જયંત રેલવાણી
સિંધી નસ્ર જી તારીખ (1968)
સિંધી નસ્ર જી તારીખ (1968) : મંઘારામ ઉધારામ મલકાણી(1896)નો સિંધી ગદ્યનો ઇતિહાસ. 1853થી 20મી સદીમાં 1947ના ભારતના વિભાજન સુધીના સિંધી ગદ્યસાહિત્યની પ્રગતિ અને પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ તેમાં સંગૃહીત છે. તે ગ્રંથને 1969ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. તેમાં પ્રકાશિત નવલિકા, નવલકથા, નાટક, એકાંકી, વિવેચન, નિબંધ, સાહિત્યિક પત્રકારત્વ વિભાગોનો…
વધુ વાંચો >સિંધી સાહિત્ય સોસાયટી (1914)
સિંધી સાહિત્ય સોસાયટી (1914) : સિંધી સાહિત્યની એક પ્રકાશન-સંસ્થા. 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના પ્રારંભમાં શિક્ષણનો પ્રસાર અને નવજાગૃતિના મંડાણના ફલસ્વરૂપે સાહિત્ય-નિર્માણની પ્રવૃત્તિએ વેગ પકડ્યો. રાષ્ટ્રીય અસ્મિતા અને સ્વપિછાણ પ્રત્યે પ્રબુદ્ધ સમુદાય જાગ્રત બન્યો. સિંધના પૌરાણિક ઇતિહાસ તેમજ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા સિંધી સાહિત્ય, સાપ્તાહિકો, માસિકો અને ગ્રંથોનાં પ્રકાશનનો…
વધુ વાંચો >સુખમની
સુખમની (આશરે 1604) : ‘આદિ ગ્રંથ’માં સમાવિષ્ટ એક દીર્ઘ કાવ્યરચના. ‘આદિ ગ્રંથ’ના સંકલનકાર અને સંપાદક પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ(1563-1606)-રચિત ‘સુખમની’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘ગ્રંથસાહિબ’માંની તેમની રાગ માઝમાં રચેલી દીર્ઘ કાવ્ય-રચનાઓને મુખ્ય ત્રણ વર્ગમાં વિભાજિત કરી શકાય : (1) ‘સુખમની’ (‘પીસ ઑવ્ માઇન્ડ’ અથવા ‘ધ જૂઅલ ઑવ્ પીસ’);…
વધુ વાંચો >સોહની–મહિવાલ
સોહની–મહિવાલ : હાસિમ શાહ (1753–1823) રચિત કિસ્સા પ્રકારની અતિશયોક્તિભરી અને અવિશ્વસનીય પ્રણયકથા. દંતકથાઓ લોકકથાઓનો સૌથી વધુ રસપ્રદ અને પ્રેરણાદાયી ભાગ રચે છે. તેમાં મહદંશે પ્રેમીઓ, યોદ્ધાઓ, સાહસિકો, સંતો અને પીરોની કથાઓનો સમાવેશ થાય છે. એવા પ્રકારની આ એક પ્રણયકથા છે. આ કિસ્સામાં અવનતિને માર્ગે ગયેલ સામાજિક સરંજામશાહી સામે વ્યક્તિગત બંડ…
વધુ વાંચો >હીરાનંદાણી પોપટી રામચંદ (કુમારી)
હીરાનંદાણી, પોપટી રામચંદ (કુમારી) [જ. 17 સપ્ટેમ્બર 1924, હૈદરાબાદ, સિંધ (હાલ પાકિસ્તાનમાં); અ. 17 ડિસેમ્બર 2005, મુંબઈ] : સિંધી સાહિત્યનાં નીડર લેખિકા. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. તેઓ કે. સી. કૉલેજ, મુંબઈમાંથી સિંધી વિભાગનાં વડાં તરીકે સેવાનિવૃત્ત થયાં હતાં. 12 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થતાં નબળી આર્થિક…
વધુ વાંચો >