ચિંતન ભટ્ટ
આદિત્ય L1
આદિત્ય L1 : સૌરમંડળના કેન્દ્ર – સૂર્યમાંથી ઊર્જાનું સતત ઉત્સર્જન થાય છે. સૂર્યને કારણે જ પૃથ્વી પર જીવન છે. તેમાં થતા ફેરફારો પૃથ્વી નજીકના અવકાશ અને જીવનને કેવી અસર કરી શકે તે સૂર્યના અભ્યાસથી સમજી શકાય. સૂર્ય બે રીતે ઊર્જા ઉત્સર્જિત કરે છે : (1) પૃથ્વીને પ્રકાશિત કરતો અને જીવન…
વધુ વાંચો >ઇસરો
ઇસરો (Indian Space Research Organisation – ISRO, ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા) : અંતરીક્ષ સંશોધન અને વિકાસકાર્યો માટેની ભારત સરકારના અંતરીક્ષ વિભાગ (Department of Space – DOS)ની શાખા. 1957માં રશિયાએ કૃત્રિમ ઉપગ્રહ સ્પુતનિક-1 પ્રમોચિત કરીને વિશ્વના અન્ય દેશો માટે અંતરીક્ષ સંશોધનનાં દ્વાર ખોલી આપ્યાં. ડૉ. વિક્રમ સારાભાઈની વિનંતીને માન આપીને તત્કાલીન…
વધુ વાંચો >કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન
કૃષ્ણસ્વામી કસ્તુરીરંગન (જ. 24 ઑક્ટોબર 1940, એર્નાકુલમ, કેરળ; અ.25 એપ્રિલ 2025, બૅંગાલુરુ, કર્ણાટક) : ચન્દ્રયાન પ્રકલ્પની સ્પષ્ટ રૂપરેખા આપી, ગ્રહોના સંશોધન અને ખેડાણના યુગમાં પ્રવેશવા માટેના ભારતના શુભારંભનું નેતૃત્વ કરનાર દૂરંદેશી વિજ્ઞાની. પિતા સી. એમ. કૃષ્ણસ્વામી ઐયર તથા માતા વિશાલક્ષ્મી. તેમના પૂર્વજો મૂળ તમિલનાડુના હતા અને બાદમાં કેરળના વિવિધ ભાગોમાં…
વધુ વાંચો >કોરોના વિષાણુ (વાઇરસ)
કોરોના વિષાણુ (વાઇરસ) : કોરોના વિષાણુઓ આરએનએ વાઇરસ જૂથના છે. તેની દેહરચનાને આધારે આ નામ આપવામાં આવ્યું છે. રોમની પ્રાચીન ભાષા-લૅટિનમાં કોરોના એટલે મુકુટ અથવા ગજરો થાય છે. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ 1968માં થયો હતો. ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપથી જોતાં તેના દેહ પર નાની નાની કલગીઓ દેખાઈ હતી જે સૂર્યના આભામંડળ(કોરોના)ને…
વધુ વાંચો >કોવિડ-19
કોવિડ-19 : Corona VIrus Disease -19 (COVID-19)એ SARS CoV 2 વાયરસને કારણે થતો ચેપી રોગ. તેનો પ્રથમ જાણીતો કેસ ચીનના વુહાન પ્રાંતમાં મળ્યો હતો. શરૂઆતમાં તે ‘વુહાન ન્યુમોનિયા’, ‘વુહાન કોરોના વાઇરસ’ જેવા નામથી ઓળખાતો હતો. 11 ફેબ્રુઆરી, 2020ના દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) તેનું ‘કોવિડ-19 અને SARS KoV 2’ તરીકે…
વધુ વાંચો >ચન્દ્રયાન 3
ચન્દ્રયાન 3 : ચન્દ્રયાન 2નું અનુગામી અભિયાન ચન્દ્રયાન 3 છે. તેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર હળવેકથી ઉતરાણ કરવાની સુવાંગ ટેકનોલોજીનું નિર્દેશન કરવાનો તેમજ ચાલણગાડીને (Rover) ચાંદ પર લટાર મારવાની ટેકનોલૉજીનું નિર્દેશન કરવાનો હતો જેમાં 100% સફળતા મળી છે. તેમાં વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર હતા. ચન્દ્રયાન 3નું પ્રક્ષેપણ એલવીએમ-3…
વધુ વાંચો >ચિટનીસ, એકનાથ વસંત
ચિટનીસ, એકનાથ વસંત (જ. 25 જુલાઈ 1925, કોલ્હાપુર–મહારાષ્ટ્ર;) : અંતરિક્ષક્ષેત્રે સંશોધક વિજ્ઞાની તેમજ અનેકવિધ ભારતીય રાષ્ટ્રીય પ્રકલ્પો અને સંસ્થાઓને ગતિશીલ ઊર્જા પ્રદાન કરનાર સર્જનશીલ વ્યવસ્થાપક. તેમના પિતાશ્રી વસંત ચિટનીસ પુણેની સૈન્યછાવણીમાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હોવાથી તેમનો ઉછેર પુણેમાં થયો. નાનપણમાં જ તેમણે માતુશ્રી માલતીતાઈનું છત્ર ગુમાવ્યું અને દાદીમા લક્ષ્મીતાઈની…
વધુ વાંચો >ચેટ જીપીટી (ChatGPT)
ચેટ જીપીટી (ChatGPT) : માનવીની જેમ સંવાદ સાધતો ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ ચેટબોટ (ગપસપ કરતો રોબો) છે. રોજિંદા વ્યવહારમાં માનવી ઉપયોગ કરે છે તેવી કુદરતી ભાષા પર તેમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેની પ્રતિરૂપ (Model) ભાષા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. તદુપરાંત વિવિધ લેખ, નિબંધ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઈમેલ,…
વધુ વાંચો >જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીન
જેમ્સ વેબ અંતરિક્ષ દૂરબીન (James Web Space Telescope – JWST): અધોરક્ત કિરણો દ્વારા ખગોળીય અભ્યાસ માટે કરવામાં આવતી રચના. 1961થી 1968 દરમિયાન નાસાના મર્ક્યુરી, જેમિની અને ઍપોલો કાર્યક્રમના વહીવટકર્તા જેમ્સ ઇ. વેબ(1906-1992) ની સ્મૃતિમાં આ દૂરબીનનું નામકરણ થયું છે. અત્યાર સુધીમાં અંતરિક્ષમાં સ્થાપેલા આ સૌથી વિશાળ દૂરબીનમાં ઉચ્ચ વિઘટનવાળા (high-resolution)…
વધુ વાંચો >બ્રહ્મોસ (BrahMos)
બ્રહ્મોસ (BrahMos) : બ્રહ્મોસ એ ભારત અને રશિયાના એક સંયુક્ત સાહસ પ્રકલ્પ અંતર્ગત વિકસિત વિશ્વની સૌથી તેજ અને સૌથી વધુ ઘાતક રેમજેટક્રુઝ મિસાઇલ છે. ભારતની નદી બ્રહ્મપુત્ર અને રશિયાની નદી મોસ્કો(Moskva)ના નામોનું સંયુક્ત રૂપ ‘બ્રહ્મોસ’ છે.આ પ્રકલ્પની શરૂઆત 1998માં થઈ હતી. મિસાઇલ નિર્માણ માટે સ્થાપવામાં આવેલી કંપનીમાં 50.5 ટકા હિસ્સો…
વધુ વાંચો >