જયકુમાર ર. શુક્લ
નહેરુ (નેહરુ), મોતીલાલ
નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ…
વધુ વાંચો >નંદકુમાર મહારાજા
નંદકુમાર, મહારાજા (આશરે અઢારમી સદીનો ઉત્તરાર્ધ) : બંગાળના નવાબ મીરજાફરનો દીવાન. બંગાળનો પ્રતિષ્ઠિત અને વગદાર બ્રાહ્મણ. સમાજના ઉચ્ચ ગણાતા લોકોનો સંપર્ક તે ધરાવતો હતો. બંગાળમાંથી મુસલમાનોના અમલનો નાશ કરવા તે ઉત્સુક હતો. બંગાળમાં સિરાજુદ્દૌલાના સમયથી થયેલા બધા રાજ્યપલટામાં તેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. બંગાળના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝે (1772-1785) મીરકાસિમને…
વધુ વાંચો >નંદા, ગુલઝારીલાલ
નંદા, ગુલઝારીલાલ (જ. 4 જુલાઈ 1898, સિયાલકોટ, પાકિસ્તાન; અ. 15 જાન્યુઆરી 1998, અમદાવાદ) : ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્યસેનાની તથા અગ્રણી મજૂર નેતા. તેમના પિતાનું નામ બુલાખીરામ અને માતા ઈશ્વરદેવી. તેમનાં લગ્ન લક્ષ્મીદેવી સાથે થયાં હતાં. તેમણે લાહોર, આગ્રા અને અલ્લાહાબાદમાં અભ્યાસ કરી, અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ એલએલ.બી. થયા.…
વધુ વાંચો >નાઇજિરિયા
નાઇજિરિયા : આફ્રિકા ખંડના મધ્ય-પશ્ચિમ ભાગમાં ઍટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલો દેશ. જળમાર્ગ અને સિંચાઈની સુવિધા પૂરી પાડતી નાઇજર નદી આ દેશમાંથી પસાર થતી હોવાથી તેનું નામ નાઇજિરિયા પડ્યું છે. તે લગભગ 4° 20´ ઉ. અ.થી 13° 48´ ઉ. અ. અને 2° 38´ પૂ. રે.થી 14° 38´ પૂ. રે વચ્ચે આવેલો…
વધુ વાંચો >નામિબિયા
નામિબિયા : આફ્રિકાખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક દૃષ્ટિએ આ દેશ આશરે 17° થી 29´ દ. અ. અને 12° થી 25´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનો કુલ વિસ્તાર 8,26,700 ચોકિમી. છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ઍંગોલા અને ઝામ્બિયા ભૂમિભાગો, પૂર્વમાં બોત્સ્વાના, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે…
વધુ વાંચો >નાયક, ડાહ્યાભાઈ જીવણજી
નાયક, ડાહ્યાભાઈ જીવણજી (જ. 26 મે 1901, ભાંડુત, જિ. સૂરત; અ. 29 મે 1994, દાહોદ) : સ્વાતંત્ર્યસૈનિક અને પંચમહાલના આદિવાસીઓના નિ:સ્પૃહી મૂક સેવક. મધ્યમ વર્ગના અનાવિલ પરિવારમાં જન્મ. પિતા ડુમ્મસની પ્રાથમિક શાળાના આચાર્ય. ડાહ્યાભાઈએ ડુમ્મસ અને ધરમપુરમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન આદિવાસીઓ પરના અત્યાચારો જોઈ તેમનું હૃદય દ્રવી જતું. મૅટ્રિકની…
વધુ વાંચો >નુનો દ કુન્હા
નુનો દ કુન્હા : ઈ. સ. 1529થી 1538 સુધી ભારતમાં રહેલ પોર્ટુગીઝ (ફિરંગી) ગવર્નર. પોર્ટુગીઝ સંસ્થાનોના ગવર્નર તરીકે તેને દીવ કબજે કરવાની સ્પષ્ટ સૂચના સહિત નીમવામાં આવ્યો હતો. આ વખતે ગુજરાતનો સુલતાન બહાદુરશાહ (1527–37) હતો. નુનોએ ઑક્ટોબર, 1529માં ભારત આવીને તરત ખંભાત, સૂરત, રાંદેર, અગાશી તથા દમણનાં બંદરો પર હુમલા…
વધુ વાંચો >નૂરજહાં
નૂરજહાં (જ. 31 મે 1577, કંદહાર; અ. 17 ડિસેમ્બર 1645 લાહોર, પાકિસ્તાન) : ભારતના મુઘલ બાદશાહ જહાંગીરની બેગમ. તેના પિતા મિર્ઝા ગ્યાસબેગ તહેરાન(ઈરાન)નો વતની હતો. ભારત આવતાં રસ્તામાં કંદહારમાં તેનો જન્મ થયો. તેનું નામ મેહરુન્નિસા રાખવામાં આવ્યું. તેનું લગ્ન શેર અફઘાન સાથે થયું હતું. શેર અફઘાન બર્દવાન નજીક મુઘલ છાવણીમાં…
વધુ વાંચો >નૂરુલ હસન, ડૉ. સૈયદ
નૂરુલ હસન, ડૉ. સૈયદ (જ. 26 ડિસેમ્બર 1921, લખનૌ; અ. 12 જુલાઈ 1993, કૉલકાતા) : ભારતના વિદ્વાન ઇતિહાસકાર અને રાજકીય નેતા. પિતા અબ્દુલ હસન, માતા નૂર ફાતિમા બેગમ. સૈયદ નૂરુલ હસને અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ. એ. અને ઑક્સફર્ડ યુનિવર્સિટીની ડી.ફિલ્.ની ડિગ્રીઓ મેળવી. તે દરમિયાન તેમણે મધ્યકાલીન ભારતના ઇતિહાસનો વિશેષ અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >નેધરલૅન્ડ્ઝ
નેધરલૅન્ડ્ઝ વાયવ્ય યુરોપમાં ઉત્તર સમુદ્રને કિનારે આવેલો દેશ. જૂનું નામ હોલૅન્ડ. ‘હોલૅન્ડ’ શબ્દનો અર્થ થાય છે ‘કાંઠાળ પ્રાંતો’. આ નામ પહેલાં કિનારા નજીકના અમુક ભાગ પૂરતું જ મર્યાદિત હતું, પછીથી તે આખા દેશ માટે વપરાતું થયેલું; આજે તે હોલૅન્ડના નામથી પણ ઓળખાય છે. અંગ્રેજીભાષી દેશોમાં નેધરલૅન્ડ્ઝના લોકોને ડચ તરીકે ઓળખે…
વધુ વાંચો >