જ. પો. ત્રિવેદી

યૂરિયા (કાર્બામાઇડ)

યૂરિયા (કાર્બામાઇડ) : કાર્બોનિક ઍસિડનો ડાઇ-એમાઇડ. સૂત્ર : NH2CONH2. મૂત્ર અને અન્ય શારીરિક તરલો(body fluids)માં મળી આવે છે. સસ્તનો અને કેટલીક માછલીઓની પ્રોટીન-ચયાપચયની ક્રિયાની અંતિમ નીપજ યૂરિયા હોવાથી તે મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. એક પુખ્ત વયની વ્યક્તિ 24 કલાકમાં 30 ગ્રા. જેટલો યૂરિયા બહાર કાઢે છે. આ…

વધુ વાંચો >

યોગશીલ પ્રક્રિયા (addition reaction)

યોગશીલ પ્રક્રિયા (addition reaction) : અસંતૃપ્ત સંયોજનમાં વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો દાખલ કરવાની રાસાયણિક પ્રક્રિયા. આવાં અસંતૃપ્ત સંયોજનો આલ્કિન, કીટોન, નાઇટ્રાઇલ, આલ્કાઇન વગેરે હોય છે. ઉમેરાતા વધારાના પરમાણુઓ કે પરમાણુ-સમૂહો ઇલેક્ટ્રૉન-અનુરાગી અથવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો હોય છે. (क) બહુગુણક કાર્બન  કાર્બન બંધ (> C = C <; — C  C—)માં યોગશીલ…

વધુ વાંચો >

રબર (રસાયણશાસ્ત્ર)

રબર (રસાયણશાસ્ત્ર) : હીવિયા વૃક્ષના થડમાંથી ઝરતો દૂધ જેવો અપરિષ્કૃત રસ (લૅટેક્સ). રબરનો મુખ્ય સ્રોત Hevea brasiliensis નામનું બ્રાઝિલમાં ઊગતું વૃક્ષ છે. હીવિયા ઉપરાંત રશિયન ડેન્ડેલિયન (dandelion), ગોલ્ડન રોડ, નૈર્ઋત્ય યુ.એસ. તથા મેક્સિકોમાં ઊગતા ગ્વાયૂલ (guayule, parthenium argentum); મિલ્કવીડ તથા અંજીર (fig) વૃક્ષોમાંથી પણ રબર મળે છે, પરંતુ ઉત્પાદન-દૃષ્ટિએ તે…

વધુ વાંચો >

રસસિદ્ધિ (કીમિયાગીરી, alchemy)

રસસિદ્ધિ (કીમિયાગીરી, alchemy) : હલકી (base) ધાતુઓનું સોનામાં રૂપાંતરણ (transmutation) કરવાની તથા બધા રોગો માટે એક જ દવા (cure) અને જીવનને અનંતકાળ સુધી લંબાવવા માટે જીવનામૃત(અમૃતતત્વ, elixir of life)ની શોધ સાથે સંકળાયેલું છદ્મવિજ્ઞાન (pseudoscience). કીમિયાગીરી પૂર્વમાં શરૂ થઈ; પરંતુ તેનાં મૂળ તો કાંસ્યયુગની ઇજિપ્ત તથા મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં કે જેમાં ધાતુવિદ્યા,…

વધુ વાંચો >

રસાયણશાસ્ત્ર

રસાયણશાસ્ત્ર : તત્ત્વો અને સંયોજનો તરીકે ઓળખાતા વિવિધ પદાર્થોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેઓ જે રૂપાંતરો પામે છે તેનો અભ્યાસ કરતી વિજ્ઞાનની એક શાખા. પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે. મધ્યયુગમાં કીમિયાગીરીમાંથી તેનો વિકાસ થયો એમ…

વધુ વાંચો >

રામ્સે, વિલિયમ (સર)

રામ્સે, વિલિયમ (સર) (જ. 2 ઑક્ટોબર 1852, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 23 જુલાઈ 1916, હાઇ વાઇકોમ્બે, બકિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ. ઇજનેરના પુત્ર. તેમને ધર્મશાસ્ત્રી (theologist) બનાવવાના હોવાથી તેમને પ્રણાલિકાગત અભ્યાસ કરવો પડેલો. પણ તેમની એકમાત્ર ઇચ્છા રસાયણશાસ્ત્રમાં કારકિર્દી બનાવવાની હોવાથી ગ્લાસગો યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. 1869-71 દરમિયાન તેમણે હાઇડલબર્ગ…

વધુ વાંચો >

રાસાયણિક ઉત્ક્રાંતિ

રાસાયણિક ઉત્ક્રાંતિ : સાદાં રાસાયણિક તત્ત્વોમાંથી પ્રોટીન, ન્યૂક્લીઇક (nucleic) ઍસિડ, પૉલિસૅકેરાઇડ જેવા જીવનાવદૃશ્યક સંકીર્ણ કાર્બનિક અણુઓની ઉત્પત્તિ. જીવનની ઉત્ક્રાંતિ અંગેની જિજ્ઞાસા જૈવિક અણુઓના ઊગમ વિશે વિચાર કરવા પ્રેરે છે. ભૂસ્તરીય ઇતિહાસમાં કોઈ એવો પ્રાગ્-જૈવિક કાળ હોવો જોઈએ, જે દરમિયાન કાર્બનિક સંયોજનો બન્યાં હશે તથા તેઓ મનુષ્યની જૈવિક પ્રણાલીઓમાં મળતાં સંકીર્ણ…

વધુ વાંચો >

રાસાયણિક તત્ત્વો

રાસાયણિક તત્ત્વો : સામાન્ય રાસાયણિક રીતો દ્વારા (વધુ સાદા ઘટકોમાં) જેનું વિભાજન કરી ન શકાય તેવા પદાર્થો. સઘળાં દ્રવ્યોમાં રાસાયણિક તત્ત્વો મૂળભૂત પદાર્થો તરીકે રહેલા છે. કોઈ એક તત્વના બધા જ પરમાણુઓના કેન્દ્રમાં એકસરખી સંખ્યામાં પ્રોટૉન હોય છે. આને તત્વનો પરમાણુ-આંક કહે છે. તત્ત્વોનું વર્ગીકરણ આવર્તક કોષ્ટકરૂપે કરવામાં આવે છે.…

વધુ વાંચો >

રાસાયણિક પ્રક્રિયા

રાસાયણિક પ્રક્રિયા : જેમાં એક અથવા વધુ તત્ત્વો કે સંયોજનો (પ્રક્રિયકો) ભાગ લઈ નવાં સંયોજનો (નીપજો) બનાવે તેવી પ્રવિધિ. આવો રાસાયણિક ફેરફાર અનેક રીતે થઈ શકે છે; દા. ત., બે પદાર્થો વચ્ચે સંયોજન (combination) દ્વારા, તેમની વચ્ચે પ્રતિસ્થાપન (replacement) કે એક સંયોજનના વિઘટન દ્વારા અથવા તેમના કોઈ રૂપાંતરણ (modification) દ્વારા…

વધુ વાંચો >

રાસાયણિક બંધ (chemical bond)

રાસાયણિક બંધ (chemical bond) અણુ અથવા સ્ફટિકમાંના પરમાણુઓને એકબીજા સાથે પ્રબળ રીતે જકડી રાખનારાં આકર્ષણ-બળો. જો બે પરમાણુઓ અથવા સમૂહો વચ્ચે લાગતાં બળો એવાં હોય કે તે એક નવો, પૂરતી સ્થિરતાવાળો એવો સમુચ્ચય (aggregate) બનાવે કે જેને રસાયણવિદ (chemist) સ્વતંત્ર આણ્વીય જાતિ (molecular species) તરીકે ગણાવી શકે તો તેમની વચ્ચે…

વધુ વાંચો >