જગદીશ જ. ત્રિવેદી
ડાયૉક્સિન
ડાયૉક્સિન : ક્લોરિનયુક્ત ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન જૂથના ઘટક. તે પૉલિક્લોરિનેટેડ ડાયબેન્ઝો-પૅરાડાયૉક્સિન તરીકે પણ જાણીતાં છે. ઘણાં રસાયણિક સંયોજનોમાં તે અત્યંત વિષાળુ મેદસ્નેહી (lipophilic) સંદૂષક (contaminants) તરીકે મળી આવ્યાં છે. આ દ્રવ્યોના સંસર્ગમાં આવેલાં ઘાસ, ખાદ્ય કે પેય પદાર્થોના ઉપયોગથી તેમની વિષાળુતા માછલી, માંસ, ઈંડાં, મરઘાંબતકાં તથા દૂધમાં પણ ભળી જાય છે.…
વધુ વાંચો >તુલ્યભાર
તુલ્યભાર : તત્વ અથવા સંયોજનનું જે વજન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે 1.008 ગ્રા. હાઇડ્રોજન અથવા 8.00 ગ્રા. ઑક્સિજન સાથે સંયોજાય તે. કોઈ તત્વને એકથી વધુ સંયોજકતા હોઈ શકે. પરિણામે એકથી વધુ તુલ્યભાર પણ હોઈ શકે. નીચેનાં ઉદાહરણ દ્વારા આ સ્પષ્ટ થશે. 1. એમોનિયા(NH3)માં નાઇટ્રોજનનો 1 પરમાણુ હાઇડ્રોજનના ત્રણ પરમાણુ સાથે…
વધુ વાંચો >ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર
ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (જ. 29 નવેમ્બર 1919, અમદાવાદ; અ. 8 જાન્યુઆરી 1994, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના વિખ્યાત સંશોધક અને અધ્યાપક. પિતા જટાશંકરભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય. જયંતીભાઈએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ પિતાના માર્ગદર્શન નીચે ઘરે રહીને કરેલો તથા પાંચમા ધોરણથી નિશાળે જતા થયા. આર.સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને 1936માં તેઓ મૅટ્રિક થયા. વધુ…
વધુ વાંચો >થાયમૉલ
થાયમૉલ (Thymol) : તીવ્ર વાસવાળો રંગહીન, સ્ફટિકમય પદાર્થ. ગુજરાતીમાં તે અજમાના અર્ક (સત્ત્વ) તરીકે જાણીતો છે. તે થાઇમ કપૂર (Thyme camphor) તરીકે પણ ઓળખાય છે. ફુદીના(mint)ના પ્રકારની લેમિયેસી (Lamiaceae) અથવા લેબિયેટી (Labiatae) કુળની તૂરી તૃણૌષધિને થાઇમ (Thyme) અથવા થાયમસ વલ્ગારિસ (Thymus vulgaris) કહે છે. તેમાંથી તે મળી આવે છે. થાઇમમાં…
વધુ વાંચો >થાયોનિલ ક્લોરાઇડ
થાયોનિલ ક્લોરાઇડ : સલ્ફર ઑક્સિક્લોરાઇડ અથવા સલ્ફ્યુરસ ઑક્સિક્લોરાઇડ તરીકે પણ ઓળખાતું રંગવિહીન કે આછા પીળા રંગનું પ્રવાહી. તેની વાસ ગૂંગળામણ ઉપજાવે તેવી તીવ્ર હોય છે. તેનું ઉ.બિં. 78.8° સે., સૂત્ર SOCl2 અથવા OSCl2 ઠાર-બિંદુ –105° સે. તથા વિ. ઘનતા 1.638 છે. 140° સે. તાપમાને તે વિઘટન પામે છે. પાણીમાં પણ…
વધુ વાંચો >થાયોયૂરિયા
થાયોયૂરિયા (Thiourea or Thiocarbamide) : યૂરિયાનું સલ્ફર ધરાવતું તુલ્યરૂપ સંયોજન. તે રંગવિહીન ઘન પદાર્થ છે. તેનું સૂત્ર H2NCSNH2, ગ. બિંદુ 180°–182° સે.. પાણીમાં સાધારણ દ્રાવ્ય તથા ઈથરમાં અદ્રાવ્ય છે. આલ્કોહૉલમાં તે દ્રાવ્ય છે. સ્વાદે કડવું હોય છે. શૂન્યાવકાશમાં 150°–160° સે. તાપમાને ઊર્ધ્વપાતનીય છે. થાયોયૂરિયા બનાવવાની ત્રણ સામાન્ય રીતો છે :…
વધુ વાંચો >થાયોસાયનેટ
થાયોસાયનેટ : SCN સમૂહ ધરાવતાં કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો. તે થાયોસાયનિક ઍૅસિડ HSCNમાંથી ઉદભવેલાં હોય છે. સાયનિક ઍસિડની માફક થાયોસાયનિક ઍસિડ બે સ્વરૂપમાં હોય છે : આ બીજું સ્વરૂપ આઇસોથાયોસાયનિક ઍસિડ તરીકે જાણીતું છે તથા તેમાંથી આઇસોથાયોસાયનેટ્સ બને છે, જે કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતા દર્શાવે છે. અકાર્બનિક થાયોસાયનેટ લવણો સાયનાઇડો તથા…
વધુ વાંચો >થિયોફાઇલીન
થિયોફાઇલીન (Theophylline, C7H8N4O2) : મુખ્યત્વે દમના રોગમાં વપરાતું કેન્દ્રીય ચેતાતંત્રને ઉત્તેજિત કરતું ઔષધ. તે મિથાઇલ ઝૅન્થિન જૂથનું સભ્ય છે. મિથાઇલ ઝૅન્થિન જૂથનાં અન્ય અગત્યનાં ઔષધોમાં કૅફિન અને થિયોબ્રોમીનનો સમાવેશ થાય છે. થિયોફાઇલીન સફેદ, કડવા, જલદ્રાવ્ય અને ગંધ વગરના પાઉડર રૂપે મળે છે. તે ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે તથા શ્વાસોચ્છવાસની નળીઓના…
વધુ વાંચો >થિયોબ્રોમીન
થિયોબ્રોમીન (Theobromine અથવા B, 7 – Dimethylxanthine) : પાકાં, સૂકવેલાં થિયોબ્રોમા કેકાઓનાં બીજમાંથી મેળવવામાં આવતું આલ્કલૉઇડ. કોકો તથા ચૉકલેટ ઉદ્યોગમાંથી મળતી અવશિષ્ટ (waste) નીપજનું નિષ્કર્ષણ કરીને પણ તે કોઈ વાર મેળવવામાં આવે છે. સંશ્લેષણ દ્વારા પણ તે બનાવાય છે. થિયોબ્રોમીન કૅફિનને મળતું સંયોજન છે. ચામાંથી પણ તે મળે છે. તેને…
વધુ વાંચો >થુલિયમ
થુલિયમ (Thulium) : આવર્ત્તકોષ્ટક(periodic table)ના ત્રીજા (અગાઉ III A) સમૂહમાં આવેલ લેન્થેનાઇડ(lenthanide)શ્રેણી અથવા લેન્થેનૉઇડ્ઝ(lenthanoids)માંના વિરલ મૃદા (rare earth) તત્વો પૈકીનું એક ધાત્વીય તત્વ. સંજ્ઞા Tm. 1879માં પર ટી. ક્લીવ (Per T, Cleve) નામના વૈજ્ઞાનિકે આ તત્વ શોધેલું. લૅટિન શબ્દ ‘Thule’ (most northerly land) પરથી આ તત્વને ‘થુલિયમ’નામ આપવામાં આવ્યું છે.…
વધુ વાંચો >