ચિત્રકલા
રૂપા કચરા
રૂપા કચરા : જામનગરના સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ હરોળના ચિતારા. જામનગરના રાજવી જામ વિભાજીના સમય (1852-1895) દરમિયાન તેઓ થઈ ગયા. જાતિએ તેઓ કડિયા જ્ઞાતિના હતા. એમની અનેક ચિત્રકૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમાં અમદાવાદના સ્વામિનારાયણ મંદિર(કાલુપુર)ના રંગમહેલમાં પ્રદર્શિત કરેલી શ્રી ઘનશ્યામ મહારાજની દોલોત્સવની તથા બાળ ઘનશ્યામ અને ધર્મભક્તિની ચિત્રકૃતિઓ જૂનામાં જૂની છે.…
વધુ વાંચો >રૂબેન્સ, (ઝ) પીટર પૉલ
રૂબેન્સ, (ઝ) પીટર પૉલ (જ. 28 જૂન 1577, સીજન, જર્મની; અ. 30 મે 1640, ઍન્ટવર્પ ફ્લૅન્ડર્સ) : બરૉક શૈલીના મહાન ફ્લૅમિશ ચિત્રકાર. બરૉક શૈલીની લાક્ષણિક કામોત્તેજક પ્રચુરતાના પ્રખર પુરસ્કર્તા. તેમની ઉત્તમ કૃતિઓમાં સંખ્યાબંધ વ્યક્તિચિત્રો અને ધાર્મિક ચિત્રોનો સમાવેશ થતો હોવા છતાં ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે તેમને અસાધારણ લોકપ્રિયતા મળી. તેમનું…
વધુ વાંચો >રૂસો, થિયોડૉર (Rousseau, Theodore)
રૂસો, થિયોડૉર (Rousseau, Theodore) (જ. 15 એપ્રિલ 1812, પૅરિસ, ફ્રાન્સ; અ. 22 ડિસેમ્બર 1867, બાર્બિઝોં, ફ્રાન્સ) : નિસર્ગ ચિત્રકામ કરતી ફ્રાન્સની બાર્બિઝોં ચિત્રશૈલીનો પ્રમુખ ચિત્રકાર અને બાર્બિઝોં ચિત્રકારોનો નેતા. 14 વરસની ઉંમરે અન્ય ચિત્રકારોનાં ચિત્રોની નકલો કરીને સ્વશિક્ષિત થવાનું શરૂ કર્યું. તત્કાલીન નવપ્રશિષ્ટ (neo-classical) ચિત્રકારોથી તદ્દન વિપરીત, સ્ટુડિયોમાંથી બહાર નીકળી,…
વધુ વાંચો >રૂસો હેન્રી (Rousseau Henri)
રૂસો, હેન્રી (Rousseau, Henri) (જ. 21 મે 1844, લાવા, ફ્રાન્સ; અ. 12 સપ્ટેમ્બર 1910, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ બિનતાલીમી (naive) ચિત્રકાર. સિંહ, વાઘ, મગર, ડાયનોસૉર જેવાં હિંસક પશુઓથી ભરચક વિષુવવૃત્તીય વરસાદી જંગલોનાં બારીક વિગતપૂર્ણ ચિત્રો સર્જવા માટે તે પ્રસિદ્ધ થયા હતા. પિતા લુહાર હતા. પોતે સાવ સાધારણ વિદ્યાર્થી હતા. શાળાનો…
વધુ વાંચો >રેઇનર, ઍર્નુલ્ફ (Rainer Arnulf)
રેઇનર, ઍર્નુલ્ફ (Rainer Arnulf) (જ. 1929, વિયેના નજીક બાડેન, ઑસ્ટ્રિયા) : આધુનિક ઑસ્ટ્રિયન ચિત્રકાર. 1947માં તેઓ પૉલ નૅશ, ફ્રાંસિસ બેકન, સ્ટૅન્લી સ્પેન્સર અને હેન્રી મુરની કલાકૃતિઓથી પ્રભાવિત થયા. 1948માં પરાવાસ્તવવાદી કલાસિદ્ધાંતોનો અભ્યાસ કર્યો, જેની ચિરસ્થાયી અસર તેમના કલાસર્જન પર પડી. રેઇનરે 1949માં વિયેનાની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ તેમજ વિયેના એકૅડેમી…
વધુ વાંચો >રેઝા, આકા-એ-અબ્બાસી
રેઝા, આકા-એ-અબ્બાસી (જ. આશરે 1570, મેશેદ, ઈરાન; અ. 1635, ઇસ્ફહાન, ઈરાન) : ઈરાની લઘુચિત્રકલાની ઇસ્ફહાન શૈલીનો એક મુખ્ય ચિત્રકાર તથા સમ્રાટ શાહ અબ્બાસ પહેલાનો પ્રીતિપાત્ર. પિતા અલી અશ્ગર મેશેદના સફાવીદ સૂબા ઇબ્રાહીમ મિર્ઝાનો દરબારી ચિત્રકાર હતો. અહીં જ બાળક રેઝાએ તાલીમ લીધી. તેનાં તેજસ્વી ચિત્રોએ ઇસ્ફહાનના સમ્રાટ શાહ અબ્બાસનું તરત…
વધુ વાંચો >રેડેપ્પાનાઇડુ, મોપુરી
રેડેપ્પાનાઇડુ, મોપુરી (જ. 1932, કાપુલાપાલેમ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. કાકીનાડામાંથી શાલેય શિક્ષણ પ્રાપ્ત કરી, મેટ્રિક્યુલેશન પસાર કરી, ચેન્નઈની ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં પ્રવેશ મેળવ્યો. અહીં એચ. વી. રામગોપાલ, એસ. ધનપાલ, કે. સી. એસ. પણિક્કર અને પ્રિન્સિપાલ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે પાંચ વર્ષ લાંબી તાલીમ મેળવી.…
વધુ વાંચો >રેડ્ડી, ડી. એલ. એન.
રેડ્ડી, ડી. એલ. એન. (જ. 1949, નેરાડા, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને મુદ્રણક્ષમ કલાના સર્જક. હૈદરાબાદ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરીને 1969માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં વધુ બે વરસ લગી અભ્યાસ કરી 1971માં ડિપ્લોમા ઇન પ્રિન્ટ મેકિંગ (મુદ્રણક્ષમ…
વધુ વાંચો >રેડ્ડી, પાકલ તિરુમલ
રેડ્ડી, પાકલ તિરુમલ (જ. 4 જાન્યુઆરી 1915, અન્નારામ, કરીમનગર જિલ્લો, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ખેડુ કુટુંબમાં જન્મ. ગ્રામવિસ્તારમાં બાળપણ વિતાવ્યું. 1935માં મૅટ્રિક પાસ કરી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પ્રવેશ મેળવ્યો. 1942માં અભ્યાસ પૂર્ણ કર્યો. 1937માં બૉમ્બે આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ મેળવ્યો. 1938માં તેઓ ભીંતચિત્રોની હરીફાઈમાં મિસ ડૉલી…
વધુ વાંચો >રેડ્ડી, પી. ટી.
રેડ્ડી, પી. ટી. (જ. 1915, એન્નારેમ, આંધ્રપ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1938માં તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1941માં તેઓ માતૃસંસ્થા સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટના ફેલો બન્યા. તેમણે તેમની કલાનું પ્રથમ વૈયક્તિક પ્રદર્શન 1940માં બૉમ્બે આર્ટ સોસાયટી ખાતે મુંબઈમાં ગોઠવ્યું. આ પછી તેઓ…
વધુ વાંચો >