જયકુમાર ર. શુક્લ
તુર્કમેનિસ્તાન
તુર્કમેનિસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 40° ઉ. અ. અને 60° પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તે વિઘટિત સોવિયેત સંઘનાં 15 સંઘ ગણતંત્રોમાંનું એક ગણતંત્ર છે. તુર્કમેનિસ્તાન ઉપરાંત તુર્કમેનિયા (રશિયન તુર્કમેન્સ્કાયા સોવેટસ્કાયા સોટસ્યાલિ સ્ટી ચેસ્કાયા રિપબ્લિકા) નામથી પણ તે ઓળખાય છે. 1991માં સોવિયેત સંઘમાં રાજકીય ઊથલપાથલ…
વધુ વાંચો >તુર્કી
તુર્કી પશ્ચિમ એશિયામાં આવેલું પ્રજાસત્તાક રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 36° 00´ થી 40° 20´ ઉ. અ. અને 26° 00´ પૂ. રે. થી 44° 30´ પૂ.રે. તે એશિયન રાષ્ટ્ર હોવા છતાં તેનો 5% (23,764 ચોકિમી.) જેટલો પ્રદેશ (પૂર્વ થ્રેસ) દક્ષિણ યુરોપના છેક પૂર્વે છેડે આવેલો છે. તુર્કીનું સૌથી મોટું શહેર ઇસ્તંબુલ…
વધુ વાંચો >થાઇલૅન્ડ
થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને…
વધુ વાંચો >દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…
વધુ વાંચો >દત્ત, બટુકેશ્વર
દત્ત, બટુકેશ્વર (જ. 18 નવેમ્બર 1910, કાનપુર; અ. 20 જુલાઈ 1965 ન્યૂ દિલ્હી) : અગ્રણી ક્રાંતિકારી તથા સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બંગાળી કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમના પિતાને કાનપુરમાં ખાનગી નોકરી હતી. તેમણે કાનપુરમાં અભ્યાસ કરી 1925માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. કાનપુરમાં માલ રોડ ઉપર સાંજના સમય બાદ અંગ્રેજો…
વધુ વાંચો >દવે, છેલશંકર
દવે, છેલશંકર (જ. 16 ઑક્ટોબર 1889, સુરેન્દ્રનગર; અ. 1956, રાજકોટ) : સૌરાષ્ટ્રના બહારવટિયાઓને હરાવનાર શૂરવીર પોલીસ અધિકારી, નેકદિલ દેશભક્ત. તેમના પિતા જયકૃષ્ણ ભાણજી દવે અને માતા રંગબા. 18 વર્ષની ઉંમરે ધ્રાંગધ્રા રાજ્યમાં પોલીસદળમાં કારકિર્દીનો આરંભ. તાલીમ મેળવીને તેઓ અશ્વવિદ્યા તથા નિશાનબાજીમાં પારંગત થયા. તેમણે લોકો પર ત્રાસ ગુજારતા જત બહારવટિયાઓ…
વધુ વાંચો >દાસ, મધુસૂદન
દાસ, મધુસૂદન (જ. 28 એપ્રિલ 1848, સત્યભામાપુર, જિ. કટક, ઓરિસા; અ. 4 ફેબ્રુઆરી 1934) : દેશભક્ત રાષ્ટ્રવાદી નેતા, સમાજ-સુધારક અને વકીલ. ‘ઉત્કલ ગૌરવ’ તરીકે તેઓ ઓરિસામાં પ્રસિદ્ધ હતા. અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢીને તેમણે પોતાનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો અને કલકત્તા (કૉલકાતા) યુનિવર્સિટીમાંથી એમ.એ. (અંગ્રેજી) અને બી.એલ. થયા. તેમણે પૂર્વ ભારત,…
વધુ વાંચો >દિલ્હી દરબાર
દિલ્હી દરબાર : બ્રિટનનાં રાજા-રાણીના રાજ્યાભિષેક પ્રસંગે ભારતમાં વિવિધ સમયે યોજાયેલા દરબાર. ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન ડિઝરાયલીના અમલ દરમિયાન બ્રિટિશ પાર્લમેન્ટે ઈ. સ. 1876માં રૉયલ ટાઇટલ્સ ઍક્ટ પસાર કરીને ઇંગ્લૅન્ડની રાણી વિક્ટોરિયાને ‘કૈસરે હિન્દ’ એટલે કે ભારતની સમ્રાજ્ઞીનો ઇલકાબ આપ્યો. ભારતના તત્કાલીન વાઇસરૉય લૉર્ડ લિટને રાણી વિક્ટોરિયા દ્વારા ‘કૈસરે હિન્દ’નો ખિતાબ…
વધુ વાંચો >દુબે, કુંજિલાલ
દુબે, કુંજિલાલ (જ. 18 માર્ચ 1896, આમગાંવ, નરસિંહપુર જિલ્લો, મધ્યપ્રદેશ; અ. 2 જૂન, 1970) : મધ્યપ્રદેશના સ્વાતંત્ર્યસેનાની, કેળવણીકાર અને વિધાનસભાના અધ્યક્ષ. બી.એ., એલએલ.બી. સુધીના અભ્યાસ બાદ જબલપુરમાં વકીલાત. શરૂમાં મદનમોહન માલવિયા તથા લાલા લજપતરાય અને તે પછી ગાંધીજીથી પ્રભાવિત. તેઓ રવિશંકર શુક્લ, ડી. પી. મિશ્ર અને શેઠ ગોવિંદદાસના સંપર્કમાં આવ્યા.…
વધુ વાંચો >દુર્ગાવતી, રાણી
દુર્ગાવતી, રાણી (જ. ?; અ. ઈ. સ. 1564) : મધ્યપ્રદેશના ગઢકટંગ(ગોંદવાણા)ના રાજા દલપત શાહની રાણી. તે મહોબાના જાણીતા ચંદેલ વંશના રાજા શાલિવાહનની રાજકુંવરી હતી. દલપત શાહના મૃત્યુ પછી, દુર્ગાવતી તેના પુત્ર વીરનારાયણની વાલી (રિજન્ટ) તરીકે રાજ્ય કરતી હતી. તે શક્તિશાળી, પરોપકારી અને હિંમતવાળી શાસક હતી. તેના શાસન દરમિયાન રાજ્યનો વિકાસ…
વધુ વાંચો >