ચિત્રકલા
ગોગી, સરોજ પાલ
ગોગી, સરોજ પાલ (જ. 3 ઑક્ટોબર 1945, નેઓલી, ઉત્તરપ્રદેશ; અ. 27 જાન્યુઆરી 2024, દિલ્હી) : આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર. વનસ્થલી(રાજસ્થાન)ની આર્ટ કૉલેજમાં અભ્યાસ કર્યા પછી લખનૌની આર્ટ કૉલેજમાંથી ડિપ્લોમા મેળવ્યો. 1970–77 સુધીમાં ખંડસમયના વ્યાખ્યાતા તરીકે કલાશિક્ષણની જુદી જુદી સંસ્થાઓમાં કામ કર્યું. 1991 સુધીમાં દિલ્હી, મુંબઈ, વડોદરા, બૅંગાલુરુ, ચેન્નાઈ તથા કૅનેડામાં…
વધુ વાંચો >ગોગૅં, પૉલ
ગોગૅં, પૉલ (જ. 7 જૂન 1848, પૅરિસ; અ. 8 મે 1903, લાડોમિનિક, માર્કેસઝ ટાપુઓ) : ઓગણીસમી સદીના ક્રાંતિકારી ફ્રૅંચ ચિત્રકાર. પૅરિસમાં જન્મ્યા પણ પ્રણાલીથી છૂટવા તાહિતીમાં જઈ વસ્યા. ત્યાંની મુક્ત જીવનશૈલી તેમના મુક્ત ચિત્રણમાં મદદરૂપ થઈ. તેમના જીવનનાં પાછલાં વર્ષો દુ:ખ, ગરીબી અને માંદગીમાં – સિફિલિસના રોગી તરીકે ગયાં. 1855માં…
વધુ વાંચો >ગૉઘ, વિન્સેન્ટ વાન
ગૉઘ, વિન્સેન્ટ વાન (જ. 30 માર્ચ 1853, નેધરલૅન્ડ; અ. 29 જુલાઈ 1890, ફ્રાન્સ) : 37 વર્ષની ટૂંકી જિંદગીમાં લાગણીસભર ચિત્રસર્જનો કરનાર હોલૅન્ડના અગ્રણી ચિત્રકાર. એક પણ ચિત્ર વેચાતું નહોતું છતાં તેઓ પેઇન્ટિંગ કર્યે જ જતા. એક દિવસ રંગની કિંમત કરતાં વધુ દામે તે વેચાશે તેની તેમને ખાતરી હતી. તેમનું જીવન…
વધુ વાંચો >ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco)
ગોયા, ફ્રાંસેસ્કો (Goya, Francesco) [જ. 30 માર્ચ 1746, ફુન્ડેતોસ, એરાગોન, સ્પેન; અ. 16 એપ્રિલ 1828, બોર્દ્યુ (Borduex), ફ્રાન્સ] : વ્યંગ, કટાક્ષ અને ઉપહાસ દ્વારા સામાજિક, રાજકીય ટીકા કરનાર સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. ભવ્યતાની અને ઉદાત્તતાની આભા વિના યુદ્ધ, વિજય અને રાજદરબારી જીવનને આલેખવા બદલ ગોયાને બૉદલેર અને આન્દ્રે માલ્રોએ આધુનિકતાનો વૈતાલિક…
વધુ વાંચો >ગોવડા, શીલા
ગોવડા, શીલા (જ. 1957, ભદ્રાવતી, કર્ણાટક) : કર્ણાટકનાં ચિત્રકાર. બૅંગાલુરુની કેન સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારપછી વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ફાઇનલ આર્ટના અભ્યાસ માટે જોડાયાં. ત્યાં સ્નાતક થઈ શાંતિનિકેતનમાં પોસ્ટ-ડિપ્લોમા માટે કર્ણાટકની લલિતકલા અકાદમીની શિષ્યવૃત્તિ લઈ આગળ અભ્યાસ કર્યો. 1983માં ‘નાટ્યવૃંદ’ અને ‘જનપદ’માં પણ કામ કર્યું. લંડનની રૉયલ…
વધુ વાંચો >ગૌડ, લક્ષ્મા
ગૌડ, લક્ષ્મા (જ. 21 ઑગસ્ટ 1940, નિઝામપુર) : હૈદરાબાદના ચિત્રકલાકાર. હૈદરાબાદની સરકારી કૉલેજમાંથી ડ્રૉઇંગ અને પેઇન્ટિંગનો ડિપ્લોમા મેળવ્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ભીંતચિત્રકલાના વધુ અભ્યાસ માટે સ્થાનિક લલિત કલા અકાદમીએ શિષ્યવૃત્તિ આપી. દિલ્હી, મુંબઈ અને બૅંગાલુરુમાં 1991 સુધીમાં 9 પ્રદર્શનો યોજી ચૂક્યા છે. પશ્ચિમ જર્મની અને લંડનમાં પણ એકલ પ્રદર્શનો…
વધુ વાંચો >ગૌરીશંકર પેન્ડમ
ગૌરીશંકર પેન્ડમ (જ. 1936, હૈદરાબાદ) : ચિત્રકાર અને ગ્રાફિક આર્ટિસ્ટ તરીકે હૈદરાબાદના આગળ પડતા કલાકાર. તેમણે મુંબઈ તથા હૈદરાબાદના ફાઇન આર્ટના ડિપ્લોમા મેળવેલા છે. વ્યાખ્યાતા તરીકે કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સ ઍન્ડ આર્કિટેક્ચર, હૈદરાબાદમાં સેવા આપી. મ. સ. યુનિવર્સિટીમાંથી ગ્રાફિકમાં નિપુણતા મેળવી. 1978 સુધીમાં તેમનાં છ એકલ પ્રદર્શનો હૈદરાબાદમાં અને બે…
વધુ વાંચો >ગ્રુનવૉલ્ડ મેથીસ નીધર્ડ-ગોધર્ડ
ગ્રુનવૉલ્ડ મેથીસ નીધર્ડ-ગોધર્ડ (જ. 1475, વુઝબર્ગ, બવેરિયા; અ. 31 ઑગસ્ટ 1528, હૅલે, આર્કબિશ પ્રોઇક ઑવ્ મૅગ્ડેબર્ગ) : જર્મન રેનેસાંસ ચિત્રકાર. તેમને એલઝાસમાં સ્કોન્ગૌરની શૈલીની તાલીમ મળી અને જર્મનીમાં સર્વત્ર ફરવાનું મળ્યું. ઇસેનહેઇમ, સેલીજનસ્ટાડ, આશફનબુર્ગ અને માયન્ટ્સમાં ઇલેક્ટરના હાથ નીચે દરબારી ચિત્રો કરવામાં તેમના જીવનનાં ઘણાં વર્ષો ગયાં. ઇસેનહેઇમના ઉચ્ચ ઑલ્ટરનાં…
વધુ વાંચો >ગ્રેકો, એલ
ગ્રેકો, એલ (જ. 1 ઑક્ટોબર 1541, ક્રીટ ટાપુ, ગ્રીસ; અ. 7 એપ્રિલ 1614, ટોલેડો, સ્પેન) : સ્પૅનિશ બારોક ચિત્રકાર. પોતાનું વતન ગ્રીસમાં ક્રીટ ટાપુ ખાતે હતું જ્યાં ચિત્રકલાની તાલીમ લીધી. મૂળ નામ ડોમેનિકોસ થિયોટોકોપુલોસ. સોળમી સદીની બાયઝૅન્ટાઇન કલા ક્રીટમાં અસ્તિત્વમાં હતી. વધુ અભ્યાસ વેનિસમાં કર્યો. પછી મૃત્યુ પર્યંત ટૉલેડો(સ્પેન)માં રહ્યા.…
વધુ વાંચો >ગ્રોઝ, જ્યૉર્જ
ગ્રોઝ, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1893, બર્લિન, જર્મની; અ. 6 જુલાઈ 1959, બર્લિન, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1909માં ડ્રેસ્ડન એકૅડેમી ઑવ્ આર્ટ ખાતે ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો, જે 1916 લગી ચાલ્યો. 1916થી 1917 લગી બર્લિન ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ ખાતે અભ્યાસ કર્યો. 1913માં પૅરિસની યાત્રા કરી ત્યાંની સમકાલીન…
વધુ વાંચો >