જયકુમાર ર. શુક્લ
રાણી ચન્નમ્મા
રાણી ચન્નમ્મા (જ. 1778; અ. 21 ફેબ્રુઆરી 1829, બૈલહોંગલ કિલ્લો) : અંગ્રેજો સામે સ્વતંત્રતા વાસ્તે વીરતાથી લડનાર બેલગામ જિલ્લાના કિત્તૂર રાજ્યની રાણી. તેણે ધનુર્વિદ્યા, તલવારબાજી, ઘોડેસવારી તથા રાજવહીવટનું શિક્ષણ મેળવ્યું હતું. રાણી ચન્નમ્માનું લગ્ન બેલગામ જિલ્લાના એક નાના રાજ્ય કિત્તૂરના રાજા મલ્લસર્જા સાથે થયું હતું. તે એક પતિવ્રતા સ્ત્રી હતી.…
વધુ વાંચો >રાણી નેફરટીટી
રાણી નેફરટીટી : ઇજિપ્તના ફેરો (રાજા) અખનાતનની પત્ની અને પ્રાચીન ઇજિપ્તની રાણી. અખનાતન આશરે ઈ. પૂ. 1367થી 1350 સુધી ઇજિપ્તનો શાસક હતો. એકેશ્વરવાદનો પ્રચાર કરનાર અને માત્ર એટન(સૂર્ય)ને દેવ માનનાર અખનાતન પ્રથમ ફેરો હતો. નેફરટીટી અખનાતનની આ માન્યતા તથા તેના ઉપદેશની દૃઢ સમર્થક હતી અને નવી ધાર્મિક વિધિઓમાં તેને સહાયરૂપ…
વધુ વાંચો >રાણીનો હજીરો
રાણીનો હજીરો : અમદાવાદ શહેરની મધ્યમાં જામી (જામે) મસ્જિદની બાજુમાં અને અહમદશાહના રોજાની સામે આવેલો મિનારાઓવાળો રોજો. તે ગુજરાતના સલ્તનત સમયમાં બંધાયો હતો. હાલમાં આ રોજો ચારે બાજુએ ધમધમતા માણેકચોકના વેપારી વિસ્તારની વચ્ચે ઘેરાયેલો છે. આ હજીરો તેના વિશિષ્ટ પ્રકારના બાંધકામ માટે ધ્યાનાકર્ષક છે. તેમાં કબરો રાખવાનો ભાગ ખુલ્લો છે…
વધુ વાંચો >રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 :
રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, 1858 : ઇંગ્લૅન્ડના તાજની ભારત માટેની નીતિવિષયક જાહેરાત. 1857ના વિપ્લવ બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ઇંગ્લૅન્ડના તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો અને લૉર્ડ કૅનિંગ ભારતના પ્રથમ વાઇસરૉય અને ગવર્નર-જનરલ બન્યા. વાઇસરૉય લૉર્ડ કૅનિંગે 1 નવેમ્બર, 1858ના રોજ ભારતના રાજાઓનો અલ્લાહાબાદ મુકામે દરબાર ભર્યો અને તેમાં રાણી વિક્ટોરિયાનો…
વધુ વાંચો >રાણી સિપ્રીની મસ્જિદ
રાણી સિપ્રીની મસ્જિદ : અમદાવાદમાં આસ્ટોડિયા ચકલામાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ મુઝફ્ફરશાહ બીજાના અમલ વખતે (ઈ. સ. 15111526) સુલતાન મહમૂદશાહ બેગડાના પુત્ર અબુબકરખાંની મા રાણી અસનીએ ઈ. સ. 1514માં બંધાવી હતી. ‘સિપ્રી’ એનું બીજું નામ હતું. સલ્તનત સમયના સ્થાપત્યમાં આ મસ્જિદ નાજુકાઈ અને સૌન્દર્ય સહિત પ્રમાણસરની અને આયોજનની દૃષ્ટિએ સંપૂર્ણ…
વધુ વાંચો >રાધનપુર
રાધનપુર : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના નવ તાલુકાઓ પૈકીનો એક તાલુકો, તાલુકામથક તથા આઝાદી અગાઉનું એક દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો આશરે 23° 50´ ઉ. અ. અને 71° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 600 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં રાધનપુર નગર ઉપરાંત 54 જેટલાં ગામ આવેલાં…
વધુ વાંચો >રામગુપ્ત
રામગુપ્ત (ઈ. સ.ની ચોથી સદી) : ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તનો વારસદાર અને જ્યેષ્ઠ પુત્ર. સમ્રાટ સમુદ્રગુપ્તનું શાસન ઈ. સ. 375માં પૂરું થયું, ત્યારબાદ ગુપ્ત વંશાવળી અનુસાર ચંદ્રગુપ્ત બીજો ગાદીએ બેઠો; પરંતુ કેટલાક વિદ્વાનોના મતાનુસાર સમુદ્રગુપ્ત પછી રામગુપ્તે પાંચ વર્ષ રાજ્ય કર્યું હતું અને ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજો સમ્રાટ બન્યો. વિશાખદત્તે ‘देवीच-द्रगुप्तम्’…
વધુ વાંચો >રામપાલ
રામપાલ (શાસનકાળ : ઈ. સ. 1077-1120) : બંગાળ(ગૌડ)ના પાલ વંશનો રાજા અને વિગ્રહપાલ ત્રીજાનો પુત્ર. વિગ્રહપાલ ત્રીજાના અવસાન બાદ મહીપાલ બીજો ગાદીએ બેઠો અને પોતાના ભાઈઓ સુરપાલ અને રામપાલને વિરોધી માની લઈને કેદમાં પૂર્યા; પરંતુ સામંતોનો બળવો દબાવવા ગયેલ મહીપાલ પોતે મરણ પામ્યો. આ તકનો લાભ લઈને બંને ભાઈઓ જેલમાંથી…
વધુ વાંચો >રામરાજા (રામરાય)
રામરાજા (રામરાય) (1530-65) : કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવનાર શાસક અને કૃષ્ણદેવરાયનો જમાઈ. કૃષ્ણદેવરાયે વારસ તરીકે પોતાના સગીર પુત્રને બદલે, પોતાના સાવકા ભાઈ અચ્યુતને પસંદ કર્યો હતો, અને તે ગાદીએ બેઠો; પરન્તુ રામરાજાએ કૃષ્ણદેવરાયના સગીર પુત્રને સમ્રાટ જાહેર કરીને તેના નામે રાજ્ય કરવા માંડ્યું. તેથી રામરાજાને…
વધુ વાંચો >રામસ્વામી, ઈ. વેંકટ
રામસ્વામી, ઈ. વેંકટ (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડ, તામિલનાડુ; અ. 24 ડિસેમ્બર 1973) : સ્વાતંત્ર્ય-સૈનિક, દલિતોના ઉદ્ધારક, સમાજ-સેવક તથા પત્રકાર. તેમણે દસ વર્ષની વયે શાળાનો અભ્યાસ છોડી દીધો. તેઓ બાર વર્ષની વયે પિતાની સાથે વેપારમાં જોડાયા. રામસ્વામીમાં દેશભક્તિ જાગી. તેથી તેમણે પોતાનો નફાકારક ધંધો છોડી દીધો અને કૉંગ્રેસે શરૂ કરેલા…
વધુ વાંચો >