ધર્મ-પુરાણ
પાંડરા
પાંડરા : ચોથા ધ્યાની બુદ્ધ અમિતાભની બુદ્ધશક્તિ. જેમ ધ્યાની બુદ્ધ અમિતાભને વર્તમાન કલ્પના અધિષ્ઠાતા માનવામાં આવે છે તેમ તેની બુદ્ધશક્તિ પાંડરાને વર્તમાન કલ્પની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. તે રક્તવર્ણની, એક મુખવાળી અને દ્વિભુજ છે. જમણો હાથ લટકતો અને ડાબો હાથ અભય મુદ્રામાં છે. બંને હાથમાં કમળ ધારણ કરેલાં છે. મસ્તકે…
વધુ વાંચો >પાંડુ
પાંડુ : મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર. યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓ પાંડુના પુત્રો હોવાથી ‘પાંડવો’ કહેવાયા. હસ્તિનાપુરના રાજા શાંતનુ યમુનાતીરના ધીવરરાજની પુત્રી મત્સ્યગંધાને પરણ્યા. તેના બે પુત્રોમાંથી મોટા ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થયું. નાના પુત્ર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યા પછી, પુત્રીઓ માટે કાશીરાજે યોજેલા સ્વયંવરમાંથી એ ત્રણેયને ભીષ્મ, વિચિત્રવીર્ય માટે, અપહરણ કરીને લઈ…
વધુ વાંચો >પિંડારક
પિંડારક : ગુજરાતનું પ્રાચીન તીર્થધામ અને લઘુ બંદર. તે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં કચ્છના અખાતના દક્ષિણ કાંઠે આજના દ્વારકા નગરથી 28 કિમી. દૂર આવેલ છે. કચ્છના અખાતના પ્રવેશદ્વાર નજીક આવેલા શંખોદ્ધર બેટની બરોબર સામે આવેલ આ તીર્થધામ તાલુકામથક કલ્યાણપુરથી 26 કિમી. દૂર 22o 15′ ઉ. અ. અને 69o 15′…
વધુ વાંચો >પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ)
પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર…
વધુ વાંચો >પીર ઇમામશાહ
પીર ઇમામશાહ : જુઓ ઇમામશાહ.
વધુ વાંચો >પીરાણા પંથ
પીરાણા પંથ : ઇમામશાહે ગુજરાતમાં પંદરમી સદીમાં સ્થાપેલો પંથ. ઇમામુદ્દીન અર્થાત્ ઇમામશાહ (ઈ. સ. 1452થી 1513 કે 1520) ઈરાનથી ગુજરાતમાં આવી અમદાવાદની નૈર્ઋત્યે 16 કિમી. દૂર આવેલા ગીરમઠા નામના ગામમાં સ્થાયી થયા. એ ગામ પછી પીરોના સ્થાન તરીકે ‘પીરાણા’ નામે પ્રસિદ્ધ થયું અને આ પંથ પણ એ ગામના નામ પરથી…
વધુ વાંચો >પુણ્ડ્ર
પુણ્ડ્ર : પુરાણોમાં નિરૂપાયેલું ભારતના પ્રદેશનું કે વ્યક્તિનું નામ. પુણ્ડ્ર નામની ઘણી વ્યક્તિઓ પુરાણોમાં ઉલ્લેખાઈ છે. પુરાણોમાં પુણ્ડ્ર નામનું નગર અને એ નામનો પ્રદેશ પણ ઉલ્લેખ પામ્યો છે. હાલમાં ઉત્તર-પ્રદેશને અડીને હિમાલય પર્વત તરફનો ભારતનો પ્રદેશ પ્રાચીન કાળમાં પુણ્ડ્ર નામે ઓળખાતો હતો. મહાભારતમાં તેનો નિર્દેશ થયો છે અને મહાભારતકાળમાં ત્યાં…
વધુ વાંચો >પુણ્ય
પુણ્ય : હિન્દુ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખાણવામાં આવેલું આચરણ કે જે આ લોક અને પરલોકમાં શુભ ફળ આપનારું અને મનુષ્યની ઉન્નતિ કરનારું ગણાય છે. પુણ્યકર્મ કરવાથી પછીનો જન્મ સારો મળે છે એવી શ્રદ્ધા હોય છે. શાસ્ત્રમાં જે વિહિત એટલે કરવા યોગ્ય કાર્યો કહ્યાં છે તે કરવાથી પુણ્ય કે ધર્મ જન્મે…
વધુ વાંચો >પુનિત મહારાજ
પુનિત મહારાજ (જ. 19 મે 1908, ધંધૂકા, સૌરાષ્ટ્ર; અ. 27 ઑગસ્ટ 1962, અમદાવાદ) : ગુજરાતના લોકભજનિક તથા સમાજસેવક. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સરસ્વતીબહેન સાથે 13 વર્ષની ઉંમરે લગ્ન. ખૂબ નાની વયે પિતાનું મૃત્યુ. સતત ગરીબી ભોગવતા રહ્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરી. માતાથી એ હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી…
વધુ વાંચો >પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર
પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર 1. સાહિત્ય : હિંદુ ધર્મના વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો. તેમાં પ્રાચીન કાળની વાર્તાઓ પણ રજૂ થઈ છે. વેદની વાતો સરળતાથી અને વિસ્તારથી સમજી શકાતી નથી એટલે વેદની વાતોનું વિવેચન (ઉપબૃંહણ) પુરાણોમાંથી મળે છે. પુરાણો પ્રાચીન કાળથી જાણીતાં છે, છતાં તેનો રચનાકાળ કહેવો મુશ્કેલ છે. એનું કારણ તેમાં પાછળથી…
વધુ વાંચો >