ચલચિત્ર

લાસ્ટ લાફ, ધ

લાસ્ટ લાફ, ધ : મૂક ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1924. દિગ્દર્શક : એફ. ડબ્લ્યૂ. મૂરનાઉ (F. W. Murnau). પટકથા : કાર્લ મેયર. છબિકલા : કાર્લ ફ્ર્યુન્ડ. મુખ્ય કલાકારો : એમિઇલ જેનિંગ્ઝ, માલી ડેલ્શૉફ્ટ (Maly Delschaft), મૅક્સ હિલર, હૅન્સ અન્ટરકિર્ચન (Hans Unterkirchen). જર્મનીના ખ્યાતનામ યુએફએ સ્ટુડિયોમાં નિર્માણ પામેલા આ…

વધુ વાંચો >

લા સ્ટ્રાડા

લા સ્ટ્રાડા : ચલચિત્ર. ભાષા : ઇટાલિયન. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1954. નિર્માતા : કાર્લો પૉન્ટી, ડિનો દ લૉરેન્ટિસ. દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની. પટકથા : ફ્રેડરિકો ફેલિની, તુલિયો પિનેલી, એનિયો ફલેયાનો. કથા : ફેનિલી અને પિનેલીની વાર્તા પર આધારિત. છબિકલા : ઑતેલો માર્તેલી. સંગીત : ફ્રેન્કો ફેરારા. મુખ્ય કલાકારો…

વધુ વાંચો >

લાંગ્લોઇ, હેન્રી (Langlois, Henri)

લાંગ્લોઇ, હેન્રી (Langlois, Henri) (જ. 13 નવેમ્બર 1914, સ્મીર્ના, તુર્કી; અ. 1977) : ચલચિત્રોના ઇતિહાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ તથા તેને લગતા દસ્તાવેજોના શકવર્તી સંગ્રાહક અને દફતરપાલ (આર્કેઇસ્ટ). જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી જ જે મળે તે જૂનાં ચલચિત્રોના ટુકડા એકઠા કરવાનો શોખ હતો. 1935માં તેમણે ‘સર્કલ દ સિનેમા’ નામની એક…

વધુ વાંચો >

લીન, ડૅવિડ (સર)

લીન, ડૅવિડ (સર) (જ. 25 માર્ચ 1908, ક્રૉયડન, લંડન; અ. 16 એપ્રિલ 1991) : ચલચિત્ર દિગ્દર્શક. રૂપેરી પડદા પર વિશાળ ફલક પર મહાગાથાઓ સમાન ભવ્ય અને લખલૂટ ખર્ચે ચિત્રો બનાવવા માટે જાણીતા સર ડૅવિડ લીને ‘ધ લૉરેન્સ ઑવ્ અરેબિયા’, ‘ડૉ. ઝિવાગો’ અને ‘ધ બ્રિજ ઑન ધ રિવર ક્વાઇ’ સહિતનાં યાદગાર…

વધુ વાંચો >

લીલુડી ધરતી

લીલુડી ધરતી : ઑરવોકલરમાં તૈયાર થયેલું પ્રથમ ગુજરાતી ચલચિત્ર. પ્રસિદ્ધ વાર્તાકાર ચુનીલાલ મડિયાની જાણીતી નવલકથા ‘લીલુડી ધરતી’ પરથી 1968માં કે. વી. ફિલ્મ્સનું ચલચિત્ર રજૂ થયું હતું. ‘લીલુડી ધરતી’ ગ્રામજીવનની પ્રણયકથા છે. સંતુ અને ગોબરની પ્રણયકથા સાથે ગામડાનાં મલિન પાત્રો, મલિન વૃત્તિઓ વચ્ચેનો સંઘર્ષ આ ચલચિત્રના કેન્દ્રમાં છે. શાર્દૂળભા અને માંડણ…

વધુ વાંચો >

લુબિત્શ, અર્ન્સ્ટ

લુબિત્શ, અર્ન્સ્ટ (જ. 18 જાન્યુઆરી 1892, બર્લિન, જર્મની; અ. 30 નવેમ્બર 1947, અમેરિકા) : ચલચિત્રનિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક. હાસ્ય અને પ્રણયથી માંડીને લગભગ તમામ પ્રકારનાં ચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર અર્ન્સ્ટ લુબિત્શે કારકિર્દીના પ્રારંભે કેટલાંક ચિત્રોમાં અભિનય પણ કર્યો હતો. મૂક અને સવાક બંને પ્રકારનાં ચિત્રો બનાવી ચૂકેલા લુબિત્શનું આ…

વધુ વાંચો >

લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ

લુહાર, ચીમનલાલ મૂળજીભાઈ (જ. 1901; અ. 1948) : છબિકાર અને દિગ્દર્શક. મૂક અને સવાક્ ચલચિત્રોના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર ચીમનલાલ લુહાર રસાયણશાસ્ત્રના વિષય સાથે સ્નાતક થઈને ચલચિત્રક્ષેત્રે પ્રવેશ્યા હતા. એ પહેલાં તેઓ ચિત્રકલા, તસવીરકલા, લિથોગ્રાફી, ચલચિત્રો વગેરે વિષયો પર ગુજરાતી સામયિકોમાં અભ્યાસપૂર્ણ લેખો લખી ચૂક્યા હતા. મોટાભાગના તેમના લેખો 1923થી…

વધુ વાંચો >

લેમલે, કાર્લ

લેમલે, કાર્લ (જ. 17 જાન્યુઆરી 1867, લોફેઇમ, જર્મની; અ. 1939) : ચલચિત્ર-નિર્માતા અને યુનિવર્સલ સ્ટુડિયોના પ્રણેતા. હૉલિવુડમાં ‘અંકલ કાર્લ’ તરીકે પ્રતિષ્ઠા મેળવનાર કાર્લ લેમલે મધ્યમવર્ગીય યહૂદી પરિવારમાં તેર ભાંડુઓમાં 10મા ક્રમે હતા. 13 વર્ષની ઉંમરથી તેમણે નોકરી કરવા માંડી હતી અને 17મે વર્ષે કંઈક નવું કરવાની તેમને ઇચ્છા થઈ. ત્યાં…

વધુ વાંચો >

લૅંગ, ફ્રિત્ઝ

લૅંગ, ફ્રિત્ઝ (જ. 5 ડિસેમ્બર 1890, વિયેના; અ. 2 ઑગસ્ટ 1976) : ચલચિત્ર-દિગ્દર્શક. અમેરિકન અને જર્મન ચિત્રોમાં મહત્વનું પ્રદાન કરનારા ફ્રિત્ઝ લૅંગ એક સ્થપતિના પુત્ર હતા. ફ્રિત્ઝ પણ પિતાની જેમ એ જ વ્યવસાય કરે એવો પરિવારનો આગ્રહ હતો પણ ફ્રિત્ઝને કળાના અભ્યાસમાં વધુ રુચિ હતી. 20 વર્ષની ઉંમરે તેઓ ઘર…

વધુ વાંચો >

લૉઇડ, હેરોલ્ડ

લૉઇડ, હેરોલ્ડ (જ. 20 એપ્રિલ 1893, બુર્ચાર્ડ, નેબ્રાસ્કા, અમેરિકા; અ. 8 માર્ચ 1971) : અભિનેતા. હૉલિવુડના મહાન હાસ્ય-અભિનેતાઓની પંગતમાં સ્થાન મેળવનાર હેરોલ્ડ લૉઇડે તેમની કારકિર્દીનો પ્રારંભ 1912માં કૅલિફૉર્નિયાના સાન ડિયેગોમાં એક રિલનાં લઘુ હાસ્યચિત્રોમાં કામ કરીને કર્યો હતો. 1914માં નિર્માતા-દિગ્દર્શક હૉલ રોચ સાથે મળીને તેમણે એક પાત્રનું સર્જન કર્યું હતું.…

વધુ વાંચો >