ચિત્રકલા
રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન
રૅમ્બ્રાં, હાર્મેન્ઝૂન વાન રીન (જ. 15 જુલાઈ 1606, લીડન, નેધરલૅન્ડ્ઝ; અ. 4 ઑક્ટોબર 1669, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : બરૉક શૈલીના પુરસ્કર્તા મહાન ડચ ચિત્રકાર અને છાપચિત્રકલા (મુદ્રણક્ષમકલા, printmaking)ના કસબી. પવનચક્કીઓના માલિક ધનિક પિતા હાર્મેન ગૅરિટ્ઝૂનના નવ પૈકીના તેઓ આઠમા સંતાન હતા. 1620માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર…
વધુ વાંચો >રૈબા, એ. એ.
રૈબા, એ. એ. (જ. 20 જુલાઈ 1922, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર, કુંભકાર અને ડેકોરેટર. 1946માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. શણગારપ્રધાન શૈલી તેમજ અભિવ્યક્તિવાદી શૈલીની મિશ્રશૈલીમાં તેમણે ચિત્રસર્જન કર્યું છે. 1955થી શરૂ કરીને તેમણે પ્રત્યેક વર્ષે ભારતમાં વૈયક્તિક ચિત્રપ્રદર્શન કર્યું છે. કેન્દ્રીય લલિત…
વધુ વાંચો >રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ)
રોકોકો કલા (Rococo art) (ચિત્ર અને શિલ્પ) : આશરે 1750થી 1800 દરમિયાન પશ્ચિમ યુરોપની પ્રભાવક કલાશૈલી. રોકોકોની પુરોગામી બરોક કલાશૈલીમાં વેવલી (insipid) કોમળતા, ઠઠારા અને વૈભવપ્રદર્શનનો અતિરેક થતાં બરોક કલાનું સૌષ્ઠવ નંદવાયું અને રોકોકો કલાનો જન્મ થયો. ફ્રેન્ચ શબ્દ રોકોકોનો અર્થ છે : શંખ-અલંકરણ (shell-decoration). શંખમાં જોવા મળતા અંતર્ગોળ અને…
વધુ વાંચો >રોઝાનોવા, ઓલ્ગા
રોઝાનોવા, ઓલ્ગા (જ. 1886, રશિયા; અ. 1918, રશિયા) : રશિયન કન્સ્ટ્રક્ટિવિસ્ટ મહિલા ચિત્રકાર. તેમણે દુન્યવી ઘટનાઓ કે ચીજવસ્તુઓના આભાસો કૅન્વાસ પર ચીતરવાને સ્થાને અમૂર્ત સ્વયંભૂ (autonomous) આકૃતિઓ ચીતરવાનું મુનાસિબ માનેલું. તેમની ચિત્રકૃતિઓમાં સફેદ કે આછા પીળા રંગની એકસરખી પશ્ચાદભૂમાં વચ્ચે લીલી કે લાલ જાડી પટ્ટી ચિત્રિત હોય છે. ચિત્રની ખરબચડી…
વધુ વાંચો >રોડવિટ્ટિયા, રેખા
રોડવિટ્ટિયા, રેખા (જ. 1958, બેંગલોર) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1981માં ચિત્રકલાનાં સ્નાતક થયાં. આ પછી શિવદાસાની કુટુંબની આર્થિક સહાય મળતાં તેમણે લંડન જઈ અભ્યાસ ચાલુ રાખ્યો અને 1983માં ધ રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાંથી તેઓ ચિત્રકલાનાં અનુસ્નાતક થયાં. તે જ વર્ષે…
વધુ વાંચો >રોમન કલા
રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન. પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં…
વધુ વાંચો >રૉમ્ની, જ્યૉર્જ
રૉમ્ની, જ્યૉર્જ (જ. 1734, લૅન્કેશાયર, બ્રિટન; અ. 1802, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. વતન લૅન્કેશાયરમાં ચિત્રકલાની તાલીમ લીધી. વ્યક્તિચિત્રકાર (portraitist) તરીકે તેમણે તુરત જ નામના મેળવી. 1762માં પત્ની અને બાળકોને રઝળતાં છોડી તેઓ લંડનમાં સ્થિર થયા. અહીં તેઓ વ્યક્તિચિત્રકાર તરીકે ખૂબ જ ખ્યાતનામ થયા અને ચિત્રકલાના વેચાણમાંથી પુષ્કળ નાણાં કમાયા;…
વધુ વાંચો >રૉય, ઇન્દ્રપ્રમિત
રૉય, ઇન્દ્રપ્રમિત (જ. 1964, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાંતિનિકેતનમાંથી ચિત્રકલાના સ્નાતક થયા પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં વધુ બે વરસ અભ્યાસ કરી ચિત્રકલામાં અનુસ્નાતક ઉપાધિ મેળવી. આ પછી લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ એક વર્ષ ચિત્રકલાનો અભ્યાસ કરી ચિત્રકલાનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો.…
વધુ વાંચો >રૉય, જામિની
રૉય, જામિની (જ. 1887, બંગાળ; અ. 1972, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : આધુનિક ભારતીય યુગપ્રવર્તક ચિત્રકાર. બંગાળી જાગીરદાર કુટુંબમાં જન્મ. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં વિદ્યાર્થી તરીકે જોડાયા. કારકિર્દીના પ્રારંભે તેઓ તત્કાલીન પ્રવર્તમાન યુરોપીય ઍકેડેમિક શૈલીની ગાઢ અસર નીચે હતા, પણ તે અસર તુરત જ દૂર થઈ.…
વધુ વાંચો >રૉરિક, નિકોલસ
રૉરિક, નિકોલસ (જ. 10 ઑક્ટોબર 1874, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 13 ડિસેમ્બર 1947, કુલુ, ભારત) : હિમાલયના નિસર્ગને ચીતરવા માટે ખ્યાતિ પામનાર રશિયન ચિત્રકાર. પિતા ફ્યોદોર ઇવાનોવિચ મૂળ આઇસલૅન્ડિક વાઇકિંગ(ચાંચિયા)ના વંશજ હતા. માતાનું નામ મારિયા વાસિલિયેના કાલાશ્નિકોવા. 1883માં સેન્ટ પીટર્સબર્ગની કૉલેજ ઑવ્ કે. માઈમાં કાયદાનો અભ્યાસ કરવા નિકોલસ દાખલ થયા.…
વધુ વાંચો >