ચલચિત્ર

રૉય, નિરૂપા

રૉય, નિરૂપા (જ. 4 જાન્યુઆરી 1931, વલસાડ; અ. 13 ઑક્ટોબર 2004, મુંબઈ, મહારાષ્ટ્ર) : ગુજરાતી-હિંદી ચલચિત્રોનાં ગુજરાતી અભિનેત્રી. મૂળ નામ : કોકિલા કિશોરચંદ્ર બલસારા. મૂળ વલસાડનાં. તેમના પિતા કિશોરચંદ્ર બલસારા રેલવેમાં એક ફિટર તરીકે ફરજ બજાવતા હતા. દાહોદમાં ચાર ચોપડી ભણેલાં નિરૂપા 14 વર્ષનાં હતાં ત્યારે 1945માં કમલ રૉય  સાથે…

વધુ વાંચો >

રૉય, બિમલ

રૉય, બિમલ (જ. 12 જુલાઈ 1909, સુજાપુર, હાલના બાંગલા દેશમાં ઢાકાની નજીક; અ. 8 જાન્યુઆરી 1966) : ચલચિત્રસર્જક. પિતા હેમચંદ્ર રૉય સુજાપુરના જમીનદાર હતા. ઢાકાની જગન્નાથ કૉલેજમાં તેઓ ઇન્ટરમીડિયેટમાં હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. તેમની જમીનદારીનો વહીવટ સંભાળતા મૅનેજરે એ બધી મિલકત પચાવી પાડતાં બિમલ રૉય તેમનાં માતા તથા…

વધુ વાંચો >

રોશન, રીતિક રાકેશ

રોશન, રીતિક રાકેશ (જ. 10 જાન્યુઆરી 1974, મુંબઈ) : ફિલ્મ અભિનેતા. રીતિક રોશનના નામનો અંગ્રેજી સ્પેલિંગ (Hrithik) કરવામાં આવે છે. ફિલ્મજગત સાથે સંકળાયેલા એવા પરંપરાગત કુટુંબમાં રીતિક રોશનનો જન્મ થયો. રીતિકના પિતા રાકેશ રોશન પોતે એક અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા છે અને સંગીતકાર રોશનલાલ નાગર્થના પુત્ર છે. તો માતા પિંકી,…

વધુ વાંચો >

લંકાદહન

લંકાદહન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1917, શ્વેત અને શ્યામ.  નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા, દિગ્દર્શક અને કથા : ડી. જી. ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : અન્ના સાળુંકે, શિંદે, મંદાકિની ફાળકે. ભારતમાં ચલચિત્રોનું નિર્માણ શરૂ થયું એનાં પ્રારંભનાં વર્ષોમાં નિર્માણ પામેલું આ મૂક ચલચિત્ર કળા અને વ્યવસાય…

વધુ વાંચો >

લાઇટ ઑવ્ એશિયા, ધ

લાઇટ ઑવ્ એશિયા, ધ : ચલચિત્ર. હિંદી શીર્ષક : પ્રેમસંન્યાસ. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1925. નિર્માણસંસ્થા : ગ્રેટ ઈસ્ટર્ન ફિલ્મ્સ, એમેલ્કા ફિલ્મ (મ્યૂનિક, જર્મની). દિગ્દર્શક : ફ્રાન્ઝ ઑસ્ટિન. પટકથા : નિરંજન પાલ. કથા : 1861માં પ્રગટ થયેલી એડવિન આર્નોલ્ડની કવિતા પર આધારિત. છબિકલા : જોસેફ વર્શ્ચિંગ, વિવી કિરમિયર. મુખ્ય…

વધુ વાંચો >

લાઇફ ઑવ્ એમિલ ઝોલા

લાઇફ ઑવ્ એમિલ ઝોલા : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1937. નિર્માતા : હેન્રી બ્લૅન્ક. દિગ્દર્શક : વિલિયમ ડિયેટેર્લ (William Dieterle). પટકથા : નૉર્મન રેલી રેને, હેન્ઝ હેરાલ્ડ, ગેઝા હર્ઝેગ (Geza Herczeg). કથા : હેરાલ્ડ અને હર્ઝેગની વાર્તા પર આધારિત. સંગીત : લિયો એફ. ફૉર્બસ્ટિન. મુખ્ય…

વધુ વાંચો >

લાખો ફુલાણી

લાખો ફુલાણી : ગુજરાતીમાં કેટલીક રીતે નોંધપાત્ર એવું ચલચિત્ર. કચ્છના ઇતિહાસનું અને કચ્છ-કાઠિયાવાડની લોકકથાનું એક તેજસ્વી પાત્ર કચ્છમાં આવેલ કંથરોટના રાજવી લાખો ફુલાણીનું છે. કહેવાય છે કે ઇતિહાસમાં ‘લાખો’ નામના રાજવીઓ તો ઘણા થઈ ગયા, પણ ‘ફુલાણી’ તો એક જ ! લગભગ અગિયારસો વર્ષ પહેલાં થઈ ગયેલા આ રાજવીએ તે…

વધુ વાંચો >

લાગુ, શ્રીરામ ડૉ.

લાગુ, શ્રીરામ ડૉ. (જ. 16 નવેમ્બર 1927, પુણે, મહારાષ્ટ્ર અ. 17 ડિસેમ્બર 2019, પુણે, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ અભિનેતા. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્રીરામ લાગુ સફળ તબીબી કારકિર્દી ધરાવતા હતા. તે સાથે અભિનય પ્રત્યે પણ તેમને ખૂબ લગાવ હતો. શાળામાં  હતા ત્યારથી જ તેમણે નાટકોમાં કામ શરૂ કર્યું હતું. તેઓ 11…

વધુ વાંચો >

લા ડોલ્સા વિતા

લા ડોલ્સા વિતા : ચલચિત્ર. અંગ્રેજી શીર્ષક : ‘ધ સ્વીટ લાઇફ’. ભાષા : ઇટાલિયન, શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1960. નિર્માણ-સંસ્થા : રાઇમા (ઇટાલી) અને પાથે કૉન્સોર્ટિયમ સિનેમા (ફ્રાન્સ). નિર્માતા : ગિસેપ્પી એમેટો, ઍન્જેલો રિઝોલી. દિગ્દર્શક : ફેડરિકો ફેલિની. પટકથા : ફેડરિકો ફેલિની, એન્નિયો ફ્લેયાનો, તુલ્લિયો પિનેલી અને બ્રુનેલો રોન્ડી.…

વધુ વાંચો >

લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ

લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માણ-વર્ષ : 1973. નિર્માણ-સંસ્થા : પી.ઇ.એ. સિનેમેટોગ્રાફિકા (રોમ) અને લે આર્ટિસ્ટ્સ એસોસિઝ (પૅરિસ). નિર્માતા : આલ્બર્ટો ગ્રિમાલ્ડી. દિગ્દર્શક : બર્નાર્ડો બર્તોલુસી. પટકથા : બર્નાર્ડો બર્તોલુસી, ફ્રૅન્કો આર્કાલી. કથા : બર્નાર્ડો બર્તોલુસીની વાર્તાના આધારે.  છબિકલા : વિત્તોરિયો સ્ટોરારો. સંગીત : ગેટો…

વધુ વાંચો >