જ. પો. ત્રિવેદી

મૂલક (Radical)

મૂલક (Radical) : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વૈયક્તિક હસ્તી તરીકે વર્તતો હોય તેવો એક અથવા વધુ તત્વોનો બનેલો વીજભાર ધરાવતો સમૂહ. દા.ત., સલ્ફેટ, નાઇટ્રેટ, ફૉસ્ફેટ, કાર્બોક્સિલેટ વગેરે. તેમના વીજભાર અનુસાર તેમને ધનમૂલક અથવા ઋણમૂલક કહે છે. કોઈ પણ તત્વના પરમાણુમાંથી એક અથવા વધુ ઇલેક્ટ્રૉન દૂર થતાં તે ધનમૂલક બને છે. દા.ત.,…

વધુ વાંચો >

મૅકમિલન, ઍડ્વિન મૅટિસન

મૅકમિલન, ઍડ્વિન મૅટિસન (McMillan, Edwin Mattison) (જ. 18 સપ્ટેમ્બર 1907, રિડૉન્ડો બીચ, કૅલિફૉર્નિયા; અ. 7 સપ્ટેમ્બર 1991, અલ સેરિટો, કૅલિફૉર્નિયા) : નૅપ્ચૂનિયમના શોધક અને 1951ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિક વિજેતા યુ.એસ.ના ભૌતિકવિજ્ઞાની. તેમણે શરૂઆતનું શિક્ષણ પૅસેડીના(કૅલિફૉર્નિયા)માં લીધેલું. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી બી.એસસી.ની, તે પછીના વર્ષે એમ.એસસી.ની…

વધુ વાંચો >

મૅક્સવેલનો રાક્ષસ

મૅક્સવેલનો રાક્ષસ (Maxwell’s Demon) : એક કાલ્પનિક બુદ્ધિશાળી જીવ (અથવા ક્રિયાત્મક રીતે તદનુરૂપ સાધન), જે પ્રત્યેક અણુને પારખી, તેની ગતિને અનુરૂપ પ્રતિક્રિયા કરી શકે છે. 1871માં જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના ઉલ્લંઘનની શક્યતા દર્શાવવા તેની કલ્પના કરી હતી. આ નિયમ મુજબ ઉષ્મા ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ કુદરતી રીતે…

વધુ વાંચો >

મેન્થૉલ

મેન્થૉલ (હેક્ઝાહાઇડ્રોથાયમોલ) : CH3C6H9(C3H7)OH સૂત્ર ધરાવતો એક ચક્રીય, સંતૃપ્ત, દ્વિતીયક ટર્પીન આલ્કોહૉલ. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : તેમાં ત્રણ અસમ કાર્બન પરમાણુઓ (ફૂદડી વડે દર્શાવેલા) છે. તેથી તે આઠ પ્રકાશક્રિયાશીલ સ્વરૂપમાં મળે છે. કુદરતમાં આ આઠ પૈકી માત્ર બે, l-મેન્થૉલ તથા d-નિયોમેન્થૉલ મળે છે. બાકીના સંશ્લેષણ દ્વારા મેળવી…

વધુ વાંચો >

મેન્દેલિયેવ, દમિત્રી ઇવાનોવિચ

મેન્દેલિયેવ, દમિત્રી ઇવાનોવિચ (જ. 8 ફેબ્રુઆરી 1834, તોબોલ્સ્ક, સાઇબીરિયા (રશિયા); અ. 2 ફેબ્રુઆરી 1907, સેંટ પીટર્સબર્ગ) : તત્વોના આવર્તક કોષ્ટક(periodic table)ને વિકસાવનાર રશિયન રસાયણશાસ્ત્રી. તેઓ શિક્ષક પિતા (વ્યાયામશાળાના નિયામક) અને પ્રભાવશાળી માતાનું 17મું (છેલ્લું) સંતાન હતા. તેમના પિતાને અંધાપો આવવાથી માતાએ આવક માટે 32 કિમી. દૂર એક કાચની ફૅક્ટરી ચલાવવા…

વધુ વાંચો >

મેરિફિલ્ડ (રૉબર્ટ) બ્રુસ

મેરિફિલ્ડ (રૉબર્ટ) બ્રુસ (જ. 15 જુલાઈ 1921, ફૉર્ટ વર્થ, ટેક્સાસ, યુ.એસ.; અ. 14 મે 2006, યુ.એસ.) : જીવરસાયણશાસ્ત્રી અને કેળવણીકાર. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ લૉસ એન્જેલસ(UCLA)માંથી 1943માં સ્નાતક થઈ 1943–44માં રસાયણશાસ્ત્રી તરીકે તથા 1948–49માં શિક્ષણ અને સંશોધન-સહાયક તરીકે કાર્ય કર્યું. 1949માં UCLAમાંથી જીવરસાયણમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ જ વર્ષે…

વધુ વાંચો >

મેલામાઇન

મેલામાઇન : રેઝિન બનાવવામાં ઉપયોગી સાયનુર્ટ્રાઇ-એમાઇડ(cynurtriamide) અથવા 2, 4, 6-ટ્રાઇએમિનો-S-ટ્રાયાઝીન નામનું રસાયણ. તેનું બંધારણ નીચે મુજબ છે : તે સફેદ રંગનો, એકનતાક્ષ (monoclinic) સ્ફટિકમય પદાર્થ છે તથા પાણીમાં સાધારણ દ્રાવ્ય, પરંતુ ઈથર, બેન્ઝિન, કાર્બનટેટ્રાક્લૉરાઇડમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં. 354° સે. છે. તે બાષ્પશીલ છે. મેલામાઇન બે રીતે બનાવી શકાય છે.…

વધુ વાંચો >

મેલેનિન (Melanin)

મેલેનિન (Melanin) : વિવર્ણ (albino) સિવાયનાં પૃષ્ઠવંશી પ્રાણીઓનાં ર્દષ્ટિપટલ, ચામડી, પીંછાં તથા વાળમાં રહેલું તપખીરિયા (બદામી) કાળા રંગનું જૈવિક વર્ણક (biological biochrome) રંગદ્રવ્ય (pigment). તે ટાયરૉસિનેઝ (tyrosinase) નામના ઉત્સેચક દ્વારા ટાયરોસીન(ઍમિનોઍસિડ)માંથી ઉદભવતો બહુલક પદાર્થ છે. ચોક્કસ પ્રકારના બાહ્ય ત્વચામાંના કોષો જેને મેલાનોફૉર અથવા મેલેનોસાઇટ કહે છે, તેમના દ્વારા આ મેલેનિન…

વધુ વાંચો >

મૅસ્ટિક

મૅસ્ટિક (Mastic અથવા Mastich) : મૅસ્ટિક વૃક્ષને કાપા પાડતાં તેમાંથી ઝરતું નરમ ઍરોમૅટિક રેઝિન. તે મુખ્યત્વે ધાતુઓ તથા ચિત્રકામોના રક્ષણ માટે ઉપયોગમાં લેવાતો પીળો વાર્નિશ બનાવવા વપરાય છે. અગાઉ તે ઘા ઉપર મલમપટ્ટા માટે પણ વપરાતું. ગરમ કરી ઘટ્ટ બનાવેલા અળસીના તેલ(linseed oil)ને મેગિલ્પ (megilp) કહે છે, જે રંગના માધ્યમ…

વધુ વાંચો >

મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી

મોઇસાં, (ફર્ડિનાન્ડ ફ્રેડરિક) હેન્રી (જ. 28 સપ્ટેમ્બર 1852, પૅરિસ; અ. 20 ફેબ્રુઆરી 1907, પૅરિસ) : વિખ્યાત ફ્રેંચ રસાયણશાસ્ત્રી. તેઓ ખૂબ ગરીબ ઘરમાંથી આવેલા. તેમણે તેમના અભ્યાસ માટે ખૂબ ઝૂઝવું પડેલું, પણ સંપત્તિવાન કુટુંબમાં લગ્ન થતાં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હતો. ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ 1886માં પૅરિસની સ્કૂલ…

વધુ વાંચો >