ધર્મ-પુરાણ

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ : ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી —…

વધુ વાંચો >

જ્યોતિષશાસ્ત્ર : ત્રિસ્કંધ સિદ્ધાંત

જ્યોતિષશાસ્ત્ર ત્રિસ્કંધ સિદ્ધાંત : વેદોક્ત તથા અન્ય આવશ્યક કર્મો કરવા માટે કાલજ્ઞાપનનું નિરૂપણ કરતું શાસ્ત્ર. તે સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો વગેરે જ્યોતિ-પ્રકાશપુંજ ઉપર આધાર રાખતું હોવાથી જ્યોતિષશાસ્ત્ર કહેવાય છે. યજ્ઞો માટે વેદની રચના થઈ છે. કાલના આધારે યજ્ઞો થાય છે. એટલે કાલનાં વિધાનને કહેનાર જ્યોતિષશાસ્ત્રને જે જાણે છે તે જ યજ્ઞોને…

વધુ વાંચો >

જ્વાળામુખી શક્તિપીઠ

જ્વાળામુખી શક્તિપીઠ : ઉત્તર ભારતનું પ્રસિદ્ધ શક્તિપીઠ તીર્થ. હિમાચલ પ્રદેશમાં કાંગડા જિલ્લામાં 574 મી. ઊંચાઈ પર હિમાલયની પ્રારંભિક માળાની ખીણમાં આવેલું છે. નિકટમાં 960 મી. ઊંચું જ્વાળામુખી શિખર છે. જમ્મુ, કટરા આદિ સ્થળોથી બસ માર્ગે જવાય છે. લગભગ 400 કિમી. લાંબો માર્ગ વચ્ચે 775 મી. ઊંચાઈ પરથી જાય છે. જ્વાળામુખી…

વધુ વાંચો >

ઝરથુષ્ટ્ર

ઝરથુષ્ટ્ર : પ્રાચીન ઝરથોસ્તી ધર્મના આદ્યપુરુષ. ઝરથુષ્ટ્રને ઝરથુસ્ત્ર કે જરથોસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મત મુજબ તેમનો સમય ઈ. સ. પૂ. આશરે 7000 ગણાય છે. બીજા મત મુજબ તે વૈદિક યુગની લગભગ સમાંતર છે. તેના આધારે ઝરથુષ્ટ્ર આશરે ઈ. સ. પૂર્વે 3000 સુધીમાં થયા હોવા જોઈએ. શહેનશાહી પંથી…

વધુ વાંચો >

ડોંગરે, રામચંદ્ર

ડોંગરે, રામચંદ્ર (જ. 15 ફેબ્રુઆરી 1926, ઇંદોર; અ. 8 નવેમ્બર 1990, નડિયાદ) : ભારતના સંત કથાકાર. પિતા કેશવદેવ ડોંગરે, માતાનું નામ કમલાતાઈ. જન્મસમયે સંતત્વનાં લક્ષણો પ્રગટ થયાં હોઈ જન્મનો આનંદ મોસાળપક્ષે ધામધૂમથી ઊજવ્યો હતો. આ પછી ડોંગરે પરિવાર વડોદરા આવી લક્ષ્મણ મહારાજના મઠમાં રહી કર્મકાંડી અને ધર્મપરાયણ જીવન વ્યતીત કરવા…

વધુ વાંચો >

તપ

તપ : સંતાપ આપવાના અર્થમાં રહેલા ‘તપ્’ ધાતુ ઉપરથી બનેલો શબ્દ. તે શરીરને સંતાપ આપનારાં ચાંદ્રાયણ વગેરે વ્રતો એવો અર્થ મુખ્યત્વે આપે છે. કોઈક ભૌતિક કે દિવ્ય વસ્તુ મેળવવા માટે શરીરની સ્વાભાવિક આવશ્યકતા સ્વલ્પ કે સંપૂર્ણ રીતે છોડી દઈ શરીરને પીડા આપવી તેને તપ કહેવાય. શરીરનું શોષણ કરનારાં નિયમો કે…

વધુ વાંચો >

તાઓ ધર્મ

તાઓ ધર્મ : ચીનમાં લાઓ-ત્ઝે (ઈ. સ. પૂ.  570-517) દ્વારા રજૂ કરવામાં આવેલ તત્વદર્શનને આધારે પાછળથી સ્થપાયેલો ધર્મ. મધ્યચીનમાં હોનાન પ્રાંતમાં જન્મેલા લાઓ-ત્ઝેની ઐતિહાસિકતા અંગે શંકા છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ લાઓ-ત્ઝે એ વ્યક્તિવાચક નામ નથી; પરંતુ તેનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ એવો થાય છે. તેમનું ખરું નામ લી હતું. ચીનમાં…

વધુ વાંચો >

તાડકા

તાડકા : મારીચ-સુબાહુની માતા, સુકેતુ નામના યક્ષની પુત્રી, જે અગત્સ્ય ઋષિના શાપથી રાક્ષસી બની ગઈ હતી. તે સરયૂ નદીને કાંઠે તાડકાવનમાં રહીને ઋષિઓનાં યજ્ઞોમાં વિઘ્નો નાખતી હતી. તેના અત્યાચારોથી પીડિત થયેલા વિશ્વામિત્રે તેના વધ માટે અયોધ્યાના રાજા દશરથ પાસે રામ-લક્ષ્મણની માંગણી કરી અને પોતાના આશ્રમે લઈ આવ્યા હતા. સ્ત્રી જાણીને…

વધુ વાંચો >

તાણ્ડ્ય બ્રાહ્મણ

તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય…

વધુ વાંચો >

તારા (દેવી)

તારા (દેવી) : નેપાળ, તિબેટ અને મૉંગોલિયામાં પૂજાતી બૌદ્ધ ધર્મીઓની લોકપ્રિય તાંત્રિક દેવી. સંસ્કૃત ધાતુ ‘तृ—तर्’ ઉપરથી આ નામ બન્યું છે. ભવસાગર તરવામાં મદદ કરનાર આ દેવી છે. ઈ. સ.ના છઠ્ઠા સૈકાથી તારાને બૌદ્ધ ધર્મમાં દેવી તરીકે સ્થાન મળ્યું છે. પૂર્વ ભારતમાં તેની પૂજા પ્રચલિત છે, જ્યારે ગુજરાતમાં તારંગાની ટેકરીઓની…

વધુ વાંચો >