જાનકીવલ્લભ મોહન્તી

ચૈતન્યદાસ

ચૈતન્યદાસ (ઈ. સ. પંદરમી-સોળમી સદી) : ઊડિયા ભાષાના વિખ્યાત ભક્તકવિ. કવિના જન્મ અને અવસાન અંગેની આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ તેમની રચનાઓ પરથી જણાય છે કે તે ઓરિસાના પશ્ચિમ ભાગમાં આવેલ ખરિયાલના નિવાસી હતા. ઓરિસાના રાજા પ્રતાપરુદ્ર દેવના શાસનકાળ (1497–1534) દરમિયાન ચૈતન્યદાસ વિશેષ ખ્યાતિ પામ્યા હતા. તેમની 2 પૌરાણિક પદ્યરચનાઓ…

વધુ વાંચો >

ચૌતીસા

ચૌતીસા : ઊડિયા ભાષાના વ્યંજનોને વર્ણક્રમાનુસાર ગોઠવીને કરેલી કાવ્યરચનાઓ. પંદરમી સદીથી ઓગણીસમી સદીના મધ્ય સુધી કાવ્યનો આ પ્રકાર ખૂબ લોકપ્રિય બનેલો. આ ગાળા દરમિયાન આ પ્રકારની સેંકડો કાવ્યરચનાઓ કરવામાં આવેલી. તે ગાળાના મોટા ભાગના કવિઓએ આ કાવ્યપ્રકારમાં રચના કરેલી. દરેક લીટીની શરૂઆતમાં ‘ક’ થી ‘ક્ષ’ સુધીના વ્યંજનો વર્ણક્રમાનુસાર ગોઠવીને રચનાઓ…

વધુ વાંચો >

દાસ, જગન્નાથ

દાસ, જગન્નાથ (આશરે 1487–1550) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. તેમનો જન્મ જગન્નાથપુરી નજીકના એક ગામમાં થયો હતો. તેમણે તેમના જીવનનો મોટાભાગનો સમય ચિંતન અને ભક્તિમાં જગન્નાથપુરી ખાતે વિતાવ્યો હતો. તેઓ સંન્યાસીનું જીવન જીવ્યા હતા. તેઓ મહાન પંડિત અને ભક્ત હતા. વૈષ્ણવ સંપ્રદાયમાંની ‘અતિવાદી સંપ્રદાય’ શાખાના તેઓ સંસ્થાપક હતા. આ સંપ્રદાયમાં…

વધુ વાંચો >

દાસ, દીનકૃષ્ણ

દાસ, દીનકૃષ્ણ (અંદાજે 1686–1713) : ઊડિયા ભાષાના મધ્યકાલીન કવિ. પુરીનિવાસી દીનકૃષ્ણ દાસનું જીવન અત્યંત ગરીબીમાં વીત્યું હતું. જીવનના મધ્યકાળમાં તેઓ રક્તપિત્તના ભોગ બન્યા હતા, પરિણામે દુ:ખ પરાકાષ્ઠાએ પહોંચી ગયું. આ કવિના બાર ગ્રંથો છે અને તેમાંના છ આજે પણ લોકપ્રિય છે. સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે ‘રસકલ્લોલ’. આ કાવ્યની દરેક કડીનો…

વધુ વાંચો >