જયકુમાર ર. શુક્લ

માંડવ્યપુર (મંડોર)

માંડવ્યપુર (મંડોર) : ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગૂર્જર રાજા રજ્જિલનું પાટનગર. તે રાજપૂતાનામાં જોધપુરથી ઉત્તરમાં આશરે 9 કિમી. દૂર આવેલું હતું. તે મંડોર નામથી પણ ઓળખાતું હતું. છઠ્ઠી સદીના મધ્યમાં હરિશ્ચન્દ્ર નામના બ્રાહ્મણ રાજાએ ગૂર્જર રાજ્ય સ્થાપ્યું હતું. તેને ચાર પુત્રો હતા. તેમણે માંડવ્યપુર (મંડોર) જીતીને તેને કિલ્લેબંધી કરી હતી.…

વધુ વાંચો >

માંડુ (માંડવગઢ)

માંડુ (માંડવગઢ) : પંદરમી સદીમાં માળવાના સુલતાનોનું પાટનગર. માળવાના સુલતાન હૂશંગશાહ(ઈ. સ. 1405–1435)ને બાંધકામનો ઘણો શોખ હતો. તેણે માંડુનો કિલ્લો એવો મજબૂત બંધાવ્યો હતો કે તે ભારતના અજેય કિલ્લાઓમાંનો એક લેખાયો હતો. તેણે માંડુને ભવ્ય અને શાનદાર નગર બનાવ્યું હતું. તેણે તેને પાટનગર બનાવ્યું અને પોતાનો દરબાર ત્યાં ખસેડ્યો હતો.…

વધુ વાંચો >

મિત્રદત્ત બીજો

મિત્રદત્ત બીજો (શાસનકાળ – ઈ. સ. પૂ. 123–88) : પૂર્વ ઈરાનનો પહલવ (પાર્થિયન) જાતિનો સમ્રાટ. પહલવ સમ્રાટ મિત્રદત્ત બીજા(Mithradates II)એ શકોને પાર્થિયામાંથી હાંકી કાઢ્યા તે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. તેના સિક્કા પરથી જાણવા મળે છે કે તેણે ‘ગ્રેટ કિંગ ઑવ્ કિંગ્ઝ’(મહારાજાધિરાજ)નો ખિતાબ ધારણ કર્યો હતો. શક-પહલવોએ પ્રથમ ઈરાનમાં અને…

વધુ વાંચો >

મિનોસ

મિનોસ : દંતકથા મુજબ ગ્રીસ પાસેના ક્રીટ ટાપુનો રાજા. તે દેવોના રાજા ઝિયસ અને યુરોપ ખંડની મૂર્તિસ્વરૂપ યુરોપાનો પુત્ર હતો. ગ્રીક દેવ પૉસિડોનની મદદથી મિનોસે ક્રીટની રાજગાદી મેળવી હતી અને નૉસસ નજીક આવેલા એજિયન સમુદ્રના ટાપુઓ ઉપર અંકુશ મેળવ્યો હતો. તેમાંના ઘણા ટાપુઓમાં તેણે વસાહતો સ્થાપી અને સમુદ્રમાંથી ચાંચિયાગીરી દૂર…

વધુ વાંચો >

મિયાં ઇફ્તિકારુદ્દીન

મિયાં ઇફ્તિકારુદ્દીન (જ. 1907, લાહોર, પાકિસ્તાન; અ. 6 જૂન 1962) : ભારતના સ્વાતંત્ર્ય-સૈનિક અને પાછળથી કટ્ટર લીગવાદી તથા પાકિસ્તાનના પુનર્વસવાટ મંત્રી. તેમના પિતા જમાલુદ્દીન શ્રીમંત જમીનદાર અને પંજાબની ધારાસભાના સંસદીય સચિવ હતા. ઇફ્તિકારુદ્દીન લાહોરની અચિસન કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાંથી સ્નાતક થયા. ઇંગ્લૅડથી 1935માં પાછા ફર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મિયાં મુમતાઝ દોલતાના

મિયાં મુમતાઝ દોલતાના (જ. 23 ફેબ્રુઆરી 1916, લાહોર, પાકિસ્તાન; અ. 30 જાન્યુઆરી 1995) : સ્વાતંત્ર્ય પૂર્વે અવિભાજિત પંજાબમાં મુસ્લિમ લીગના આગેવાન. પાકિસ્તાનમાં પંજાબના મુખ્ય પ્રધાન. તેમના પિતા અહમદયાર દોલતાના અવિભાજિત પંજાબમાં મુલતાન જિલ્લાના શ્રીમંત જમીનદાર હતા. તેમના પુત્ર મિયાં મુમતાઝે લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી 1933માં સ્નાતક થયા બાદ, ઇંગ્લડ જઈને ઑક્સફર્ડની…

વધુ વાંચો >

મિર્ઝા, ઇસ્માઇલ મુહમ્મદ (સર)

મિર્ઝા, ઇસ્માઇલ મુહમ્મદ (સર) [જ. 23 ઑક્ટોબર 1883, બૅંગ્લોર (બૅંગાલુરુ); અ. 5 જાન્યુઆરી 1959] : સ્વાધીનતા પૂર્વેના મૈસૂર રાજ્યના પ્રગતિશીલ દીવાન. તેમનું કુટુંબ ઈરાનથી આવ્યું હતું અને ઘોડા આયાત કરવાનો તેમના વડવાઓનો વ્યવસાય હતો. તેમના કુટુંબના વડા અલી અશ્કર સૈત મૈસૂરના રાજકુટુંબ અને બ્રિટિશ સરકાર સાથે વ્યાપારી સંબંધો ધરાવતા હતા.…

વધુ વાંચો >

મિલેટસ

મિલેટસ : પ્રાચીન ગ્રીસનું એક મોટું શહેર. તે આયોનિયા જિલ્લામાં એશિયા માઇનરના પશ્ચિમ કિનારે આવેલ હતું. તે ઘણું સારું બંદર પણ હોવાથી વેપારનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. ઈ. સ. પૂ. 700 અને 600 દરમિયાન મિલેટસના વસાહતીઓ હેલેસ્પોન્ટ અને કાળા સમુદ્રના કિનારે વસ્યા હતા. ઈ. સ. પૂ. 600માં ગ્રીક ફિલસૂફ થેલ્સે…

વધુ વાંચો >

મિલ્ટિયાડીઝ

મિલ્ટિયાડીઝ (જ. ઈ. સ. પૂ. 554, ઍથેન્સ, ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 489, ઍથેન્સ) : ઈરાનીઓ સામે મૅરેથોનની લડાઈમાં વિજય મેળવનાર ઍથેન્સનો સેનાપતિ. તે શ્રીમંત પરિવારનો નબીરો હતો. તેના પિતા સિમોન ઑલિમ્પિક રમતોમાં ત્રણ વાર ઘોડદોડમાં વિજયી થયા હતા. તેને તુર્કીમાં ગેલીપોલી પેનિન્સ્યુલાની જાગીર વારસામાં મળી હતી. ઈરાનના સમ્રાટ દરાયસ…

વધુ વાંચો >

મીઠાનો સત્યાગ્રહ

મીઠાનો સત્યાગ્રહ : મીઠાના કાનૂનભંગનો સત્યાગ્રહ. કૉંગ્રેસનું અધિવેશન ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુના પ્રમુખપદે રાવી નદીના કિનારે લાહોરમાં મળ્યું હતું. ગાંધીજીએ તેના ખુલ્લા અધિવેશનમાં 31મી ડિસેમ્બરની રાત્રે ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો ઠરાવ રજૂ કર્યો અને તે સર્વાનુમતે પસાર થયો. આ અધિવેશનમાં નક્કી કર્યા મુજબ, 26મી જાન્યુઆરી, 1930નો દિવસ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્યદિન તરીકે ઊજવવામાં…

વધુ વાંચો >