જ. પો. ત્રિવેદી
નાઇટ્રોજનના ઑક્સાઇડો
નાઇટ્રોજનના ઑક્સાઇડો : નાઇટ્રોજનનાં ઑક્સિજન સાથેનાં રાસાયણિક સંયોજનો. હવામાં આ બંને તત્વો હાજર હોવા છતાં સીધાં જોડાઈ શકતાં નથી; પરંતુ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંયોજાય છે. નાઇટ્રોજનના અનેક ઑક્સાઇડ જાણીતાં છે. નીચેના કોષ્ટકમાં જાણીતા ઑક્સાઇડ તેમનાં બંધારણો તથા બનાવવાની રીતો તથા પ્રત્યેકના ઉપચયન-આંક દર્શાવ્યા છે. નાઇટ્રસ ઑક્સાઇડ તથા નાઇટ્રિક ઑક્સાઇડ :…
વધુ વાંચો >નાઇટ્રોનિયમ આયન
નાઇટ્રોનિયમ આયન : નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડનાં મિશ્રણોમાં તથા નાઇટ્રોજન ઑક્સાઇડોના નાઇટ્રિક ઍસિડમાંના દ્રાવણમાં જોવા મળતો NO2+ આયન. બેન્ઝિનનું સંકેન્દ્રિત સલ્ફ્યુરિક તથા નાઇટ્રિક ઍસિડના મિશ્રણ વડે નાઇટ્રેશન કરવા દરમિયાન એવું જણાયું છે કે બેન્ઝિન બંનેમાંથી કોઈ પણ એક ઍસિડ સાથે પ્રક્રિયા ન કરતાં એક જુદા જ મધ્યવર્તી NO2+ સાથે પ્રક્રિયા…
વધુ વાંચો >નાઇટ્રોપૅરેફિન
નાઇટ્રોપૅરેફિન : ઍલિફૅટિક સંયોજનોમાં ઊંચા ઉ. બિં. તથા ઊંચી આણ્વીય ધ્રુવીયતા ધરાવતાં નાઇટ્રોસંયોજનોની શ્રેણી. પ્રોપેનનું 400° સે. તાપમાન તથા 1034 કિ. પાસ્કલ(kPa) (11 કિગ્રા. બ./સેમી.2) દબાણે પ્રત્યક્ષ નાઇટ્રેશન કરીને વ્યાપારી ધોરણે નાઇટ્રોપૅરેફિન મેળવાય છે. કેટલાંક નાઇટ્રોપૅરેફિનનાં ઉ. બિં. આ પ્રમાણે છે : નાઇટ્રોમિથેન, 101° સે. ; નાઇટ્રોઇથેન, 114° સે. ;…
વધુ વાંચો >નાઇટ્રોબેન્ઝિન
નાઇટ્રોબેન્ઝિન : આછા પીળા રંગનું મધુર પણ કડવી સુગંધવાળું તૈલી પ્રવાહી. તેનું ઉ. બિં. 210.9° સે., ગ. બિં. 5.6° સે. તથા ઘનતા 1.1987 છે. બેન્ઝિનનું નાઇટ્રિક ઍસિડ તથા સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણ દ્વારા નાઇટ્રેશન કરવાથી તે મળે છે. તેનું અણુસૂત્ર C6H5NO2 તથા બંધારણીય સૂત્ર છે : નાઇટ્રોબેન્ઝિન વિસ્થાપન પ્રક્રિયાઓ દર્શાવે છે,…
વધુ વાંચો >નેઈમી, મિખાઈલ
નેઈમી, મિખાઈલ (જ. 22 નવેમ્બર 1889, બિસ્કિન્ટા, લૅબેનોન; અ. 28 ફેબ્રુઆરી 1988, બૈરુત, લૅબેનોન) : જાણીતા અરબી ચિંતક અને લેખક. તેઓ અરબી ભાષાની રશિયન સ્કૂલમાં બિસ્કિન્ટામાં તથા ત્યારબાદ નાઝારેથની રશિયન ધર્મશિક્ષાલય(seminary)માં 1902થી 1906 સુધી અભ્યાસ કર્યા બાદ પોલ્ટાવા(યુક્રેન)માં થિયૉલૉજિકલ સેમિનરીમાં ભણ્યા (1906–11). અમેરિકામાં વૉશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક થયા બાદ…
વધુ વાંચો >પાણી
પાણી પૃથ્વી ઉપરનું સૌથી વધુ અગત્યનું અને જીવન-આવશ્યક પ્રવાહી. હિન્દુ માન્યતા પ્રમાણે પાણી પંચમહાભૂતો પૈકીનું એક તત્વ છે. ભારતીય પુરાણો મુજબ સૌપ્રથમ જળ ઉત્પન્ન થયું અને તેમાંથી આખી સૃષ્ટિ ઉદભવી. પૃથ્વી પર આવેલાં મહાસાગરો (oceans), સમુદ્રો (seas), નદીઓ, સરોવરો, બરફ, ભૂગર્ભજળ (~4,000 મી. ઊંડાઈ સુધીનું) વગેરેમાં સમાયેલા પાણીને પૃથ્વીનું જલાવરણ…
વધુ વાંચો >પાણીનું પ્રદૂષણ
પાણીનું પ્રદૂષણ : સમુદ્રના પાણી સિવાયના પાણીનો ભાગ ખેતી તથા ઉદ્યોગમાં, પીવા વગેરેમાં વપરાય છે. વિશ્વની વસ્તીમાં થતો સતત વધારો તથા વધતું જતું ઔદ્યોગિકીકરણ – આ બંને કારણોસર પાણીની માંગ ઉત્તરોત્તર વધતી જાય છે અને જે અનુપાત(ratio)માં આ બંનેમાં વધારો થઈ રહ્યો છે તેના પ્રમાણમાં જળ-પ્રદૂષણ ઘણું પ્રમાણબહાર વધતું જાય…
વધુ વાંચો >પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology)
પારિસ્થિતિકી (પરિસ્થિતિવિજ્ઞાન) (ecology) : જીવો- (organisms)ના અંદરોઅંદરના, વિભિન્ન જીવો વચ્ચેના, તથા જીવો અને તેમના પર્યાવરણ (environment) વચ્ચેનાં સજીવ તેમજ નિર્જીવ પાસાંઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ. તેને પર્યાવરણીય જીવશાસ્ત્ર (environmental biology) પણ કહે છે. જીવો અને પર્યાવરણ સાથેના તેમના સંબંધ તરફ 19મા સૈકાના અંતભાગમાં વધુ ધ્યાન આકર્ષિત થયું. પ્રદૂષણ (pollution) અને ઔદ્યોગિક…
વધુ વાંચો >પાશ્ચર લુઇ
પાશ્ચર, લુઇ (જ. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; અ. 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય…
વધુ વાંચો >પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ ટ્રાયનાઇટ્રોફીનૉલ નાઇટ્રોઝેન્થિક ઍસિડ કાર્બેઝૉટિક ઍસિડ ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH)
પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ, ટ્રાયનાઇટ્રોફીનૉલ, નાઇટ્રોઝેન્થિક ઍસિડ, કાર્બેઝૉટિક ઍસિડ, ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH) : ઉગ્રપણે સ્ફોટક નાઇટ્રો-સંયોજન. ફીનૉલને સંકેન્દ્રિત સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરતાં ફીનોલ સલ્ફૉનિક ઍસિડ મળે છે. તેના નાઇટ્રેશન દ્વારા પિક્રિક ઍસિડ મળે છે. તે પીળાશ પડતો સ્ફટિકમય પદાર્થ છે. તે પાણી, આલ્કોહૉલ, બેન્ઝિન, ઈથર વગેરેમાં દ્રાવ્ય છે. સ્વાદમાં…
વધુ વાંચો >