દિનકર ભોજક
વડીલોના વાંકે
વડીલોના વાંકે : વ્યાવસાયિક ગુજરાતી રંગભૂમિનું પ્રસિદ્ધ ત્રિઅંકી નાટક. તે મુંબઈ ભાંગવાડી થિયેટરમાં તા. 2-4-1938ની રાત્રિએ સૌપ્રથમ વાર ભજવાયું હતું. શ્રી દેશી નાટક સમાજના ઇતિહાસમાં શુકનવંતા લેખાતા આ નાટકના લેખક પ્રભુલાલ દયારામ દ્વિવેદી હતા. ગુજરાતી રંગમંચ પર પૂર્ણપણે નાયિકાનું વર્ચસ્ હોય એવું આ પ્રથમ નાટક છે. નાટકની સફળતામાં એની સામાજિક…
વધુ વાંચો >વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924)
વાંકાનેર આર્યહિત વર્ધક નાટક કંપની (ઈ. સ. 1889થી 1924) : જનસમાજમાં લોકરંજન સાથે ભક્તિપરંપરાને લોકમાનસમાં ઢ કરવાના શુભ હેતુથી ત્રંબૅંકલાલ દેવશંકર રાવલ (1863) અને ત્રંબૅંકલાલ રામશંકર ત્રવાડીએ (1844) ઈ. સ. 1889માં વાંકાનેરમાં સ્થાપેલી નાટ્યમંડળી શરૂઆતમાં કંપનીના મુખ્ય કવિ તરીકે નથુલાલ સુંદરજી શુક્લ હતા. એ જમાનામાં કંપનીએ આકર્ષક સન્નિવેશ, દૃશ્યપરિવર્તન સાથે…
વધુ વાંચો >વીણાવેલી
વીણાવેલી : ગુજરાતીમાં ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી (1867-1902) દ્વારા ઈસવી સન 1892થી 1896ના ગાળામાં રચાયેલું ત્રિઅંકી નાટક. શ્રી દેશી નાટક સમાજે ઈસવી સન 1899માં તે ભજવ્યું. એ જમાનાનાં નાટકોના મુકાબલે આ નાટકની ભાષા સ્વાભાવિક અને ટૂંકાં ટૂંકાં વાક્યોવાળી છે. કર્તાએ ધીમે ધીમે નાટ્યાત્મક ગદ્ય કઈ રીતે ખીલવ્યું એનો અંદાજ આ નાટકની…
વધુ વાંચો >શાહ, ફૂલચંદ ઝવેરભાઈ
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…
વધુ વાંચો >સિદ્ધાર્થ બુદ્ધ (નાટક)
સિદ્ધાર્થ બુદ્ધ (નાટક) : નાટ્યકાર નૃસિંહ વિભાકરનું નાટક. તે ઈસવીસન 1914માં શ્રી આર્ય નાટ્ય સમાજે સૌપ્રથમ કરાંચીમાં ભજવ્યું હતું. કર્તાનું આ પહેલું નાટક છે. વ્યવસાયી રંગભૂમિના એ જમાનાનાં નાટકોને મુકાબલે આ નાટકની ભાષા વધુ સ્વાભાવિક અને ચોટદાર છે. નાટ્યકાર વિભાકરનું રણકાવાળું ગદ્ય અને નવતર શૈલીનો આ નાટક સારો નમૂનો છે.…
વધુ વાંચો >સોનેરી જાળ (નાટક)
સોનેરી જાળ (નાટક) : નાટ્યકાર જામનનું ઈ. સ. 1922માં રચાયેલું ત્રિઅંકી નાટક. આ નાટક શ્રી રૉયલ નાટકમંડળીએ ભજવ્યું હતું. નાટકની ભાષા કટાક્ષપૂર્ણ અને સંવાદ વેધક અને અસરકારક છે. આ નાટક છપાયું નથી. ધર્મઢોંગી ધુરંધર મહારાજની પ્રપંચલીલા પર આ નાટકમાં એમણે પ્રકાશ પાથર્યો છે. એ રીતે આ નાટક સામાજિક ક્રાંતિનું છે.…
વધુ વાંચો >સૌભાગ્યસુંદરી
સૌભાગ્યસુંદરી : ગુજરાતી ત્રિઅંકી નાટક (1901). લેખક : મૂળશંકર મૂલાણી (1868–1957). તેના મૂળ લેખક કવિ નથુરામ સુંદરજી શુક્લ (1862–1923) હતા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના માલિકોએ આ નાટક મૂળશંકર મૂલાણી પાસે ફરી નવેસરથી લખાવ્યું હતું. ગદ્ય-પદ્ય, કથાપ્રસંગ, પાત્રસંવિધાન, શૈલી – આ બધાંમાં મૂળશંકર મૂલાણીએ મોટો ફેરફાર કર્યો, એટલે આ નાટકના ખરા…
વધુ વાંચો >હરિશ્ચન્દ્ર બીજો
હરિશ્ચન્દ્ર બીજો : પારસી કલાકારોએ લંડનમાં ભજવેલું રણછોડભાઈ ઉદયરામનું નાટક. રણછોડભાઈ ઉદયરામ દવેના ‘હરિશ્ચન્દ્ર’ નાટકમાં ફેરફાર કરી કેખુશરૂ કાબરાજીએ નાટક ઉત્તેજક મંડળીમાં શનિવાર તા. 30–10–1875ની રાત્રે પારસી કલાકારોને લઈ આ નાટક ભજવ્યું. ખુરશેદજી બાલીવાલાએ આ નાટક લંડનમાં ભજવી પુરસ્કાર મેળવ્યો હતો. ન્યૂ આલ્ફ્રેડ કંપનીએ સને 1921માં ‘રાજા હરિશ્ચન્દ્ર’ નામે પણ…
વધુ વાંચો >