જગન્નાથ ગિરધરલાલ સુથાર

ઉષ્માવહન

ઉષ્માવહન (conduction) : ઉષ્માના સ્થાનાંતરણની ત્રણ રીતમાંની એક રીત, જેમાં ઘન પદાર્થના જુદા જુદા ભાગના તાપમાનના તફાવત કે તાપમાન-પ્રવણતા(temperature gradient)ને કારણે, ઉષ્મા-ઊર્જા ગરમ ભાગથી ઠંડા ભાગ પ્રતિ વહે છે. આ સ્થાનાંતરણ પદાર્થના અણુઓના સંઘાત (collisions) દ્વારા થતું હોય છે. ગતિવાદ અનુસાર ઘન પદાર્થના અણુઓ પોતાના સમતોલન-સ્થાનની આસપાસ નિરંતર રેખીય દોલન…

વધુ વાંચો >

ઉષ્માવિદ્યુત ઉપકરણો

ઉષ્માવિદ્યુત ઉપકરણો (thermoelectric devices) : ઉષ્માનું સીધું વિદ્યુતમાં રૂપાંતર કરનાર તથા યોગ્ય પદાર્થમાંથી વિદ્યુત પસાર કરીને શીતન ઉત્પન્ન કરનાર ઉપકરણો. થરમૉકપલ, થરમૉપાઇલ, ઉષ્માવિદ્યુત જનરેટર તથા રેફ્રિજરેટર આ પ્રકારનાં ઉપકરણો છે. તે ઉષ્માવિદ્યુત અસરો પર આધારિત હોય છે. ઉષ્માવિદ્યુત અસરો વાહક ઘનપદાર્થમાં, ઉષ્માવહન અને વિદ્યુતવહન વચ્ચે થતી પરસ્પર ક્રિયા સાથે સંકળાયેલી…

વધુ વાંચો >

ઉષ્મા-સંગલન

ઉષ્મા-સંગલન (thermal fusion) : ઉચ્ચ તાપમાનની હાજરીમાં હલકાં તત્વોનાં બે કે વધારે ન્યૂક્લિયસ સંયોજાઈને, એક ભારે તત્વનું ન્યૂક્લિયસ રચવા સાથે વિપુલ પ્રમાણમાં થતી ઊર્જા-ઉત્સર્જનની પ્રક્રિયા. આ પ્રક્રિયા ન્યૂક્લિયર વિખંડન કરતાં સાવ જુદી જ છે. હલકાં તત્વોમાં ન્યૂક્લિયૉનદીઠ સરેરાશ બંધન-ઊર્જા, ભારે તત્વોની બંધન-ઊર્જા કરતાં પ્રમાણમાં ઓછી હોય છે. તેથી આવાં બે…

વધુ વાંચો >

ઓહમનો નિયમ

ઓહમનો નિયમ : જ્યૉર્જ સિમન ઓહમ (1787-1854) નામના જર્મન શિક્ષકે 1827માં પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત કરેલ નિયમ. આ પ્રયોગો અનુસાર વાહકના બે છેડા વચ્ચે વિદ્યુતવિભવ(electrical potential)માં વધારો કરતાં તેમાં વહેતા આનુષંગી વિદ્યુતપ્રવાહ(I)માં વધારો થાય છે. એટલે કે IαV અથવા  અથવા અહીં R એક અચળાંક છે. તેને વાહકનો પ્રતિરોધ (resistance) કહે છે.…

વધુ વાંચો >