ચલચિત્ર
હેપબર્ન ઓડ્રી
હેપબર્ન, ઓડ્રી (જ. 4 મે 1929, ઇક્સેલેસ, બ્રસેલ્સ, બેલ્જિયમ; અ. 20 જાન્યુઆરી 1993, ટોલોચેનાઝ, સ્વિટ્ઝર્લૅન્ડ) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ ઓડ્રી કેથલીન રસ્ટન. પિતા : જોસેફ વિક્ટર એન્થની રસ્ટન. માતા : ઇલા વાન હીમ્સ્ટ્રા. ઓડ્રીના પિતા શ્રીમંત અંગ્રેજ શાહુકાર હતા અને માતા ડચ બેરોનસ હતાં. માતા-પિતા છૂટાં પડ્યાં પછી ઓડ્રી…
વધુ વાંચો >હેપબર્ન કૅથરિન
હેપબર્ન, કૅથરિન (જ. 12 મે 1907, હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, અમેરિકા; અ. 29 જૂન 2003, ઓલ્ડ સેબ્રૂક, કનેક્ટિકટ, અમેરિકા) : હૉલિવુડની અભિનેત્રી. મૂળ નામ કૅથરિન હફટન હેપબર્ન. તેમણે કારકિર્દીનો પ્રારંભ રંગમંચ પર નાટકોમાં કામ કરીને કર્યો હતો. માતાપિતાએ નાનપણથી જ તેમનું વ્યક્તિત્વ સ્વતંત્ર રીતે ખીલે તે રીતે ઉછેર કર્યો હતો. તેમનો ભાઈ…
વધુ વાંચો >હેમંતકુમાર
હેમંતકુમાર (જ. 16 જૂન 1920, બનારસ; અ. 27 સપ્ટેમ્બર 1989, કોલકાતા) : પાર્શ્ર્વગાયક, સંગીતકાર, ચિત્રનિર્માતા. પિતા કાલિદાસ મુખોપાધ્યાય બ્રિટિશ કંપનીમાં કારકુન હતા. માતા કિરણબાલા. બંગાળીમાં હેમંત મુખોપાધ્યાય અને હિંદીમાં હેમંતકુમાર તરીકે ખ્યાતનામ. આ ગાયક–સંગીતકારે બંને ભાષાઓમાં યાદગાર ગીતો આપ્યાં છે. ગાયન અને સંગીતનિર્દેશન બંને ક્ષેત્રે તેમનું ઉમદા પ્રદાન છે. હેમંતકુમાર…
વધુ વાંચો >હેમામાલિની
હેમામાલિની (જ. 16 ઑક્ટોબર 1948, અમ્મનકુડી, ત્રિચી, તામિલનાડુ) : ભારતીય નૃત્યાંગના, અભિનેત્રી અને રાજકારણી. હિંદી ચલચિત્રજગતમાં વૈજયંતીમાલા પછી સૌથી વધુ સફળતા મેળવનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી હેમામાલિનીની પહેલાં નૃત્યાંગના અને પછી અભિનેત્રીની કારકિર્દી ઘડવામાં તેમનાં માતા સ્વ. જયા ચક્રવર્તીનો બહુ મોટો ફાળો રહ્યો છે. હેમાએ માત્ર આઠ વર્ષની ઉંમરે પિતા વી.…
વધુ વાંચો >હૅમ્લેટ
હૅમ્લેટ : શેક્સપિયરના તે જ નામ ધરાવતા જાણીતા નાટક પર આધારિત ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1948. ભાષા : અંગ્રેજી, શ્વેત અને શ્યામ. નિર્માતા : રેજિનાલ્ડ બૅક, લૉરેન્સ ઑલિવિયર. દિગ્દર્શક : લૉરેન્સ ઑલિવિયર. કથા : વિલિયમ શેક્સપિયરના નાટક પર આધારિત પટકથા. સંગીત : વિલિયમ વૉલ્ટન. છબિકલા : ડૅસમન્ડ ડિકિન્સન. મુખ્ય કલાકારો…
વધુ વાંચો >હેસ્ટન ચાર્લટન
હેસ્ટન, ચાર્લટન (જ. 1923, ઇવાન્સ્ટન, ઇલિનૉઇસ, અમેરિકા) : નામી અભિનેત્રી. તેમણે ફિલ્મ-અભિનયનો પ્રારંભ કલાશોખીન નિર્માણ ‘પિયર જિન્ટ’(1941)થી કર્યો. તે પછી તેમણે વાયુદળમાં રહીને યુદ્ધ-સેવા બજાવી; તે પછી રંગભૂમિક્ષેત્રે અભિનયનો અનુભવ મેળવ્યો. તે પછી ‘ઍન્ટની ઍન્ડ ક્લિયોપેટ્રા’થી બ્રૉડવેમાં અભિનયનો પ્રારંભ કર્યો. 1950માં તેમણે હૉલિવુડમાં પ્રવેશ કર્યો; તેમણે ‘ધ ટેન કમાન્ડમેન્ટ્સ’ (1956),…
વધુ વાંચો >હૉપ બૉબ
હૉપ, બૉબ (જ. 29 મે 1903, એલ્થામ, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 27 જુલાઈ 2003) : નામાંકિત હાસ્ય-અભિનેતા. 1907માં તેઓ પોતાનાં માતા-પિતા સાથે સ્થળાંતર કરીને અમેરિકા આવી વસ્યા. તેમના પિતા પથ્થરકામના મિસ્ત્રી અને વેલ્સમાં અગાઉ સંગીત-સમારોહના ગાયક હતા. થોડાંક વર્ષો રંગભૂમિ પર નૃત્યકાર અને હાસ્યકાર તરીકે કામ કર્યું. 10 વર્ષની વયે તેઓ…
વધુ વાંચો >હૉફમેન ડસ્ટિન
હૉફમેન, ડસ્ટિન (જ. 8 ઑગસ્ટ 1937, લૉસ એન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : હૉલિવુડના ચલચિત્ર-અભિનેતા. પોલિશ યહૂદી પરિવારમાં જન્મ. મૂળ નામ ડસ્ટિન લી હૉફમેન. હૉલિવુડના અગ્રણી પંક્તિના આ પ્રતિભાશાળી અભિનેતા પડકારરૂપ ભૂમિકાઓમાં પાત્રની અંદર ઊતરીને તેને પડદા પર આત્મસાત્ કરવા માટે જાણીતા છે. 1955માં લૉસ એન્જલસની હાઈસ્કૂલમાંથી શિક્ષણ લીધા બાદ હૉફમેન વધુ…
વધુ વાંચો >હોરે સોમનાથ
હોરે, સોમનાથ (જ. 1921, ચિત્તાગોંગ; અ. 2006, બંગાળ) : અગ્રણી ભારતીય શિલ્પી અને ચિત્રકાર. એ અલ્પમતવાદી (minimalist) શિલ્પસર્જન માટે જાણીતા છે. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં તેમણે કલાનો અભ્યાસ કર્યો. વિશ્વભારતી યુનિવર્સિટીના કલાભવનમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ શાંતિનિકેતનમાં શિલ્પનું અધ્યાપન કર્યું. સોમનાથ હોરેએ દોરેલું એક ચિત્ર દિલ્હીની…
વધુ વાંચો >હૉલિવુડ
હૉલિવુડ : અમેરિકામાં લૉસ એન્જલસસ્થિત દુનિયાના સૌથી મોટા ફિલ્મ-ઉદ્યોગનું કેન્દ્ર. ફિલ્મો તો દુનિયાના લગભગ દરેક દેશમાં બને છે અને દરેક દેશનો અને ભાષાનો પોતાનો ફિલ્મ-ઉદ્યોગ હોય છે, પણ કોઈ ને કોઈ રીતે હૉલિવુડ એ બધા માટે હંમેશાં પ્રેરણાસ્રોત બનતું રહ્યું છે. દુનિયાના કોઈ પણ ભાગમાં કાર્યરત ફિલ્મ-કલાકાર કે કસબીનું અંતિમ…
વધુ વાંચો >