જ. પો. ત્રિવેદી

ગિલ્બર્ટ, વૉલ્ટર

ગિલ્બર્ટ, વૉલ્ટર (Gilbert, Walter) (જ. 21 માર્ચ 1932, બૉસ્ટન, યુ.એસ.) : અમેરિકન આણ્વિક જીવવિજ્ઞાની અને 1980ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1953માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા તથા 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1958માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની ફૅકલ્ટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. તેમના અભ્યાસ અને રસના…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુડઇયર, ચાર્લ્સ

ગુડઇયર, ચાર્લ્સ (જ. 29 ડિસેમ્બર 1800, ન્યૂ હેવન, કનેક્ટિક્ટ, યુ.એસ.; અ. 1 જુલાઈ 1860, ન્યૂયૉર્ક) : રબરની વલ્કેનાઇઝેશન પ્રક્રિયાના અમેરિકન સંશોધક. તેમની શોધથી રબરના વ્યાપારી ઉપયોગો સંભવિત બન્યા છે. તેમના પિતાના હાર્ડવેરના ધંધામાં ભાગીદાર તરીકે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી પણ આ ધંધો 1830માં પડી ભાંગ્યો. તેમને ઇન્ડિયા રબરમાંનું ચીટકપણું…

વધુ વાંચો >

ગુણક પ્રમાણનો નિયમ

ગુણક પ્રમાણનો નિયમ (law of multiple proportion) : એક જ તત્વ-યુગ્મનાં વિભિન્ન સંયોજનોમાં સરળ સાંખ્યિક સંબંધો દર્શાવતો નિયમ. 1803માં જ્હૉન ડૉલ્ટને દર્શાવ્યું કે જો બે તત્વો अ તથા ब સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવે તો बનાં નિશ્ચિત વજન સાથે સંયોજાતા अનાં વિવિધ વજનો સાદા ગુણાંકમાં હશે. હાઇડ્રોજન (H2) તથા ઑક્સિજન…

વધુ વાંચો >

ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ

ગુર્જિયેફ, જ્યૉર્જી ઇવાનોવિચ (જ. 28 નવેમ્બર 1877, ઍલેક્સાન્ડ્રોલ, આર્મીનિયા, રશિયા; અ. 28 ઑક્ટોબર 1949, પૅરિસ, ફ્રાંસ) : વિખ્યાત રશિયન રહસ્યવાદી. ગ્રીક અને આર્મીનિયન દંપતીનું સંતાન. તેમના પૂર્વજીવન વિશે બહુ ઓછું જાણવા મળે છે; પરંતુ યુવાવસ્થામાં તેમણે પૂર્વ અને પશ્ચિમના અનેક પ્રવાસો ‘સત્યશોધક’ (Seekers of Truth) નામના જૂથથી ઓળખાતા લોકો સાથે…

વધુ વાંચો >

ગેડોલિનિયમ (gadolinium)

ગેડોલિનિયમ (gadolinium) : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના IIIA) સમૂહનું રાસાયણિક તત્વ. સંજ્ઞા Gd. તે લેન્થેનાઇડ (lenthanide) અથવા લેન્થેનોઇડ (lanthanoid) કે લેન્થેનોન (lanthenon) તત્વો તરીકે ઓળખાતી વિરલ મૃદા (rare earth) ધાતુઓ પૈકીનું એક તત્વ છે. 1880માં જીન સી. જી. દ મેરિગ્નાકે અશુદ્ધ સ્થિતિમાં આ ધાતુને મેળવીને તેને Y નામ આપેલું. લેન્થેનાઇડ…

વધુ વાંચો >

ગૅમ્બજ (Gamboge અથવા Camboge)

ગૅમ્બજ (Gamboge અથવા Camboge) : અગ્નિ એશિયામાં ગાર્સિનીઆ કુળ(genus)માંથી મળતો સખત, બરડ, ગુંદર જેવો રેઝિન (gum-resin). મુખ્યત્વે કંબોડિયા, થાઇલૅન્ડ તથા દક્ષિણ વિયેટનામમાં ઊગતા ગાર્સિનિયા હાનબ્યુરી (G. hanburyi) વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આ વૃક્ષ વિભક્તલિંગી (dioecious) વૃક્ષો છે જે ચામડા જેવાં, ઘેરા લીલાં રંગના ચળકતાં પાંદડાં, નાનાં પીળાં ફૂલો અને સામાન્ય…

વધુ વાંચો >

ગૅલિયમ

ગૅલિયમ : આવર્તકોષ્ટકના 13મા [અગાઉના III B] સમૂહ(બોરોન સમૂહ)નું રાસાયણિક ધાતુ તત્વ. સંજ્ઞા Ga; પ. ક્રમાંક 31; પ. ભાર 69.72; ગ. બિં. 29.78° સે.; ઉ.બિં. 2403° સે.; વિ.ઘ. 5.904 (29.6° સે.); સંયોજકતા 3; ઇલેક્ટ્રૉન સંરચના 2-8-18-3, અથવા (Ar) 3d104s24p1. મેન્દેલીવે 1869માં આવર્તકોષ્ટકની રચના દરમિયાન નોંધ્યું હતું કે ઍલ્યુમિનિયમ તથા ઇન્ડિયમ…

વધુ વાંચો >

ગે-લુસાક, ઝોઝેફ-લૂઈ (Gay-Lussac, Joseph-Louis)

ગે-લુસાક, ઝોઝેફ-લૂઈ (Gay-Lussac, Joseph-Louis) (જ. 6 ડિસેમ્બર 1778, સાં-લેઓનાર્દ-નૉબ્લા, ફ્રાન્સ; અ. 9 મે 1850, પૅરિસ) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણજ્ઞ તથા ભૌતિકશાસ્ત્રી. વાયુઓના વર્તનની તથા રાસાયણિક પૃથક્કરણની તકનીકના આદ્ય શોધક. મોસમ-વિજ્ઞાનના એક સંસ્થાપક. ગે-લુસાક 1797માં પૅરિસની ઈકોલે પૉલિટૅક્નિકમાં અભ્યાસ કરી 1800માં ગ્રૅજ્યુએટ થયા. ઇજનેરી શાખામાં વધુ અભ્યાસ શરૂ કર્યો પણ 1801માં…

વધુ વાંચો >

ગે-લુસાકનો સિદ્ધાંત

ગે-લુસાકનો સિદ્ધાંત : એકબીજા સાથે સંયોજાતા વાયુઓ અંગેનો નિયમ. જ્યારે વાયુઓ વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા અને પરિણામે ઉદભવતા વાયુઓના કદનાં પ્રમાણ સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય છે. આ રીતે નાઇટ્રોજન (1 કદ), હાઇડ્રોજન (3 કદ) સાથે જોડાઈને એમોનિયા (2 કદ) આપે છે; હાઇડ્રોજન (2 કદ),…

વધુ વાંચો >