતાની પૂજાનો પ્રચાર નાગાર્જુન અને આર્ય અસંગે કર્યો હોવાનું મનાય છે. ભારત બહાર એનો પ્રચાર બીજી સદીથી…
વધુ વાંચો >પ્રતિજ્ઞાપત્ર
પ્રતિજ્ઞાપત્ર : યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં પ્રભુની દસ આજ્ઞાઓ ચોક્કસ પાળવાનો કરાર ધરાવતો પત્ર. આવો કરાર એક વિધિ દ્વારા થતો, જેમાં એક પ્રાણીનું બલિદાન આપવામાં આવતું. પ્રાણીનું બલિદાન એ સૂચવતું કે કરારનો ભંગ કરનારના હાલ આ પ્રાણી જેવા થશે. યહૂદી ધર્મમાં પ્રભુ યહૂદીઓ અથવા ઇઝરાયલીઓ સાથે આવો કરાર કરે છે.…
વધુ વાંચો >