ચિનુપ્રસાદ વૈ. જાની

પાસપૉર્ટ

પાસપૉર્ટ : આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગવાની પરવાનગી દર્શાવતો અધિકૃત દસ્તાવેજ. દેશના નાગરિક તરીકેની માન્યતા આપતો તથા દેશવિદેશનો પ્રવાસ હાથ ધરવા માટેની કાયદાકીય સુગમતા બક્ષતો આ દસ્તાવેજ જે તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. કોઈ પણ કાયદામાં પાસપૉર્ટની વ્યાખ્યા આપી નથી; પણ ભારતની સર્વોચ્ચ અદાલતે વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ પાસપૉર્ટ…

વધુ વાંચો >

પુરાવો

પુરાવો જેના પરથી અન્ય હકીકતના અસ્તિત્વ વિશે હકારાત્મક કે નકારાત્મક અનુમાન તારવી શકાય એ હકીકત સાબિત કરવા માટેની સામગ્રી. જે હકીકતનું અનુમાન તારવી શકાય એ મુખ્ય હકીકત ગણાય છે, અને જે હકીકતમાંથી એવું અનુમાન તારવી શકાય એ પુરાવો કહેવાય છે. દા. ત., ‘અ’ના મૃત શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા છે.…

વધુ વાંચો >

પેટન્ટ

પેટન્ટ : પોતાની મૌલિક ઔદ્યોગિક શોધ જાહેર કરવાના બદલામાં સંશોધકને કાયદા અન્વયે તે શોધનો ઉપયોગ કરવા માટે અપાતો સંપૂર્ણ ઇજારો. ઔદ્યોગિક ઉપયોગમાં આવે એવી નવી શોધની બાબતમાં જ આવો હક્ક આપવામાં આવે છે. પેટન્ટ આપવાનો ઉદ્દેશ નવી ઔદ્યોગિક તકનીકને ઉત્તેજન આપવાનો અને ઔદ્યોગિક વિકાસ સાધવાનો છે. તે આપવાથી કેટલાક લાભ…

વધુ વાંચો >

ભગવતી, પી. એન.

ભગવતી, પી. એન. (જ. 21 ડિસેમ્બર 1921, અમદાવાદ) : ભારતના અગ્રણી ન્યાયવિદ તથા દેશની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. આખું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી. પિતા અગ્રણી ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ હતા. માતાનું નામ સરસ્વતીબહેન. 1937માં સોળ વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં આખા ઇલાકામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા બાદ મુંબઈની એલ્ફિન્સ્ટન…

વધુ વાંચો >

લોકઅદાલત

લોકઅદાલત : રાજ્ય કાનૂની સેવા સત્તામંડળોના ઉપક્રમે દીવાની અદાલતોના દરજ્જાવાળી, સંબંધિત બધા પક્ષકારોને સંતોષ થાય તેવા ઉકેલ શોધવા માટે રચવામાં આવેલી અદાલતો. કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ, 1987 હેઠળ તે રચવામાં આવતી હોય છે. પ્રચલિત ન્યાયવિતરણની પદ્ધતિની લાંબી કાર્યવાહીના કારણે અને ચુકાદાઓને પડકારવાની અપીલો-રિવિઝનો –  રિટઅરજીઓના કાનૂની પ્રબંધોના પરિણામે ન્યાયતંત્ર પર…

વધુ વાંચો >

વસિયતનામું (વિલ)

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની પોતાની સહી અને બે સાક્ષીઓની સહી અનિવાર્ય ગણાય છે. આમ પોતાનાં હિત-અહિત વિશે પૂરી સમજણ અને સ્થિર મગજ ધરાવનાર વ્યક્તિ વસિયતનામું કરી શકે છે, પરિણીત નારી પોતાની સ્વતંત્ર મિલકત બાબતમાં…

વધુ વાંચો >

વિશિષ્ટ દાદનો કાયદો

વિશિષ્ટ દાદનો કાયદો : સમન્યાય(equity)ના સિદ્ધાંત હેઠળ વિશિષ્ટ દાદ માગવા અંગેનો કાયદો. વિશિષ્ટ દાદ એ સમન્યાયનો એક પ્રકાર છે. તે બદલ ભારતમાં છેલ્લો કાયદો 1963થી અમલમાં આવ્યો છે. આ કાયદા મુજબ નીચે મુજબની વિશિષ્ટ દાદ આપવાની જોગવાઈ કરવામાં આવી છે : (1) સ્થાવર કે જંગમ મિલકતનો કબજો મેળવવા માટેની વિશિષ્ટ…

વધુ વાંચો >

સુખાધિકાર (Easement)

સુખાધિકાર (Easement) : મિલકત પરના અધિકારનો એક પ્રકાર. સ્થાવર મિલકતનો માલિક પોતાની મિલકત ભોગવવાનો કે વેચવાનો હક્ક ધરાવે છે; પણ અમુક સંજોગોમાં એ પારકી મિલકત પર પણ અમુક હક્ક ભોગવી શકે છે. એમાંના એક હક્કનો પ્રકાર છે સુખાધિકાર. ભારતમાં ઈ. સ. 1882માં સુખાધિકાર અધિનિયમ અમલમાં આવ્યો. કોઈ જમીનનો માલિક કે…

વધુ વાંચો >