ચિત્રકલા
બુરા, એડવર્ડ
બુરા, એડવર્ડ (જ. 1905, લંડન; અ. 1976, લંડન) : આધુનિક બ્રિટિશ ચિત્રકાર. મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ. પિતા બૅરિસ્ટર. બાળપણમાં જ વા અને પાંડુતાના રોગનો તેઓ ભોગ બનેલા. નબળી તબિયત છતાં આજીવન વિપુલ ચિત્રસર્જન અને પ્રવાસો કરતા રહ્યા. શાળાના શિક્ષણ પછી 1921માં તેઓ લંડનની ‘ચેલ્સિપા પૉલિટૅકનિક’માં કલાના અભ્યાસ માટે દાખલ થયા. અભ્યાસ…
વધુ વાંચો >બૂશર, ફ્રાન્સવા
બૂશર, ફ્રાન્સવા (જ. 1703; અ. 1770) : રકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. ફ્રાન્સના રાજા લૂઈ પંદરમા અને માદામ દ પૉમ્પેદુના તેઓ પ્રીતિપાત્ર હતા. કલા-અભ્યાસ તેમણે શરૂઆતમાં પોતાના પિતા પાસે અને પછીથી ફ્રાન્સવા લેમોઇં પાસે કર્યો. તેમણે પોતાની જે આગવી શૈલી ઉપજાવી તે ફ્રાન્સની તત્કાળ વિલાસી જીવનશૈલી સાથે સુસંગત હતી.…
વધુ વાંચો >બેકન, ફ્રાન્સિસ
બેકન, ફ્રાન્સિસ (જ. 28 ઑક્ટોબર 1909, ડબ્લિન; અ. 1992) : એકલતા અને ત્રાસને નિરૂપતા આઇરિશ અગ્રણી આધુનિક ચિત્રકાર. પિતા ઘોડાને તાલીમ આપનાર હતા. ઘેર ખાનગી રાહે ટ્યૂશન લઈને ચિત્રકળાની તાલીમ લીધી. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયન ચિત્રકાર રૉય દ મૈસ્ટ્રેની મિત્રતાથી પણ કલાભ્યાસમાં ફાયદો થયો. 1945 સુધી તેઓ સ્વીકૃતિ અને પ્રસિદ્ધિથી દૂર…
વધુ વાંચો >બેકમન, મૅક્સ
બેકમન, મૅક્સ (જ. 12 ફેબ્રુઆરી 1884, લાઇપ્ઝિગ, જર્મની; અ. 27 ડિસેમ્બર 1950, ન્યૂયૉર્ક) : પોતાનાં ચિત્રોમાં વીસમી સદીની હિંસા અને કરુણતાને વ્યક્ત કરનાર અભિવ્યક્તિવાદી (expressionist) જર્મન ચિત્રકાર. 1900થી 1903 સુધી તેમણે જર્મનીની વાઇમર અકાદમીમાં હાન્સ ફૉન મારિસ પાસે પ્રશિષ્ટ ચિત્રકલાની તાલીમ લીધી. 1904માં તેઓ બર્લિન ગયા. અહીં તેઓ જર્મન પ્રભાવવાદી…
વધુ વાંચો >બૅટમૅન, હેનરી મૅયો
બૅટમૅન, હેનરી મૅયો (જ. 1887, સટન ફૉરેસ્ટ, ન્યૂ સાઉથ વેલ્સ, ઑસ્ટ્રેલિયા; અ. 1970) : પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ. નાનપણથી જ તેઓ ઇંગ્લૅન્ડમાં ઊછર્યા હતા. 1906થી તેમણે ‘પંચ’ અને અન્ય સામયિકો માટે હાસ્યરસિક કથાની ચિત્રપટ્ટીઓ (comic strips) અનોખી શૈલીમાં રજૂ કરવા માંડી. તેઓ વિનોદાત્મક (humorous) ડ્રૉઇંગ માટે સૌથી વધુ જાણીતા હતા. મહેશ ચોકસી
વધુ વાંચો >બેન્દ્રે, નારાયણ શ્રીધર
બેન્દ્રે, નારાયણ શ્રીધર (જ. 21 ઑગસ્ટ 1910, ઇન્દોર; અ. 18 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર અને પ્રસિદ્ધ કળાગુરુ. પિતા સરકારી ખાતામાં કારકુન. બાળપણથી જ તેમને ચિત્રકળાનો નાદ લાગ્યો હતો. પ્રારંભિક તાલીમ 1929માં ઇંદોરની સ્ટેટ આર્ટ સ્કૂલમાં ડી. ડી. દેવલાલીકર પાસે મેળવી. 1933માં તેમણે મુંબઈ ખાતે ‘ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન…
વધુ વાંચો >બૅલિની, જંતિલે
બૅલિની, જંતિલે (જ. 1429, વેનિસ, ઇટાલી; અ. 1507) : રેનેસાંના ઇટાલિયન ચિત્રકાર. ચિત્રકાર જૅકોપો બૅલિનીના પુત્ર. 1470માં પિતા જૅકોપોના મૃત્યુ સુધી જંતિલેએ પિતાના સ્ટુડિયોમાં તાલીમ લીધી. સ્વતંત્ર રીતે કામ કરતા થયા ત્યારે તેમની ગણના વેનિસના ટોચના ચિત્રકારોમાં થવા લાગી. રોમન સમ્રાટ ફ્રેડરિક ત્રીજાએ જંતિલેને દરબારી ચિત્રકારનો દરજ્જો આપ્યો. સમ્રાટે 1479માં…
વધુ વાંચો >બૅલિની, જિયોવાની
બૅલિની, જિયોવાની (જ. 1430, વૅનિસ, ઇટાલી; અ. 1516) : રેનેસાંના ઇટાલિયન ચિત્રકાર. પિતા જૅકોપો બૅલિનીના સ્ટુડિયોમાં તેમણે તાલીમ મેળવી. ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાની શૈલીનો જિયોવાની પર ઘેરો પ્રભાવ જોવા મળે છે. પરંતુ ચિત્રકલામાં તેમની નિજી સિદ્ધિઓ તેને રેનેસાંના ટોચના કલાકારોમાં સ્થાન અપાવે છે. તેમના શિષ્યોમાં જ્યૉર્જોને તથા ટિશ્યોં જેવા મહાન ચિત્રકારોનો…
વધુ વાંચો >બૅલિની, જૅકોપો
બૅલિની, જૅકોપો (જ. 1400, વેનિસ, ઇટાલી; અ. 1470) : રેનેસાંના ઇટાલિયન ચિત્રકાર. જંતિલે દ ફૅબ્રિયાનોના હાથ નીચે જૅકોપોએ 1423માં તાલીમ લીધી હતી. જૅકોપોનાં ચિત્રોમાં ઘણી ઊંડી ગૉથિક અસર જોવા મળે છે. માત્ર ચાર જ ચિત્રો એવાં બચ્યાં છે, જે જૅકોપોએ જ ચીતર્યાં છે તેમ નિ:શંક કહી શકાય. આ ચિત્રોમાં માનવ-આકૃતિઓ…
વધુ વાંચો >બૅલૉટો, બર્નાર્ડો
બૅલૉટો, બર્નાર્ડો (જ. 1721, વેનિસ, ઇટાલી; અ. 1780, વૉર્સો, પોલૅન્ડ) : પ્રસિદ્ધ ઇટાલિયન ચિત્રકાર. વેનિસ અને લંડનનાં નગરચિત્રો આલેખી વિખ્યાત બનેલ ચિત્રકાર કૅનેલેટૉના તેઓ શિષ્ય અને ભત્રીજા હતા. વેનિસનાં નગરચિત્રો આલેખીને બૅલૉટોએ ચિત્રકામનો આરંભ કર્યો. 1747માં ડ્રેસ્ડન નગરના તે રાજવી ચિત્રકાર નિમાયા અને તેથી તે વેનિસ છોડી ડ્રેસ્ડનમાં સ્થાયી થયા.…
વધુ વાંચો >