જયકુમાર ર. શુક્લ
શુઇકો
શુઇકો (જ. ઈ. સ. 554, યામાતો, જાપાન; અ. 15 એપ્રિલ 628, યામાતો) : નોંધાયેલા ઇતિહાસમાં જાપાનની પ્રથમ સમ્રાજ્ઞી; સમ્રાટ બિદાત્સુ(શાસનકાળ 572-585)ની પત્ની અને સમ્રાટ કિમીની પુત્રી. તેનું આખું નામ ‘શુઇકો તેનો’ હતું. બિદાત્સુના અવસાન પછી સમ્રાટ યોમી ગાદીએ બેઠો; પરંતુ થોડા સમય રાજ્ય કર્યા પછી તે મૃત્યુ પામ્યો ત્યારે શક્તિશાળી…
વધુ વાંચો >શુજાતખાન
શુજાતખાન (જ. ?; અ. 1701) : ગુજરાતનો મુઘલ કાલનો સૂબેદાર. તેમણે 1685થી 1701 સુધી ગુજરાતના સૂબા તરીકે કામ કર્યું. ગુજરાતના સૂબા મુખતારખાનનું અવસાન થતાં બાદશાહ ઔરંગઝેબે સૂરતના સૂબા કારતલબખાનને 1685માં ગુજરાતના સૂબા તરીકે નીમ્યો. મારવાડમાં રાઠોડ સરદાર દુર્ગાદાસની ગેરીલા પ્રવૃત્તિઓ ખતરનાક બનવાથી ઔરંગઝેબે 1687માં ગુજરાતની સૂબેદારી અને જોધપુરની ફોજદારીને સંયુક્ત…
વધુ વાંચો >શુંગ વંશ
શુંગ વંશ (ઈ.પૂ. 18775) : મૌર્યો પછી મગધના સામ્રાજ્ય ઉપર શાસન કરનાર વંશ. મૌર્યવંશના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા કરીને તેના બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્રે મગધનું સામ્રાજ્ય આંચકી લીધું. આ બનાવ પછી 800 વર્ષે થયેલ કવિ બાણે ‘હર્ષચરિત’માં તેનું વિગતે વર્ણન કર્યું છે. પુરાણોમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્ર શુંગ પરિવારનો હતો. પાણિનિ જણાવે…
વધુ વાંચો >શૂન (રાજા)
શૂન (રાજા) : ચીનનો માત્ર દંતકથાઓમાં જાણીતો રાજા. તે ચીનનાં પુરાણોમાં યુ તી શૂન નામથી પ્રસિદ્ધ છે. તે ઈ. પૂ. 23મી સદી દરમિયાન શાસન કરતો હતો. પ્રાચીન કાળમાં તેનો સુવર્ણયુગ હતો. કન્ફ્યૂશિયસે તેને પ્રામાણિકતા તથા તેજસ્વિતાના નમૂનારૂપ ગણાવ્યો છે. તેની અગાઉના, દંતકથામાં જાણીતા રાજા યાઓ સાથે તેનું નામ જોડાયેલું છે.…
વધુ વાંચો >શૂરસેન
શૂરસેન : 1. કાર્તવીર્ય રાજાનો આ નામનો પુત્ર. 2. પાંડવ પક્ષનો પાંચાલનો ક્ષત્રિય રાજા. મહાભારતના યુદ્ધમાં તેને કર્ણે માર્યો હતો. 3. મથુરાની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋષિઓના યજ્ઞમાં વિઘ્ન કરનાર લવણાસુરનો શત્રુઘ્ને વધ કર્યો; ત્યારે દેવીએ વરદાન માગવાનું કહેતાં શત્રુઘ્ને માગ્યું કે આ દેશમાં લોકો શૂરવીર થાઓ. આ વરદાન આપવાથી…
વધુ વાંચો >શેખ, અલી મહાઈમી
શેખ, અલી મહાઈમી (અ. ઈ. સ. 1431) : અરબી કુળનો વિદ્વાન. તેનું નામ અલી બિન અહમદ મહાઈમી હતું. તેણે કુરાન ઉપર વિવેચન કરતો ગ્રંથ ‘તબસિરુર-રહમાન વા તયસિરુલ-મન્નાન’ (અથવા તક્સિરે-રહમાની) લખ્યો છે. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ
શેખ, અહમદ ખટ્ટુ ગંજબક્ષ (જ. 1338, દિલ્હી; અ. 1446, સરખેજ, અમદાવાદ) : ગુજરાતના સુલતાન અહમદશાહ સાથે અમદાવાદની સ્થાપનામાં ભાગ લેનાર ચાર ઓલિયા અહમદોમાંના એક અને ભારતના પ્રસિદ્ધ છ મુસ્લિમ સંતોમાંના એક. તેમના પિતા મલિક ઇખ્તિખારુદ્દીન સુલતાન ફિરોજશાહના દૂરના સગા થતા હતા. તેમનું નામ વજીહુદ્દીન હતું. પિતાના અવસાન બાદ મોટી મિલકત…
વધુ વાંચો >શેખ, જમાલુદ્દીન
શેખ, જમાલુદ્દીન (અ. ઈ. સ. 1533) : ચિશ્તિયા ફિરકાના એક સૂફી સંત. ખાનકાહની મદરેસામાં તેઓ શિક્ષણકાર્ય કરતા હતા. તેમણે જુદા જુદા વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યા હતા. તે ગ્રંથોમાંનું એક ‘રિસાલએ મુઝાકિરા’ (ચર્ચાનો રસાલો) મજહબ વિશેની એક અગત્યની પુસ્તિકા છે. આ પુસ્તિકામાં તેમણે સરળ ભાષામાં ઇસ્લામના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવ્યા છે.…
વધુ વાંચો >શેખ, મહમૂદ ઈરજી
શેખ, મહમૂદ ઈરજી (અ. ઈ. સ. 1458) : ગુજરાતમાં આવીને વસેલા સૂફી સંત. તે શેખ અહમદ ખટ્ટૂ ગંજબક્ષના ભાવિક મુરીદ (શિષ્ય) હતા. તેમણે તેમના ‘તૌહ્ફતુલ્મજાલિસ’ (મજલિસોને ભેટ) નામના ગ્રંથમાં એમના ધર્મગુરુ (પીર) હજરત શેખ અહમદના અવસાન સુધીનાં રોજિંદાં કથનો તથા તેમના જીવનનાં છેલ્લાં વરસોમાં તેમના થયેલા ચમત્કારો સાદી તથા સરલ…
વધુ વાંચો >શેઠ, મગનલાલ વખતચંદ
શેઠ, મગનલાલ વખતચંદ (જ. 1830, અમદાવાદ; અ. 11 માર્ચ 1868, અમદાવાદ) : ‘અમદાવાદનો ઇતિહાસ’ના લેખક, ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી. અમદાવાદના વિશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિના વખતચંદ પાનાચંદને ત્યાં મગનલાલનો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ સરકારી અંગ્રેજી શાળામાં લઈને…
વધુ વાંચો >