જિગીશ દેરાસરી
રંગ અને વાર્નિશ-ઉદ્યોગ
રંગ અને વાર્નિશ-ઉદ્યોગ : દીવાલો, ધાતુઓ તથા લાકડાની બનેલી વસ્તુઓ વગેરેના પૃષ્ઠ ભાગને સુશોભન સાથે આરક્ષણ બક્ષતાં વિવિધ પ્રકારનાં આચ્છાદનોને લગતો ઉદ્યોગ. તેમાં રંગ ઉપરાંત વાર્નિશ અને પ્રલાક્ષ(lacquer)નો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રંગ અથવા પેઇન્ટ એ પાતળા પ્રવાહીથી માંડીને અર્ધઘન (semisolid), લાહી (લેપ) (paste) જેટલી શ્યાનતા (viscosity) ધરાવતું…
વધુ વાંચો >રંગક-ઉદ્યોગ (dyestuff industry)
રંગક-ઉદ્યોગ (dyestuff industry) : રંગકોનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. રંગક એ વસ્તુને રંગીનતા બક્ષતું કુદરતી તથા રાસાયણિક સંયોજન છે. સંસ્કૃતિના આરંભકાળથી જ મનુષ્ય ઝાડની છાલ, ફળ, ફૂલ, પાંદડાં, મૂળિયાં, કેસર, ગળી, મેંદી, કીટાણુઓ, શેલ-માછલી વગેરેમાંથી તૈયાર કરેલ કુદરતી રંગો કાપડ, કાગળ, રબર, ચામડું, શાહી, ખાદ્ય પદાર્થો વગેરેને રંગીન કરવા તેમજ સુશોભિત…
વધુ વાંચો >રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) :
રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) : મુંબઈ રાજ્યના વિભાજન સાથે જ 1 મે, 1960ના રોજ ગુજરાતના પરિવહન માટે સ્થપાયેલું નિગમ. ગુજરાત રાજ્યના શક્ય તેટલા વધુ વિસ્તારોને આવરી લઈ જનતાને કિફાયત દરે માર્ગ પરિવહનસેવા પૂરી પાડવાની તેની નેમ રહી છે. તે માટે નિગમનો 9,000થી વધુ બસોનો કાફલો 16,250થી વધુ માર્ગો…
વધુ વાંચો >રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા
રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા : ભારતની મધ્યસ્થ બૅંક. તેની સ્થાપના રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા અધિનિયમ 1934 હેઠળ 1935માં થઈ હતી. ભારતના બૅંકિંગ-ક્ષેત્રમાં તે ટોચની બૅંકનું બિરુદ ધરાવે છે. દરેક દેશ પોતાની નાણાકીય વ્યવસ્થા માટે તથા તેનું સંચાલન કરવા માટે એક મધ્યસ્થ બૅંકની સ્થાપના કરે છે. આ બૅંકનાં મહત્વનાં કાર્યોમાં ચલણ…
વધુ વાંચો >રેલવે (રેલમાર્ગ)
રેલવે (રેલમાર્ગ) બે સમાંતર પાટા પર સ્વયંસંચાલિત યંત્ર વડે પરિવહન માટે તૈયાર કરેલો કાયમી માર્ગ. આ માર્ગોની વિશિષ્ટતા તેનો સુખાધિકાર (right of way) છે. સાર્વજનિક રસ્તાની માફક જનતા તેનો ઉપયોગ કરી શકતી નથી. તેને આનુષંગિક સઘળી અસ્કામતો જેવી કે સ્ટેશનો, કારખાનાં, એન્જિનો, કોચ, વૅગનો વગેરેની પણ તે માલિકી ધરાવે છે.…
વધુ વાંચો >રેશમ-ઉદ્યોગ
રેશમ-ઉદ્યોગ : રેશમના રેસાઓમાંથી કાપડનું ઉત્પાદન કરતો વ્યવસાય. રેશમ એક મજબૂત ચળકતો રેસો છે. તેના આકર્ષક દેખાવને લીધે તેને ‘રેસાની રાણી’ કહેવામાં આવે છે. કુદરતી રેસાઓમાં એ રેસો કેટલાક પ્રકારના પોલાદના તાર કરતાં પણ વધુ મજબૂત હોય છે. તેની વધુ પડતી સ્થિતિસ્થાપકતા તેને તનન (stretching) પછી મૂળ સ્થિતિમાં પરત લાવે…
વધુ વાંચો >રૉકફેલર, જૉન ડેવિસન
રૉકફેલર, જૉન ડેવિસન (જ. 8 જુલાઈ 1839, રિયફોર્ક, ન્યૂયૉર્ક, અ. 23 મે 1937, ફ્લૉરિડા) : અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને માનવપ્રેમી તથા સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીના સ્થાપક. શિક્ષણ ક્લીવલૅન્ડની સાર્વજનિક શાળાઓમાં. ધંધાકીય શિક્ષણ પણ ક્લીવલૅન્ડમાં. 16 વર્ષની વયે ક્લીવલૅન્ડની એક દલાલી પેઢીમાં કારકુન, ખજાનચી અને મુનીમ તરીકે જોડાયા. 1859માં મોરિસ બી. ક્લાર્કની…
વધુ વાંચો >રૉકફેલર (જૂનિયર), જૉન ડેવિસન
રૉકફેલર (જૂનિયર), જૉન ડેવિસન (જ. 29 જાન્યુઆરી 1874, ક્લીવલૅન્ડ, ઓહાયો, યુ.એસ.; અ. 11 મે 1960, ટક્સન, ઍરિઝોના) : અમેરિકાના અગ્રણી ઉદ્યોગપતિ, લોકહિતૈષી અને દાનવીર. અમેરિકાના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને દાનવીર પિતા જૉન ડેવિસન (સીનિયર) અને માતા લૉરા સ્પેલમૅનના એકના એક પુત્ર. 1897માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી પિતાના ઔદ્યોગિક સામ્રાજ્યમાં…
વધુ વાંચો >લઘુ ઉદ્યોગ
લઘુ ઉદ્યોગ મહદ્અંશે એક કરોડ રૂપિયાનું સ્વમાલિકીનું નિમ્ન મૂડીરોકાણ ધરાવતો ઉદ્યોગ. તે બજાર પર પ્રભાવ પાડવાની કોઈ ક્ષમતા ધરાવતો નથી. લઘુ-ઉદ્યોગની કલ્પના સાથે આપણી સમક્ષ પાપડ, અથાણાં વગેરે ગૃહઉદ્યોગ, કપ-રકાબી, બૂટ-ચંપલ, સાબુ, ડિટરજન્ટ, કાપડ, તૈયાર વસ્ત્રો, રબર અને પ્લાસ્ટિકની ચીજો, રંગો, રસાયણોથી માંડીને અદ્યતન તકનીકીનો ઉપયોગ કરીને ટેલિવિઝન, કમ્પ્યૂટર તેમજ…
વધુ વાંચો >લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ
લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ (જ. 1818, અમદાવાદ; અ. 1889) : ગુજરાતના અગ્રણી વ્યાપારી, ઉદ્યોગપતિ અને દાનવીર. ગુજરાતી ભાષાનો જરૂરિયાત પૂરતો અભ્યાસ કર્યા પછી સાહસિક વૃત્તિને અનુસરીને 1935માં લશ્કરમાં નોકરીએ જોડાયા. અહીં તેમને કૅપ્ટન કેલી નામના અંગ્રેજ અમલદારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવ્યો. 1946માં પિતાનું અવસાન થતાં તેમનો નાણાંની ધીરધારનો ધંધો સંભાળ્યો. તેમના…
વધુ વાંચો >