જૈમિન વિ. જોશી
વાઇરૉઇડ
વાઇરૉઇડ : વિરિયોન (વાઇરસનું ચેપકારક સૂક્ષ્મકણ) કરતાં સરળ રચના ધરાવતા કણો. આ કણો RNAના અત્યંત ટૂંકા ખંડ સ્વરૂપે હોય છે. તેઓ સૌથી સૂક્ષ્મ વાઇરસના કરતાં દશમા ભાગ જેટલા હોય છે. વાઇરૉઇડના RNAના ખંડો નગ્ન હોય છે. તેમની ફરતે પ્રોટીનનું આવરણ (capsid) હોતું નથી. વાઇરસની જેમ વાઇરૉઇડનો જૈવિક દરજ્જો નિશ્ચિત છે.…
વધુ વાંચો >વિવિધતા (જૈવ-વનસ્પતિ)
વિવિધતા (જૈવ-વનસ્પતિ) જૈવ પરિમંડળ(biosphere)માં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિઓ. સજીવ સૃદૃષ્ટિમાં વનસ્પતિઓ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. વનસ્પતિસૃદૃષ્ટિ પ્રમાણમાં મોટી હોય છે અને લગભગ ત્રણ લાખ જેટલી વનસ્પતિઓનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. તેમાંથી 2.6 લાખ જેટલી વનસ્પતિઓની ઓળખવિધિ પૂર્ણ થઈ છે અને લગભગ દોઢ લાખ જેટલી ફૂગ, દગડફૂલ તથા…
વધુ વાંચો >સપુષ્પ (phanerogam) વનસ્પતિ
સપુષ્પ (phanerogam) વનસ્પતિ : પુષ્પ ધારણ કરતી વનસ્પતિ. તેઓ બહુકોષી, મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ ધરાવતી વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓમાં બીજાણુજનક (sporophyte) અવસ્થા મુખ્ય અને જન્યુજનક (gametophyte) અવસ્થા અલ્પવિકસિત (reduced) હોય છે. તેઓ વિષમબીજાણુક (heterosporous) વનસ્પતિઓ છે અને ફલનની ક્રિયા પછી બીજનિર્માણ કરતી હોવાથી તેમને બીજધારી (Spermatophyta) વનસ્પતિઓ પણ કહે…
વધુ વાંચો >સમસ્થિતતા (homeostastis)
સમસ્થિતતા (homeostastis) : જૈવિક તંત્રનું બાહ્ય કે આંતરિક પર્યાવરણીય ફેરફારો સામે અવરોધ કરી સંતુલન-અવસ્થામાં રહેવાનું વલણ. સજીવના આંતરિક પર્યાવરણની ગતિશીલ અચળતાની જાળવણી કે સ્થાયી સ્થિતિને સમસ્થિતતા કહે છે. સમસ્થિતતા સજીવનો મૂળભૂત ગુણધર્મ છે. ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઇડ, ક્ષારો અને હાઇડ્રોજન-આયનોની સાંદ્રતા; તાપમાનમાં ફેરફારો અને પ્રકાશની ગુણવત્તા અને તીવ્રતામાં ફેરફારો જેવા બાહ્ય…
વધુ વાંચો >સમુદ્ર (Seas) (વૈજ્ઞાનિક સંદર્ભમાં)
સમુદ્ર (Seas) (વૈજ્ઞાનિક સંદર્ભમાં) : ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળવિસ્તાર. પૃથ્વી ઉપર 71 % વિસ્તાર જળજથ્થાનો મહાસાગરો અને સમુદ્રોનો તથા બાકીનો 29 % જેટલો ભૂમિખંડોથી બનેલો છે. ખારા પાણીના આ અફાટ વિસ્તારને સમુદ્રશાસ્ત્રીઓએ ચાર મુખ્ય વિભાગોમાં વહેંચ્યો છે : (1) પૅસિફિક, (2) આટલાંટિક, (3) હિંદી મહાસાગર અને…
વધુ વાંચો >સમુદ્ર-સંગ્રહાલય (oceanarium)
સમુદ્ર–સંગ્રહાલય (oceanarium) : સમુદ્રી જીવોનું સંગ્રહસ્થાન. સમુદ્ર-સંગ્રહાલયની વિવિધતા અને વિપુલતા તેના જીવ-પરિમંડલ (biosphere) પર આધારિત છે. સામુદ્રિક પર્યાવરણ તેના જીવ-પરિમંડલની રચનામાં મહત્વનો ભાગ ભજવે છે. પાણીની ઊંડાઈને અનુલક્ષીને પ્રાણીઓ પોતાના સ્તરો રચે છે. આ સ્તરોનાં પર્યાવરણીય લક્ષણો એકબીજાંથી તદ્દન ભિન્ન હોય છે. આ સ્તરો મુજબ ચાર પ્રકારના આવાસો (habitat) રચે…
વધુ વાંચો >સંતતિઓનું એકાંતરણ
સંતતિઓનું એકાંતરણ : વનસ્પતિઓના જીવનક્રમ દરમિયાન બીજાણુજનક (sporophyte) અને જન્યુજનક (gametophyte) અવસ્થાઓ(સંતતિઓ)નું એકાંતરણ. યુગ્મનજ (zygote) અવસ્થાથી શરૂ થઈ અર્ધસૂત્રીભાજન (meiosis) સુધીની વનસ્પતિની અલિંગી અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહે છે. આ અવસ્થામાં દ્વિગુણિત (diploid) કોષોમાં રંગસૂત્રોની સંખ્યા બેગણી હોય છે અને પ્રજનન સમયે તેઓ અર્ધસૂત્રીભાજન દ્વારા એકગુણિત (haploid, કોષમાં રંગસૂત્રોની સંખ્યા એકગણી)…
વધુ વાંચો >સાઇઝીયેસી (Schizaeaceae)
સાઇઝીયેસી (Schizaeaceae) : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા અથવા ફિલિકોપ્સિડા વર્ગમાં આવેલા ગોત્ર ફિલિકેલ્સનું એક કુળ. તે વિભિન્ન સ્વરૂપો ધરાવતા ભૌમિક હંસરાજનું બનેલું છે. કેટલીક જાતિઓ તૃણ જેવી અને બીજી કેટલીક લાંબી પર્ણારોહી હોય છે; દા.ત., Lygodium પ્રકાંડ ભૂપ્રસારી હોય છે અથવા ભૂમિગત રોમ કે શલ્કો વડે આચ્છાદિત ગાંઠામૂળી(rhizome)નું બનેલું હોય છે;…
વધુ વાંચો >સાએથિયેસી
સાએથિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ટેરોપ્સિડા વર્ગના ગોત્ર ફિલિકેલ્સમાં આવેલું વૃક્ષસ્વરૂપી હંસરાજ ધરાવતું કુળ. આ કુળનાં વૃક્ષ ક્યારેક 20 મી.થી 25 મી.ની ઊંચાઈ ધરાવે છે. Cyathea medullaris ન્યૂઝીલૅન્ડમાં નૈસર્ગિક રીતે થાય છે અને 6 મી.થી 15 મી. ઊંચાઈ ધરાવે છે. પ્રકાંડ અશાખિત હોય છે. ક્યારેક તે એક વાર દ્વિશાખી બને છે.…
વધુ વાંચો >સાયકેડેલ્સ
સાયકેડેલ્સ : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગમાં આવેલા સાયકેડોપ્સીડા વર્ગનું એક જીવંત અને અશ્મીભૂત વનસ્પતિઓ ધરાવતું ગોત્ર. એવું માનવામાં આવે છે કે સાયકેડેલ્સની ઉત્પત્તિ સંભવત: સાયકેડોફિલિકેસમાંથી કાર્બનિફેરસ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં થઈ છે. જોકે કેટલાક અશ્મીવિજ્ઞાનીઓ આ વિચાર સાથે સંમત થતા નથી. તેનાં અશ્મીભૂત સ્વરૂપો 20 કરોડ વર્ષ પહેલાં મધ્યજીવી કલ્પ(Mesozoic Era)માં પ્રભાવી…
વધુ વાંચો >