જ્યોતીન્દ્ર ન. દેસાઈ

યુબીવી પટ્ટ [UBV bands]

યુબીવી પટ્ટ [UBV bands] : અલ્ટ્રાવાયોલેટ (ultraviolet), વાદળી (blue), ર્દશ્ય (visual) પટ. તારાઓની તેજસ્વિતા તેમના તેજાંક (magnitudes) દ્વારા દર્શાવાય છે. જેમ તેજસ્વિતા વધુ, તેમ તેજાંક નાનો. સૌથી વધુ તેજસ્વી જણાતા વ્યાધના તારાનો ર્દશ્ય તેજાંક  1.47 છે, જ્યારે નરી આંખે અંધારા આકાશમાં માંડ જોઈ શકાતા ઝાંખા તારાઓનો તેજાંક આશરે + 6…

વધુ વાંચો >

યુ મિથુન તારક (U Geminorium)

યુ મિથુન તારક (U Geminorium) : મિથુન રાશિ(Gemini)માં આવેલ તારો. આ તારો વિસ્ફોટક પ્રકારનો તેજવિકાર દર્શાવે છે; અને આ પ્રકારનો તેજવિકાર દર્શાવતા તારાઓને આ તારાના નામ પરથી યુ જેમિનોરિયમ (U Geminorium) વર્ગના તારા તરીકે ઓળખાવાય છે. આ વર્ગને વામન નોવા (dwarf nova) તરીકે પણ ઓળખાવાય છે. સામાન્ય રીતે આ પ્રકારના…

વધુ વાંચો >

યુરેનસ (Uranus)

યુરેનસ (Uranus) : સૌરમંડળનો વિરાટકાય ગ્રહ. સૌરમંડળના આંતરિક ચાર, નાના ખડકાળ ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ પછી ચાર વિરાટકાય વાયુમય ગ્રહો ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચૂન આવે છે. (પ્લૂટો આ બધામાં અલગ પડી જાય છે). શનિ સુધીના પાંચ ગ્રહો તો નરી આંખે સહેલાઈથી દેખી શકાય છે અને તે તો…

વધુ વાંચો >

રંગ અને રંગમાપન

રંગ અને રંગમાપન (colour, measurement of colour and colorimetry) : દૃદૃશ્ય પ્રકાશ માટેનું આંખનું સંવેદનાતંત્ર. રંગની સંવેદના : નેત્રપટલની અંદર આવેલ બે પ્રકારના કોષોને કારણે સંવેદના થાય છે. એક પ્રકારના કોષો  નળાકાર કોષો (rods) ઝાંખા પ્રકાશમાં સંવેદનશીલ હોવાથી, સંધ્યાસમયે અને ઝાંખા પ્રકાશમાં તેમની સંવેદના દ્વારા પદાર્થોને જોઈ શકાય છે; પરંતુ…

વધુ વાંચો >

રંગકેન્દ્રો (colour centres)

રંગકેન્દ્રો (colour centres) : ઘન પદાર્થોના સ્ફટિક સ્વરૂપમાં તેમના પરમાણુઓની નિયમિત અને કેટલીક નિશ્ચિત ભૌમિતિક રચના. તે અનુસાર પરમાણુઓ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. તે રચનાઓને lattice structures કહેવાય છે. ઉદાહરણ તરીકે મીઠા(NaCl)ના સ્ફટિકમાં, તેનાં Na અને Cl પરમાણુઓ (વધુ ચોકસાઈથી કહીએ તો આયનો) વારાફરતી એક ઘનચતુષ્કોણ (cubic) સ્વરૂપનું lattice…

વધુ વાંચો >

રંગતાપમાન (colour temperature)

રંગતાપમાન (colour temperature) : વિકિરણના રંગના આધારે તાપમાન માપવા માટેનો અભ્યાસ. દૂરના પદાર્થોનું તાપમાન, તેમના દ્વારા ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણોના વર્ણપટના અભ્યાસ દ્વારા તારવી શકાય છે. ભૌતિકવિજ્ઞાનમાં Wienના નિયમ તરીકે જાણીતા એક નિયમ અનુસાર, પદાર્થના તાપમાન (K) અને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણોની મહત્તમ માત્રા માટેની તરંગલંબાઈ lm વચ્ચે λmT = અચળાંક …

વધુ વાંચો >

રંગાવરણ

રંગાવરણ : સૂર્યના શ્યબિંબના તેજાવરણ ઉપર આવેલ એક પાતળું સ્તર. સૂર્યના દૃશ્યબિંબની જે સપાટી દેખાય છે તે તેનું તેજાવરણ અર્થાત્ photosphere કહેવાય છે. આ તેજાવરણની ઉપર આવેલ એક પાતળું સ્તર તે રંગાવરણ એટલે કે chromosphere સૂર્યના કેન્દ્રથી તેજાવરણની સપાટી સાત લાખ કિમી.ના અંતરે છે, પરંતુ તેની ઉપર આવેલ આ રંગાવરણના…

વધુ વાંચો >

રાશિચક્ર (astronomical, ખગોલીય) :

રાશિચક્ર (astronomical, ખગોલીય) : પૃથ્વીની આસપાસ વર્તુળસ્વરૂપે દેખાતો તારાઓનો સમૂહ. બાર તારાસમૂહોનો પટ્ટો, જેમાં થઈને સૂર્યનો માર્ગ પસાર થાય છે. સૂર્ય ફરતે પૃથ્વીની કક્ષાના સમતલને ક્રાંતિતલ એટલે કે ecliptic plane કહેવાય છે અને આ ક્રાંતિતલ આકાશી ગોલકને જે વર્તુળાકારમાં છેદે તે ક્રાંતિવૃત્ત કહેવાય. જો પૃથ્વી પરથી તારાઓના સંદર્ભે સૂર્યનું સ્થાન…

વધુ વાંચો >

રાશિવૃત્ત પ્રકાશ

રાશિવૃત્ત પ્રકાશ : સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડાક સમયે ક્ષિતિજ આગળ દેખાતી ઝાંખા પ્રકાશની દીપ્તિ. જો આકાશ પ્રમાણમાં સ્વચ્છ અને શહેરી પ્રકાશથી મુક્ત હોય, તો, અંધારિયા આકાશમાં સૂર્યાસ્ત પછી આશરે એક કલાક બાદ થોડા સમય માટે પશ્ચિમ ક્ષિતિજથી ઉપરની તરફ વિસ્તરેલ એક ઝાંખા પ્રકાશિત ‘સ્તંભ’ જેવી રચના સર્જાતી જણાય…

વધુ વાંચો >

રેડિયોસ્રોતો

રેડિયોસ્રોતો : રેડિયોતરંગો જેવાં મોટી તરંગલંબાઈવાળા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્સર્જન કરતા સ્રોત. તારાઓ તેમજ અન્ય ખગોળીય ઊર્જાસ્રોતો પ્રકાશી તરંગો ઉપરાંત એક્સ-કિરણો, પારજાંબલી, ઇન્ફ્રારેડ તેમજ રેડિયોતરંગો જેવા વીજચુંબકીય વર્ણપટના અન્ય વિસ્તારોમાં પણ ઉત્સર્જન કરે છે. પરંતુ આમાંના કેટલાક સ્રોતો એવા વિશિષ્ટ પ્રકારના છે કે જે તેમની ઊર્જાનું વિપુલ પ્રમાણમાં ઉત્સર્જન રેડિયોતરંગોના વિસ્તારમાં…

વધુ વાંચો >