ચિત્રકલા

સિંહા સતીશ

સિંહા, સતીશ (જ. 1893; અ. 1965) : બંગાળ-શૈલીમાં કામ કરનાર આધુનિક ભારતીય ચિત્રકાર. કોલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં તેમણે કલાગુરુ પર્સી બ્રાઉન અને જે. પી. ગાંગુલી હેઠળ અભ્યાસ કરેલો. અભ્યાસ બાદ તેમણે સ્ટૉક-બ્રોકર અને વીમા એજન્ટનું કામ કર્યું હતું. કલાસાધના ફરીથી શરૂ કર્યા પછી તેઓ કોલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >

સીટર ડેનિયલ (Seiter Daniel)

સીટર, ડેનિયલ (Seiter, Daniel) (જ. 1647, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 1705) : ઑસ્ટ્રિયન બરોક-ચિત્રકાર. વૅનિશ જઈ સીટરે ચિત્રકાર જોહાન કાર્લ લોથ પાસે ચિત્રકળાની તાલીમ લીધી. આશરે 1680માં સીટરે રોમ જઈ 1683માં ત્યાંની ‘અકાદમિયા દેઇ વર્ચુઓસી અલ પૅન્થિયૉન’નું સભ્યપદ પ્રાપ્ત કર્યું. 1686માં તેઓ રોમની ‘અકાદમિય સેંટ લુચા’(Aceademia Saint Luca)ના સભ્યપદે ચૂંટાયા. રોમમાં…

વધુ વાંચો >

સીયા કુએઈ (Hsia Kuei)

સીયા, કુએઈ (Hsia, Kuei) (જ. આશરે 1195, હેન્ગ્ચો, ચેકિયાંગ, ચીન; અ. આશરે 1224, ચીન) : યુગપ્રવર્તક ચીની નિસર્ગ-ચિત્રકાર, ‘મા-સીયા’ નિસર્ગચિત્ર શૈલીના બે સ્થાપકોમાંના એક. (બીજા તે મા યુઆન). લાંબા વીંટા (scrolls) પર બહુધા એકરંગી (monochromatic) નિસર્ગચિત્રોને સળંગ અવકાશી દૃષ્ટિકોણ(panoramic view)થી આલેખવા માટે તેઓ જાણીતા છે. તેઓ ઝડપથી પીંછી ચલાવી જોશભેર…

વધુ વાંચો >

સુગાઈ કુમી (Sugai Kumi)

સુગાઈ, કુમી (Sugai, Kumi) (જ. 1919, કોબે, જાપાન; અ. 1996, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક જાપાની ચિત્રકાર. કોબે ખાતે તેમણે કલા-અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો થતાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે જાપાની લશ્કરમાં સૈનિક તરીકે કામ કર્યું. યુદ્ધ પૂરું થતાં સમગ્ર યુરોપનો પ્રવાસ કર્યો અને પૅરિસમાં સ્થાયી થઈને ચિત્ર અને શિલ્પનું સર્જન…

વધુ વાંચો >

સુદ અનુપમ

સુદ, અનુપમ (જ. 1944, હોશિયારપુર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. 1962માં અહીંથી સ્નાતક થયા પછી લંડન જઈને સ્લેઇડ સ્કૂલ ઑવ્ ફાઇન આટર્સમાં કલાનો વધુ અભ્યાસ કરી કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. ભારત પાછા ફરીને 1967માં દિલ્હીમાં તેમણે તેમનાં…

વધુ વાંચો >

સુન્દરમ્ વિવાન (Sunderem, Vivan)

સુન્દરમ્, વિવાન (Sunderem, Vivan) (જ. 1943, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરીને કલાના સ્નાતક થયા. કૅન્વાસ પર કે કાગળ પર ચિત્રાંકન કરવાને કે પથ્થર, ધાતુ, લાકડા, કાચ કે પ્લાસ્ટિકમાંથી શિલ્પ સર્જવાને સ્થાને સુન્દરમ્ ‘ઇન્સ્ટૉલેશન’ પદ્ધતિએ કલાકૃતિઓ સર્જે છે; જેમાં મૂળ…

વધુ વાંચો >

સુપરમેટિઝમ (Supermatism)

સુપરમેટિઝમ (Supermatism) (1913-1918) : રશિયન ચિત્રકાર કાસિમીર માલેવિચે 1915માં આરંભેલ એક આધુનિક કલાપ્રવાહ (movement). કાસિમીર માલેવિચ શુદ્ધ ભૌમિતિક આકારો વડે અમૂર્ત સર્જન કરવાની નેમ આ કલાપ્રવાહ ધરાવે છે. તેમાં કોઈ પણ પ્રકારે સામાજિક, રાજકીય કે ઊર્મિપ્રેરિત (sentimental) ટીકા કે અભિવ્યક્તિ કરવામાં આવતી નથી. 1915માં તેનો ઢંઢેરો (manifesto) પ્રકાશિત થયો હતો.…

વધુ વાંચો >

સુબ્રમણ્યન્ કે. જી.

સુબ્રમણ્યન્, કે. જી. (જ. 1924, કુથુપારામ્બા, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર, ભારતીય લોકકલાવિદ અને કલાગુરુ. શાળા પછી ચેન્નાઈમાં વિનયન શાખાનો અભ્યાસ શરૂ કર્યો, પણ 1942માં ‘હિંદ છોડો’ ચળવળમાં એ જોડાયા અને આ અભ્યાસ અધૂરો રહ્યો. તેઓ 1944માં શાંતિનિકેતનમાં કલાના વિદ્યાર્થી તરીકે દાખલ થયા હતા અને કલાગુરુ નંદલાલ બોઝ અને બિનોદ…

વધુ વાંચો >

સુબ્લીયારે પિયેરે

સુબ્લીયારે, પિયેરે (Subleyaras, Pierre) (જ. 1699, ફ્રાંસ; અ. 1749, રોમ, ઇટાલી) : ફ્રેંચ બરોક-ચિત્રકાર. ચિત્રકાર ઍન્તૉઇન રિવાલ્ઝ પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. રૉયલ ફ્રેંચ અકાદમીનું ‘પ્રિ દ રોમ’ (Prix de Rome) ઇનામ 1727માં તેમને મળ્યું. તે પછી તેઓ ઇટાલી ચાલ્યા ગયા અને ત્યાં મુખ્યત્વે રોમમાં જીવન વિતાવ્યું. ત્યાં તેમણે ખ્રિસ્તી…

વધુ વાંચો >

સુરેશ બી. વી.

સુરેશ, બી. વી. (જ. 1960, બગલોર) : આધુનિક ભારતીય ચિત્રકાર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કરીને તેનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. ત્યારબાદ લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ અભ્યાસ કરીને માસ્ટરની ઉપાધિ પ્રાપ્ત કરી. ભારત પાછા ફરીને વડોદરાની માતૃસંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં…

વધુ વાંચો >