જ્યોતિ ભટ્ટ

ભટ્ટ, માર્કંડ

ભટ્ટ, માર્કંડ (જ. 1915, ભાવનગર, ગુજરાત; અ. 5 ફેબ્રુઆરી 2016, વડોદરા) : ગુજરાતના કલાગુરુ અને ચિત્રકાર. ભારતનાં કલા-મહાવિદ્યાલયોમાં આગવું અને મોખરાનું સ્થાન ધરાવનાર વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સને વિકસાવવામાં તેમણે પાયાના સ્તરે સિંહફાળો આપેલ છે. 1927થી 1933 દરમિયાન ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ’ નામની સંસ્થામાં સોમાલાલ શાહના હાથ નીચે ચિત્રકલામાં…

વધુ વાંચો >

મુદ્રણક્ષમ કલા

મુદ્રણક્ષમ કલા (graphic prints) : નિજી કલાત્મક અભિવ્યક્તિ માટે કલાકારો દ્વારા જાતે કરવામાં આવતી મુદ્રણપ્રક્રિયા. ચિત્ર અને શિલ્પ જેવી કલાકૃતિઓ અનન્ય હોય છે અને તેથી સામાન્ય રીતે તેની પ્રતિકૃતિ શક્ય નથી; પરંતુ કલાકાર મુદ્રણપ્રક્રિયા વડે જાતે રચેલી પોતાની કલાકૃતિની એકથી વધુ કૃતિઓ પ્રયોજી શકે છે અને તેને મુદ્રણક્ષમ કલા કહે…

વધુ વાંચો >

સાંજી (સાંઝી)

સાંજી (સાંઝી) ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે. ઉત્તર…

વધુ વાંચો >