જ. પો. ત્રિવેદી
બૉશ, કાર્લ
બૉશ, કાર્લ (Bosch, Carl) (જ. 27 ઑગસ્ટ 1874, કોલોન, જર્મની; અ. 26 એપ્રિલ 1940, હાઇડલબર્ગ) : એમોનિયાના સંશ્લેષણ માટેની હેબર-બૉશ-પદ્ધતિ વિકસાવનાર ઔદ્યોગિક રસાયણવિદ. એન્જિનિયર પિતાના પુત્ર કાર્લે રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરી લાઇપઝિગમાંથી 1898માં ડૉક્ટરેટ મેળવી. બાડીશે એનિલિન ઉન્ડ સોડા ફૅબ્રિક (BASF) નામના રંગના કારખાનામાં 1899થી નોકરી શરૂ કરી અને 1902થી 1907…
વધુ વાંચો >બ્યૂટૅનૅન્ટ, એડૉલ્ફ (ફ્રેડરિક જોહાન)
બ્યૂટૅનૅન્ટ, એડૉલ્ફ (ફ્રેડરિક જોહાન) (જ. 24 માર્ચ 1903, બ્રેમરહેવન, જર્મની; અ. 1995) : લિંગ-અંત:સ્રાવોનું રસાયણશાસ્ત્ર વિકસાવનાર જર્મન કાર્બનિક રસાયણશાસ્ત્રી. પ્રાથમિક અભ્યાસ બ્રેમરહેવનમાં કર્યા બાદ તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ માર્બર્ગ તથા ગૉટ્ટિન્જન યુનિવર્સિટીમાં કરીને નોબેલ પારિતોષિકવિજેતા એડૉલ્ફ વિન્ડાસના હાથ નીચે સંશોધનકાર્ય શરૂ કર્યું. ગૉટ્ટિન્જનમાં 1927થી 1930 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીમાં વૈજ્ઞાનિક મદદનીશ…
વધુ વાંચો >બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ
બ્રાઉન, હર્બર્ટ ચાર્લ્સ (જ. 22 મે 1912, લંડન) : કાર્બનિક સંશ્લેષણમાં બોરોન તથા ફૉસ્ફરસ સંયોજનોના ઉપયોગને વિક્સાવનાર અમેરિકન રસાયણવિદ. મૂળ નામ હર્બર્ટ બ્રોવેર્નિક. હર્બર્ટ બ્રાઉન જન્મેલા લંડનમાં પણ તેમનું કુટુંબ 1914માં અમેરિકામાં વસાહતી તરીકે જતાં તેઓ ત્યાં સ્થાયી થયા. ખૂબ મુશ્કેલીઓમાં યુનિવર્સિટીનો અભ્યાસ પૂરો કરી 1936માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાંથી સ્નાતક…
વધુ વાંચો >બ્રૂન્સ્ટેડ, જૉહાન્સ નિકોલસ
બ્રૂન્સ્ટેડ, જૉહાન્સ નિકોલસ (જ. 22 ફેબ્રુઆરી 1879, વાર્ડે, ડેન્માર્ક; અ. 17 ડિસેમ્બર 1947, કોપનહેગન) : રસાયણશાસ્ત્રમાં અત્યંત ઉપયોગી એવો ઍસિડ-બેઝ ખ્યાલ વિકસાવનાર ડેનિશ રસાયણજ્ઞ. સિવિલ એન્જિનયરના પુત્ર જૉહાન્સ નિકોલસે 1899માં રાસાયણિક ઇજનેરીની પદવી મેળવી અને કોપનહેગન યુનિવર્સિટીમાંથી 1908માં રસાયણની ડૉક્ટરેટ મેળવી. તે અરસામાં જ તેઓ ભૌતિક અને અકાર્બનિક રસાયણના પ્રાધ્યાપક…
વધુ વાંચો >બ્રૂન્સ્ટેડ-લૉરી સિદ્ધાંત
બ્રૂન્સ્ટેડ-લૉરી સિદ્ધાંત : ડેન્માર્કના જોહાન્સ નિકોલસ બ્રૂન્સ્ટેડ અને ઇંગ્લૅન્ડના થૉમસ માર્ટિન લૉરીએ 1923માં રજૂ કરેલો ઍસિડ અને બેઝ અંગેનો પ્રોટૉન-સ્થાનાંતરણ (proton-transfer) સિદ્ધાંત. તે અગાઉ અર્હેનિયસની વ્યાખ્યા મુજબ, ઍસિડ એવું સંયોજન ગણાતું કે જે દ્રાવણમાં વિયોજન પામીને હાઇડ્રોજન આયન (H+) આપે; જ્યારે બેઝ એવું સંયોજન ગણાતું જે હાઇડ્રૉક્સિલ આયન (OH–) આપે.…
વધુ વાંચો >બ્લૅક, જૉસેફ
બ્લૅક, જૉસેફ (જ. 16 એપ્રિલ 1728, બોર્ડોફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1799, એડિનબરો) : બ્રિટિશ દાક્તર, રસાયણવિદ અને ભૌતિકશાસ્ત્રી. વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માના શોધક. રાસાયણિક તર્કશાસ્ત્રના પ્રણેતા. તેઓ દારૂના વેપારીના પુત્ર હતા. તેમણે તેમનું શિક્ષણ બેલફાસ્ટ, ગ્લાસગો તથા એડિનબરોમાં લીધું હતું. છેવટે તેમણે ઔષધવિદ્યા(medicine)નો અભ્યાસ કર્યો. એમ.ડી.ની ડિગ્રી માટેનું તેમનું…
વધુ વાંચો >ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ heavy water)
ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ, heavy water) : સામાન્ય પાણી(H2O)માંના હાઇડ્રોજન(1H)નું તેના એક ભારે સમસ્થાનિક (isotope) ડ્યૂટેરિયમ (D અથવા 2H) વડે પ્રતિસ્થાપન થતાં મળતા પાણીનું એક રૂપ (form). સંજ્ઞા D2O અથવા 2H2O. આવર્તક કોષ્ટકમાં આવેલા સ્થાયી (બિનરેડિયોધર્મી, non-radioactive) સમસ્થાનિકોનાં યુગ્મો પૈકી 1H અને 2H વચ્ચે દળનો તફાવત પ્રમાણમાં સૌથી વધુ (એકના…
વધુ વાંચો >ભેજદ્રવન
ભેજદ્રવન (deliquescence) : કેટલાક સ્ફટિકીય ઘન પદાર્થો દ્વારા હવામાંના ભેજને શોષી લઈ અંતે (સંતૃપ્ત) દ્રાવણ બનાવવાનો ગુણધર્મ. કેટલાક ઘન પદાર્થો આ અસર તુરત જ દર્શાવે છે. જ્યારે કેટલાક આ પ્રકારની અસર બિલકુલ દર્શાવતા નથી. કૅલ્શિયમ ક્લોરાઇડ (CaCl2), ફેરિક ક્લોરાઇડ (FeCl3), કૅલ્શિયમ નાઇટ્રેટ [Ca(NO3)2], મૅગ્નેશિયમ ક્લોરાઇડ (MgCl2), સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (NaOH) અને…
વધુ વાંચો >ભેજસ્રવન
ભેજસ્રવન (efflorescence) : હવામાં ખુલ્લા રખાતા જલયોજિત (hydrated) ઘન પદાર્થો દ્વારા તેમાં સંયોજિત પાણીના અણુઓને બાષ્પ રૂપે ગુમાવવાનો ગુણધર્મ. જ્યારે ઘન-પદાર્થની સપાટી ઉપરની જળબાષ્પનું આંશિક દબાણ (પદાર્થનું વિયોજન દબાણ) હવામાં રહેલી જળ-બાષ્પના આંશિક દબાણ કરતાં વધુ હોય ત્યારે આ ઘટના જોવા મળે છે. સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) અને ગ્લોબર-ક્ષાર (Na2SO4·10H2O)…
વધુ વાંચો >મધુરકો
મધુરકો : ખાંડ (સૂક્રોઝ) કરતાં વધુ ગળપણવાળા કુદરતી અથવા સંશ્લેષિત પદાર્થો. મધુરકોના મુખ્યત્વે બે વિભાગ છે : (અ) પોષક (nutritive) મધુરકો તથા (બ) બિનપોષણક્ષમ (non-nutritive) મધુરકો. પોષક મધુરકોમાં શેરડીની ખાંડ, ફળોની શર્કરાઓ, મધ વગેરેનો સમાવેશ થાય છે. બિનપોષણક્ષમ મધુરકોનું ગળપણ ખાંડના મુકાબલે ઘણું વધુ હોવા છતાં તેનું કૅલરી-મૂલ્ય નહિવત્ હોય…
વધુ વાંચો >