જગન્નાથ ગિરધરલાલ સુથાર

ઇન્ફ્રારેડ વિકિરણ

ઇન્ફ્રારેડ વિકિરણ (infrared radiation) : વિદ્યુત-ચુંબકીય વર્ણપટ(electromagnetic spectrum)માં ર્દશ્ય પ્રકાશના રાતા રંગની નિકટ આવેલો, મોટી તરંગલંબાઈનો અર્દશ્ય પ્રકાશનો પ્રદેશ. ર્દશ્ય પ્રકાશની મર્યાદા જાંબલી છેડા આગળ 3800Å થી રાતા છેડા માટે 7800Å ની છે. 1Å (Augstrom = 10–8 સેમી. અથવા = 10–10 મીટર અથવા 0.1 નૅનોમીટર nm). સૌર વર્ણપટમાં ઉષ્મા-વિતરણના અભ્યાસ અંગેના…

વધુ વાંચો >

ઇન્ફ્રાસોનિક (અવશ્રવ્ય) તરંગો

ઇન્ફ્રાસોનિક (અવશ્રવ્ય) તરંગો : નિમ્ન ધ્વનિ સાંભળવાની માનવક્ષમતાની સીમા કરતાં ઓછી આવૃત્તિના ધ્વનિતરંગો. ધ્વનિઆવૃત્તિનું ત્રણ વિભાગમાં વર્ગીકરણ થઈ શકે : 1 થી 20 Hz (1 Hz કે હર્ટ્ઝ = 1 સાઇકલ/સેકંડ) સુધીની આવૃત્તિવાળા તરંગોને ઇન્ફ્રાસોનિક કહે છે, જે અશ્રાવ્ય હોય છે. 20થી 20,000 Hz સુધીની આવૃત્તિના ધ્વનિને સરળતાથી સાંભળી શકાય…

વધુ વાંચો >

ઇલેકટ્રોમિટર

ઇલેકટ્રોમિટર : અલ્પ મૂલ્યનાં વિદ્યુતવિભવ તેમજ વિદ્યુતધારાએ ચોકસાઈપૂર્વક માપવા માટેનું સાધન. સાચું માપ મળવાનું કારણ એ છે કે તે વિદ્યુતસ્રોતમાંથી શૂન્ય અથવા લગભગ શૂન્ય જેટલી વિદ્યુતધારા ઉપયોગમાં લે છે. તેથી ઊલટું, આવાં માપન માટેનાં ચલિત ભાગ ધરાવતાં સાધનો (વોલ્ટમીટર વગેરે) થોડીઘણી પણ વિદ્યુતધારા વાપરે છે એટલે તેમની દ્વારા સાચાં માપ…

વધુ વાંચો >

ઇલેકટ્રોસ્કોપ

ઇલેકટ્રોસ્કોપ : વિદ્યુતભારનું અસ્તિત્વ તેમજ તેનો પ્રકાર જાણવા માટેનું સાધન. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ તથા વિદ્યુત-ઉપપાદન(electric induction)ના સિદ્ધાંત પર ઇલેકટ્રોસ્કોપની રચના કરવામાં આવે છે. મહદ્અંશે તો સોનાના વરખવાળો ઇલેકટ્રોસ્કોપ વપરાતો હોય છે. તેની રચનામાં એક કાચની બરણીને અવાહક બૂચથી ચુસ્ત બંધ કરી, બૂચમાંથી એક સુવાહક…

વધુ વાંચો >

ઇંચ

ઇંચ : બ્રિટિશ માપપદ્ધતિના લંબાઈના મૂળભૂત એકમ ફૂટનો બારમો (1/12) ભાગ અથવા વાર(yard)નો છત્રીસમો (1/36) ભાગ. લંડનની ‘સ્ટાન્ડડર્ઝ ઑફિસ ઑવ્ ધ બૉર્ડ ઑવ્ ટ્રેડ’માં 62oF તાપમાને રાખેલા પ્લેટિનમ-ઇરિડિયમ સળિયા પરના બે સમાંતર સોનાના ડટ્ટા (plugs) વચ્ચેના અંતરના ત્રીજા ભાગને પ્રમાણભૂત ફૂટ કહે છે. ઇંચનું લૅટિન નામ uncia છે. તેની વ્યુત્પત્તિ…

વધુ વાંચો >

ઉત્કલન (boiling)

ઉત્કલન (boiling) : પ્રવાહીના જથ્થામાં ઉત્પન્ન થતા બાષ્પના પરપોટાની પ્રવાહીમાં પ્રક્ષોભ પેદા કરીને સપાટી ઉપર આવીને બાષ્પરૂપે મુક્ત થવાની ઘટના. સામાન્ય બાષ્પીભવનમાં પણ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. પણ તે ફક્ત સપાટી ઉપર જ થાય છે. આ રૂપાંતર પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતાં નીચા તાપમાને થાય છે. જગન્નાથ ગિરધરલાલ સુથાર

વધુ વાંચો >

ઉત્કલનબિંદુ (boiling point)

ઉત્કલનબિંદુ (boiling point) : જે તાપમાને પ્રવાહી ઊકળે તે તાપમાન. ઉત્કલનબિંદુ તાપમાને પ્રવાહીનું બાષ્પદબાણ સ્થાનિક વાતાવરણના દબાણ જેટલું હોય છે. આ કારણે પ્રવાહીનું ચોક્કસ ઉત્કલનબિંદુ વાતાવરણની સ્થિતિ (દા.ત., આર્દ્રતા), સ્થળની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખે છે. કોઈ પણ શુદ્ધ પ્રવાહીનું ઉત્કલનબિંદુ ચોક્કસ વાતાવરણના દબાણે નિયત હોય છે. દબાણના ફેરફારની ઉત્કલનબિંદુ…

વધુ વાંચો >

ઉષ્મા

ઉષ્મા ઊર્જાનું એક સ્વરૂપ જે અણુઓની યાર્દચ્છિક ગતિ(random motion)ના અનુપાતમાં હોય છે. ઊંચા તાપમાને રહેલા પદાર્થમાં ઉષ્માની માત્રા વધુ હોય તેવું નથી. પદાર્થમાં રહેલી ઉષ્મા-ઉર્જા પદાર્થના કદ, તેના દ્રવ્યનો પ્રકાર તેમજ તાપમાન પર આધારિત હોય છે. ઉષ્માનું સ્વરૂપ : અઢારમી સદીના અંત સુધી કેટલાક વૈજ્ઞાનિકોમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે…

વધુ વાંચો >

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા (thermonuclear reaction) : અતિ ઊંચા તાપમાને થતી ન્યૂક્લિયર સંગલન(fusion)ની પ્રક્રિયા. સૂર્ય એક તારો છે, જે કરોડો વર્ષોથી 3.8 x 1026 જૂલ/સેકંડના દરથી ઉષ્મા-ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા રાસાયણિક-પ્રક્રિયા કે ગુરુત્વાકર્ષણને લીધે મળતી નથી. વળી સૂર્યમાં યુરેનિયમ જેવાં ભારે તત્વો પણ નથી, જેથી ન્યૂક્લિયર-વિખંડન દ્વારા ઊર્જા ઉત્સર્જિત થવાની…

વધુ વાંચો >

ઉષ્મા-ન્યૂટ્રૉન

ઉષ્મા-ન્યૂટ્રૉન (thermal neutron) : જે દ્રવ્યમાંથી પસાર થઈ રહ્યા હોય તે દ્રવ્ય સાથે, ઉષ્મીય સમતોલનમાં આવ્યા હોય તેવા ન્યૂટ્રૉન. આ ન્યૂટ્રૉન મૅક્સવેલનું ઊર્જા-વિતરણ ધરાવે છે. તેને લીધે તે સંભાવ્યતમ (most probable) મૂલ્ય-તાપમાન પર આધારિત છે. ઊર્જા પ્રમાણે ન્યૂટ્રૉનનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. 1.2 MeV કરતાં વધારે ઊર્જા ધરાવતા ન્યૂટ્રૉનને ઝડપી…

વધુ વાંચો >