ચલચિત્ર

વનમાલા

વનમાલા (જ. 23 મે 1915, ઉજ્જૈન, મધ્યપ્રદેશ; અ. 29 મે 2007, ગ્વાલિયર) : મરાઠી અને હિંદી ચલચિત્ર જગતની વિખ્યાત અભિનેત્રી (1940-54). મૂળ નામ સુશીલાદેવી. પિતા રાવ બહાદુર કર્નલ બાપુરાવ આનંદરાવ પવાર તત્કાલીન માળવા પ્રાંતના કલેક્ટર તથા શિવપુરી વહીવટી વિભાગના કમિશનર હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી તેઓ થોડાક સમય માટે ગ્વાલિયર…

વધુ વાંચો >

વર્તોવ, ઝિગા

વર્તોવ, ઝિગા (જ. 2 જાન્યુઆરી 1896, પોલૅન્ડ; અ. 17 ફેબ્રુઆરી 1954, મૉસ્કો) : ચલચિત્ર-દિગ્દર્શક અને ચલચિત્રકળા-મીમાંસક. ઝિગા વર્તોવનું મૂળ નામ ડેનિસ આર્કાડિવિચ કોફમૅન હતું. માત્ર દસ વર્ષની ઉંમરે તેઓ કાવ્યો લખવા માંડ્યા હતા અને સોળ વર્ષની ઉંમરે બાયાલિસ્ટોક મ્યૂઝિક કન્ઝર્વેટરી સાથે જોડાયા હતા. 1915માં જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું તેના…

વધુ વાંચો >

વાઇગલ, હેલન

વાઇગલ, હેલન (જ. 1900; અ. 1972) : વિશ્વવિખ્યાત જર્મન નટી. નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્તની પત્ની. બ્રેખ્તના અત્યંત નાટ્યાત્મક જીવન અને સંઘર્ષમય વિદેશનિવાસ દરમિયાન એમની સાથે અડીખમ ઊભાં રહી ક્રાંતિકારી થિયેટર-પ્રણાલિમાં સહયોગ આપી, બ્રેખ્તના મૃત્યુ પછી બર્લિનર એન્સેમ્બલ થિયેટરને માર્ગદર્શન આપનારી આ નટીએ જગતના નાટ્યઇતિહાસમાં ખૂબ મોટું કામ કર્યું છે.…

વધુ વાંચો >

વાઇઝ, રૉબર્ટ

વાઇઝ, રૉબર્ટ (જ. 10 સપ્ટેમ્બર 1914, ઇન્ડિયાના, વિન્ચેસ્ટર, અમેરિકા; અ. 14 સપ્ટેમ્બર 2005, વેસ્ટવુડ, કૅલિફૉર્નિયા, યુએસએ ) : ચલચિત્રનિર્માતા, અભિનેતા, દિગ્દર્શક, સંપાદક, ધ્વનિસંયોજક. ‘સિટિઝન કેન’ જેવા પ્રશિષ્ટ ચિત્રનું સંપાદન કરનાર રૉબર્ટ વાઇઝે કારકિર્દીનો પ્રારંભ ધ્વનિસંયોજક તરીકે કર્યો હતો. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રૉબર્ટે 19 વર્ષની વયે એ સમયના ખ્યાતનામ આર.…

વધુ વાંચો >

વાઇલ્ડર, બિલી

વાઇલ્ડર, બિલી (જ. 22 જૂન 1906, વિયેના; અ. 27 માર્ચ 2002, બેવરલી હિલ્સ, કૅલિફૉર્નિયા) : પટકથા-લેખક, નિર્માતા, દિગ્દર્શક. પટકથાલેખક, નિર્માતા અને દિગ્દર્શક તરીકે હૉલિવુડને કેટલાંક યાદગાર અને સફળ ચિત્રો આપનાર બિલી વાઇલ્ડરનું મૂળ નામ સૅમ્યુઅલ વાઇલ્ડર હતું. તેમના પિતા હોટલના વ્યવસાયમાં હતા અને દીકરાને વકીલ બનાવવા ઇચ્છતા હતા. બિલીએ કાયદાનો…

વધુ વાંચો >

વાઇલ્ડ સ્ટ્રૉબેરીઝ

વાઇલ્ડ સ્ટ્રૉબેરીઝ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1957. શ્ર્વેત અને શ્યામ. ભાષા : સ્વીડિશ. નિર્માતા : એલેન એકેલુંડ. દિગ્દર્શક-પટકથાલેખક : ઇંગ્માર બર્ગમૅન. સંપાદક : ઑસ્કર રોઝેન્ડર. છબિકલા : ગુન્નાર ફિશર, બ્યૉર્ન થર્મેનિયસ. સંગીત : એરિક નૉર્ડગ્રેન. મુખ્ય કલાકારો : વિક્ટર સિસ્ટ્રોમ, બીબી ઍન્ડરસન, ઇન્ગ્રિડ થુલિન, ગુન્નાર બ્યૉર્નસ્ટ્રૅન્ડ. ચિત્રસર્જક ઇંગમાર બર્ગમૅનનાં શ્રેષ્ઠ…

વધુ વાંચો >

વાઝદા, આન્દ્રે

વાઝદા, આન્દ્રે (જ. 6 માર્ચ 1926, સુવાલ્કી, પોલૅન્ડ; અ. 9 ઑક્ટોબર 2016, વોર્સો, પોલૅન્ડ) : ચલચિત્રકળાને સમર્પિત પોલિશ સર્જક અને પટકથાલેખક. પૂર્વ યુરોપના આ પ્રતિનિધિ સર્જકે પોતાના દેશ પોલૅન્ડની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓને ખૂબ જ વિચારોત્તેજક રીતે પડદા પર અભિવ્યક્ત કરી છે. પોતાની વૈચારિક પ્રતિબદ્ધતાને કારણે વાઝદા માત્ર વિવાદાસ્પદ જ…

વધુ વાંચો >

વાડકર, સુરેશ

વાડકર, સુરેશ (જ. 7 ઑગસ્ટ 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક, ચલચિત્રજગતના પાર્શ્ર્વગાયક તથા કુશળ તબલાંવાદક. માત્ર દસ વર્ષના હતા ત્યારે મુંબઈની જાણીતી શાસ્ત્રીય સંગીતની તાલીમ સંસ્થા આચાર્ય જિયાલાલ વસંત સંગીત નિકેતનમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા દાખલ થયા અને તરત જ તેમનામાં રહેલી ગાયક તરીકેની જન્મજાત કુશળતાનો…

વધુ વાંચો >

વાડકર, હંસા

વાડકર, હંસા (જ. 1923; અ. 23 ઑગસ્ટ 1972, મુંબઈ) : હિંદી અને મરાઠી ચલચિત્રોની અગ્રણી અભિનેત્રી. જે જમાનામાં ભારતીય સ્ત્રીઓ માટે ચલચિત્રોમાં અભિનય કરવાનો વિચાર પણ સમાજને ગમતો ન હતો તે જમાનામાં આ અભિનેત્રીએ મરાઠી અને હિંદી બંને ભાષાઓનાં લગભગ સાઠ જેટલાં ચલચિત્રોમાં અભિનય કરી નામના મેળવી હતી. તેમનું મૂળ…

વધુ વાંચો >

વાડિયા બ્રધર્સ

વાડિયા બ્રધર્સ : જે. બી. એચ. વાડિયા (જ. 13 સપ્ટેમ્બર 1901, મુંબઈ; અ. 4 જાન્યુઆરી 1986) અને હોમી વાડિયા (જ. 18 મે 1911, સૂરત; અ. 10 ડિસેમ્બર 2004, મુંબઈ) : પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પછીથી બ્રિટિશ સરકાર માટે વહાણોનું નિર્માણ કરનારા લવજી વાડિયાના મોટા પુત્ર જમશેદ બોમન હોમીએ અનુસ્નાતક…

વધુ વાંચો >