દિગીશ મહેતા

પત્રસાહિત્ય

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…

વધુ વાંચો >

પાઉન્ડ એઝરા વેસ્ટન લૂમિસ

પાઉન્ડ, એઝરા વેસ્ટન લૂમિસ (જ. 30 ઑક્ટોબર 1885, આઇડો, યુ.એસ.; અ. 1 નવેમ્બર 1972) : અમેરિકન કવિ અને વિવેચક. યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ લઈ, ઇન્ડિયાનામાં શિક્ષક તરીકે થોડો સમય કામ કરી, તેઓ 1908માં યુરોપ પહોંચ્યા; ત્યાં ઇટાલીથી તેમણે પોતાનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ, ‘અ લ્યૂમ સ્પેન્ટો’ (1908) પોતાને ખર્ચે પ્રસિદ્ધ કર્યો.…

વધુ વાંચો >

પ્રવાસસાહિત્ય

પ્રવાસસાહિત્ય પ્રવાસ – મુસાફરી અંગેનું લલિત અથવા લલિતેતર ગદ્ય(ક્વચિત્ પદ્ય)માં રજૂ થતું સાહિત્યિક લખાણ. કોઈ પ્રદેશ, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ આ સર્વ પરત્વેનાં લેખકનાં અવલોકન-ચિંતન-સ્મરણ-સંવેદનોને – અનુભૂતિઓને નિજી રસરુચિ સાથે અભિવ્યક્ત કરતું સાહિત્યનું એક સ્વરૂપ. નિબંધ કે આત્મકથાની જેમ ઉત્તમ પ્રવાસકથા સર્જનાત્મક સ્વરૂપની હોઈ શકે. જે તે ભાષામાં…

વધુ વાંચો >

ફેરી ક્વીન, ધ (1590)

ફેરી ક્વીન, ધ (1590) : અંગ્રેજ કવિ એડમન્ડ સ્પેન્સર(1552 ? – 1599)-રચિત સુદીર્ઘ રૂપકકાવ્ય. પ્રથમ 3 સર્ગ 1590માં, દ્વિતીય આવૃત્તિના 1થી 6 સર્ગ 1596માં અને 1થી 8 સર્ગની સમગ્ર આવૃત્તિ 1609માં પ્રસિદ્ધ થઈ. પ્રથમ આવૃત્તિમાં પોતાના મિત્ર સર વૉલ્ટર રાલેને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં સંપૂર્ણ કાવ્ય 12 સર્ગોમાં રચાનાર છે તેવો…

વધુ વાંચો >

ફૉલસ્ટાફ (સર જૉન ફૉલસ્ટાફ)

ફૉલસ્ટાફ (સર જૉન ફૉલસ્ટાફ) : શેક્સપિયરનું એક સુવિખ્યાત ‘કૉમિક’ પાત્ર. ‘કૉમિક’ એટલે અહીં ખાસ કરીને નાટકમાં, હાસ્યરસને તેના સ્થૂલ અર્થથી માંડીને સૂક્ષ્મતમ ધ્વનિ સુધી વિસ્તારાતી પાત્રાલેખનની રીતિ. ફૉલસ્ટાફ શેક્સપિયરનાં ત્રણ નાટકોમાં ભૂમિકા ભજવે છે. ઐતિહાસિક સામગ્રી પર આધારિત ‘હૅન્રી ધ ફૉર્થ, પાર્ટ વન’ અને ‘હેન્રી ધ ફૉર્થ, પાર્ટ ટૂ’ એમ…

વધુ વાંચો >

બેકન, ફ્રાન્સિસ

બેકન, ફ્રાન્સિસ (જ. 22 જાન્યુઆરી 1561, લંડન; અ. 1 એપ્રિલ 1626, લંડન) : અંગ્રેજ વિચારક, રાજનીતિજ્ઞ અને સાહિત્યકાર. નાની વયથી વિચક્ષણ બુદ્ધિમત્તા તથા વૈચારિક પરિપક્વતા પ્રદર્શિત કરતાં માત્ર 12 વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવી ત્યાં બે વર્ષ (1573–75) અભ્યાસ કર્યો. ત્યારબાદ (1575ના વર્ષ દરમિયાન) પૅરિસ ખાતેની બ્રિટનની…

વધુ વાંચો >