દિનેશ દેસાઈ

ચલતી કા નામ ગાડી

ચલતી કા નામ ગાડી : ગાયક અભિનેતા કિશોરકુમાર નિર્મિત અને અભિનીત ફિલ્મ. સ્વચ્છ પ્રણયપ્રસંગોને પ્રદર્શિત કરતી સર્વાંગસંપૂર્ણ હાસ્યપ્રધાન-સંગીતપ્રધાન ફિલ્મ 1958માં સૌપ્રથમ વાર રજૂઆત પામેલી. તેનું નિર્દેશન ફિલ્મકાર સત્યેન બોઝે સંભાળ્યું હતું. ફિલ્મમાં ત્રણેય કલાકાર ભાઈઓ અશોકકુમાર, અનુપકુમાર અને કિશોરકુમારે તથા નાયિકા તરીકે મધુબાલાએ તેમજ ચરિત્ર અભિનેતા તરીકે સજ્જને અભિનય આપ્યો…

વધુ વાંચો >

ચોપરા, બી. આર.

ચોપરા, બી. આર. (જ. 22 એપ્રિલ 1914, લાહોર; અ. 5 નવેમ્બર 2008, મુંબઈ) : બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. આખું નામ બળદેવ રાજ ચોપરા. તેઓ લેખક, પત્રકાર, નિર્માતા અને નિર્દેશક તરીકે સુદીર્ઘ અનુભવ ધરાવતા હતા. તેમનો જન્મ એક ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ સાહિત્ય અને કલા તરફ…

વધુ વાંચો >

છગન રોમિયો

છગન રોમિયો (જ. 1902, ઝુલાસણ; અ. 24 ઑગસ્ટ 1956, વડોદરા) : જૂની ગુજરાતી રંગભૂમિના નામાંકિત હાસ્યનટ. આખું નામ છગનલાલ નાગરદાસ નાયક. નાટ્યક્ષેત્રે તે એક વિરલ પ્રતિભા તરીકે યાદ રહેલ છે. શરૂઆતમાં તારાબાઈ સૅન્ડોના સરકસમાં રહ્યા. 1928માં ‘તરુણીના તરંગ’ નાટકમાં ‘રોમિયો’ના પાત્રમાં જીવંત અભિનય આપવાથી તેઓ ‘રોમિયો’ તરીકે ઓળખાયા. આ નામ…

વધુ વાંચો >

જમુનાદેવી

જમુનાદેવી (જ. 1917, કૉલકાતા; અ. 24 નવેમ્બર, 2005, દક્ષિણ કૉલકાતા) : જૂની હિંદી ફિલ્મોની નાયિકા. માતાપિતા મૂળ ઉત્તરપ્રદેશનાં વતની, એટલે જમુનાને હિંદી અને બંગાળી બંને ભાષાની એકસરખી ફાવટ હતી. આશરે 17 વર્ષની વયે ફિલ્મક્ષેત્રે પ્રવેશેલાં જમુનાના જીવનમાં ફિલ્મકાર-કલાકાર પી. સી. બરુઆનું સ્થાન વિશિષ્ટ હતું. બરુઆની પ્રથમ ફિલ્મ ‘રૂપલેખા’ સાથે 1934માં…

વધુ વાંચો >

જયદેવ

જયદેવ (જ. 3 ઑગસ્ટ 1918, નૈરોબી; અ. 6 જાન્યુઆરી 1987, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સ્વરનિયોજક. મૂળ લુધિયાણાના વતની. લાહોરમાં અભ્યાસ. માત્ર 15 વર્ષની વયે અભિનેતા બનવા મુંબઈ આવ્યા. પણ નસીબજોગે તે સંગીતક્ષેત્રે સફળ થયા. સંગીતકાર ઉસ્તાદ અલી અકબરખાનના સહાયક તરીકે તેમની સાથે જયદેવે ‘આંધિયાઁ’ અને ‘હમસફર’ ફિલ્મોમાં કામગીરી બજાવી. સંગીતકાર…

વધુ વાંચો >

જયવંત, નલિની

જયવંત, નલિની (જ. 18 ફેબ્રુઆરી 1926, મુંબઈ) : રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી તથા અગ્રણી અભિનેત્રી શોભના સમર્થની પિતરાઈ બહેન. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ. માત્ર 6 વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં. 10 વર્ષની વયે શાળાના કાર્યક્રમમાં અભિનય આપ્યો. આ પછી રવીન્દ્રનાથ ટાગોરના…

વધુ વાંચો >

જાગતે રહો (1959)

જાગતે રહો (1959) : સમાજના નૈતિક અધ:પતનનો આબેહૂબ ચિતાર આપતી પ્રતીકાત્મક ફિલ્મ. દિગ્દર્શન : શંભુ મિત્ર તથા અમિત મોઇત્ર; નિર્માતા : આર. કે. ફિલ્મ્સ, સંવાદ : ખ્વાજા અહમદ અબ્બાસ; ગીતકાર : શૈલેન્દ્ર; સંગીતકાર : સલિલ ચૌધરી; છબીકાર : રાધુ કરમારકર; પ્રમુખ ભૂમિકા : રાજકપૂર, પહાડી સન્યાલ, મોતીલાલ, નરગિસ, છબી વિશ્વાસ,…

વધુ વાંચો >

જીવન

જીવન (જ. 24 ઑક્ટોબર 1915; અ. 10 જૂન 1987, મુંબઈ) : ચલચિત્ર વ્યવસાયના વીતેલા જમાનાના વિખ્યાત અભિનેતા. આખું નામ ઓમકારનાથ જીવન દુર્ગાપ્રસાદ ધર. પણ તેમણે અભિનેતા તરીકે પોતાનું નામ માત્ર ‘જીવન’ રાખ્યું. આ ટૂંકા નામથી તેઓ યાદગાર બની રહ્યા. કાશ્મીરના પંડિત (બ્રાહ્મણ) પરિવારમાં જન્મ. બાળપણ કાશ્મીરમાં વીત્યું. પિતા ઉચ્ચ સરકારી…

વધુ વાંચો >

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર : એશિયાનું સૌથી જૂનું વિદ્યમાન દૈનિક સમાચારપત્ર. પારસી સાહસિક યુવાન ફરદુનજી મર્ઝબાને 1 લી જુલાઈ, 1822 ને સોમવારને દિવસે મુંબઈમાં ‘શ્રી મુમબઈનાં શમાચાર’ નામે સાપ્તાહિક સ્વરૂપે પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને જાય છે. 1812માં મુદ્રણાલયની સ્થાપના કરી. ગુજરાતી ટાઇપો બનાવ્યા…

વધુ વાંચો >

યુ.એન.આઈ.

યુ.એન.આઈ. : ભારતની રાષ્ટ્રીય સમાચારસંસ્થા. આખું નામ ‘યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા’. આ દેશવ્યાપી સમાચારસંસ્થા દેશ અને દુનિયાના વિવિધ પ્રકારના સમાચારો ટેલિપ્રિન્ટર મારફતે સમાચાર-માધ્યમોને પહોંચાડવાની કામગીરી કરે છે. આ સંસ્થાની સ્થાપના 1961માં દેશનાં ચાર રાષ્ટ્રીય સ્તરનાં અને અંગ્રેજી ભાષામાં પ્રગટ થતાં દૈનિકોના માલિકોએ નવી દિલ્હી ખાતે કરી. ત્યારે આ સંસ્થાની સ્થાપના…

વધુ વાંચો >