જગદીશ જ. ત્રિવેદી

નાઇટ્રસ ઍસિડ

નાઇટ્રસ ઍસિડ : આછા વાદળી રંગના દ્રાવણ રૂપે મળતો નાઇટ્રોજનનો નિર્બળ (weak) ઍસિડ. તેનું સૂત્ર છે HNO2. અણુભાર 47.01 તથા સંરચનાત્મક સૂત્ર શુદ્ધ સ્વરૂપમાં નાઇટ્રસ ઍસિડ મેળવી શકાયો નથી પરંતુ તેનાં ઊંચા સંકેન્દ્રણવાળાં જલીય દ્રાવણો નાઇટ્રાઇટ ક્ષારો(દા. ત.,  બેરિયમ નાઇટ્રાઇટ)માં ઍસિડ ઉમેરીને મેળવી શકાય છે. Ba(NO2)2 + H2SO4 → 2HNO2 +…

વધુ વાંચો >

નાઇટ્રાઇટ

નાઇટ્રાઇટ : અસ્થાયી નાઇટ્રસ ઍસિડ(HNO2)માંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો  ક્ષારો તથા લવણો  પૈકીનું ગમે તે એક સંયોજન ક્ષારો. દા. ત., સોડિયમ નાઇટ્રાઇટ, NaNO2 આયનિક સંયોજનો હોઈ તેઓ નાઇટ્રાઇટ ઋણાયન (NO2-) ધરાવે છે. આ ઋણાયનમાં બંધ – કોણ (bond angle) 115° હોય છે. નાઇટ્રસ ઍસિડના એસ્ટરો (esters) સહસંયોજક સંયોજનો હોઈ R-O-N-O…

વધુ વાંચો >

નાઇટ્રાઇડ

નાઇટ્રાઇડ : નાઇટ્રોજન કરતાં ઓછી ઇલેક્ટ્રૉન-ઋણતા ધરાવતાં અથવા વધુ ધનવિદ્યુતી (electropositive) તત્ત્વો સાથે નાઇટ્રોજનનાં દ્વિ-અંગી સંયોજનો. (અપવાદ : એઝાઇડ N3–). આવર્તક કોષ્ટકમાંના સમૂહ a 1 ની ધાતુઓની નાઇટ્રોજન સાથે પ્રત્યક્ષ (direct) પ્રક્રિયાથી એઝાઇડ બને છે જેને કાળજીપૂર્વક (ધડાકો થતો અટકાવવા માટે) ગરમ કરતાં વિઘટન પામીને ઘન નાઇટ્રાઇડ, દા. ત., Li3N,…

વધુ વાંચો >

નાઇટ્રિક ઍસિડ

નાઇટ્રિક ઍસિડ : એક પ્રબળ અકાર્બનિક ખનિજ (mineral) ઍસિડ. સૂત્ર HNO3. શુદ્ધ નાઇટ્રિક ઍસિડ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉ.બિંદુ 83° સે., બાષ્પદબાણ 62 મિમી.(25° સે.), શ્યાનતા 0.761 સેપો.(25° સે.), ઘનતા 1.52 (25° સે.), અને ઠારબિંદુ  –47° સે. છે. તેના ઉપર પ્રકાશ પડવાથી તેમાંથી NO2 ઉત્પન્ન થવાને લીધે તેનું દ્રાવણ પીળા…

વધુ વાંચો >

નાઇટ્રેટ

નાઇટ્રેટ : નાઇટ્રિક ઍસિડમાંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો (ક્ષારો અને એસ્ટરો) પૈકીનું ગમે તે એક સંયોજન. ક્ષારો (દા. ત., NH4NO3) આયનિક સંયોજનો હોય છે અને તેમાં નાઇટ્રેટ ઋણાયન (NO3–) તરીકે હોય છે. એસ્ટરો નાઇટ્રિક ઍસિડના સહસંયોજક સંયોજનો હોય છે અને તેમની સંરચના R-O-NO2 હોય છે, જેમાં R એ એક કાર્બનિક…

વધુ વાંચો >

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ)

નાઇટ્રોગ્લિસરીન (ગ્લિસરાઇલ ટ્રાઇનાઇટ્રેટ) : નાઇટ્રોજનનું 18.5 % જેટલું ઊંચું પ્રમાણ ધરાવતું પ્રબળ નાઇટ્રોવિસ્ફોટક અને ડાઇનમાઇટનો મુખ્ય ઘટક. રાસાયણિક સૂત્ર C3H5(ONO2)3. 1846માં ઇટાલિયન રસાયણજ્ઞ અસ્કાનિયો સોબ્રેરોએ 10° સે. અથવા તેથી નીચા તાપમાને રહેલા સાંદ્ર નાઇટ્રિક અને સલ્ફયુરિક ઍસિડના મિશ્રણમાં ધીમે ધીમે ગ્લિસરીન ઉમેરતા જઈ તે મેળવેલું. નાઇટ્રોગ્લિસરીન, ઍસિડ મિશ્રણ ઉપર ઉપલા…

વધુ વાંચો >

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle)

નાઇટ્રોજન-ચક્ર (nitrogen cycle) : કુદરતી જૈવિક, અને રાસાયણિક પ્રક્રમો દ્વારા પૃથ્વી પરનાં વાતાવરણ, પાણી, જમીન અને વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિ વચ્ચે નાઇટ્રોજનનું વિવિધ સ્વરૂપે સતત પરિવહન. પર્યાવરણમાં રાસાયણિક તત્વોનાં વિવિધ ચક્રો પૈકીનું તે એક મુખ્ય ચક્ર છે. તેમાં એમોનીકરણ (ammonification), એમોનિયાનું પરિપાચન (assimilation), નાઇટ્રીકરણ (nitrification), નાઇટ્રેટનું પરિપાચન, નાઇટ્રોજન સ્થિરીકરણ અથવા સ્થાપન…

વધુ વાંચો >

નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ)

નાઇટ્રોસિલ ક્લોરાઇડ (NOCℓ) : અમ્લરાજ(aqua ragia)માંનો એક ઉપચયનકારી ઘટક. વાયુરૂપમાં તે પીળો જ્યારે પ્રવાહી રૂપમાં રતાશ પડતા પીળા રંગનો હોય છે. પ્રવાહીનું ગ. બિં. –59.6° સે.અને ઉ. બિં. –6.4° સે. તથા ઘનતા 1.273 (20° સે.) છે. વાયુ સળગી ઊઠે તેવો કે સ્ફોટક પ્રકૃતિનો નથી; પરંતુ ખૂબ જ સંક્ષારક (corrosive) છે.…

વધુ વાંચો >

નાગાર્જુન

નાગાર્જુન (આશરે આઠમી સદી) : રસવિદ્યાના વિખ્યાત ભારતીય કીમિયાગર (alchemist). નાગાર્જુન વિશે ઘણાં મતમતાંતર પ્રવર્તે છે. તેમણે તંત્રજ્ઞાનનો વિખ્યાત ગ્રંથ ‘રસરત્નાકર’ લખવા ઉપરાંત સુશ્રુતનું સંપાદન કર્યું છે. એક નાગાર્જુન બૌદ્ધ તત્વજ્ઞાનના માધ્યમિકા સંપ્રદાયના સ્થાપક તથા મહાયાન શાખાના સ્થાપક બીજી સદીના અંતથી ત્રીજી સદીની શરૂમાં થયા હોવાનું મનાય છે. કહેવાય છે…

વધુ વાંચો >

નાટ્ટા, ગુલિયો

નાટ્ટા, ગુલિયો (જ. 26 ફેબ્રુઆરી 1903, જેનોઆ નજીક ઇમ્પેરિયામાં; અ. 2 મે 1979, બર્ગેમો, ઇટાલી) : નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી. તેમના પિતા જાણીતા ન્યાયાધીશ હતા. શરૂઆતમાં નાટ્ટાએ જેનોઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ મિલાન પૉલિટૅકનિક ઇન્સ્ટિટ્યૂટમાં રાસાયણિક ઇજનેરી ભણીને 21 વર્ષની ઉંમરે ડૉક્ટરેટ મેળવી તથા ત્રણ વર્ષ બાદ Libero Docente…

વધુ વાંચો >