ચલચિત્ર
બેડેકર, વિશ્રામ
બેડેકર, વિશ્રામ (જ. 13 ઑગસ્ટ 1906, અમરાવતી; અ. 30 ઑક્ટોબર 1998, પૂણે) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા ફિલ્મનિર્માતા. એમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી.ની ઉપાધિ મેળવી હતી. એમનું મરાઠી સાહિત્યને પ્રથમ પ્રદાન તે ‘બ્રહ્મકુમારી’ (1933) નાટક હતું. આ નાટક તેમણે માસ્ટર દીનાનાથની ‘બલવંત સંગીત નાટક મંડળી’ માટે લખ્યું હતું. એમાં…
વધુ વાંચો >બૅનક્રૉફ્ટ, ઍન
બૅનક્રૉફ્ટ, ઍન (જ. 1931, ન્યૂયૉર્ક સિટી, યુ. એસ.) : ખ્યાતનામ ફિલ્મ અભિનેત્રી. સૌપ્રથમ તેમણે તુર્ગનેવના ‘ટૉરન્ટ ઑવ્ સ્પ્રિંગ’માં ટેલિવિઝન પર અભિનય આપવાનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ રંગભૂમિ તરફ વળ્યાં અને 1959માં ‘ધ મિરેકલ વર્કર’માંના તેમના અભિનય બદલ, તેમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો ‘ટૉની ઍવૉર્ડ’ મળ્યો. 1962માં તેના ફિલ્મી રૂપાંતરમાં અભિનય આપવા…
વધુ વાંચો >બેન-હર (1959)
બેન-હર (1959) : અંગ્રેજી ચલચિત્ર. ટૅકનિકલર, સિનેમાસ્કોપ. નિર્માણસંસ્થા : મેટ્રો–ગોલ્ડવિન–મેયર; નિર્માતા : સૅમ ઝિમ્બાલિસ્ટ; દિગ્દર્શક : વિલિયમ વાયલર; પટકથા : કાર્લ ટુનબર્ગ; કથા : જનરલ લ્યુ વૉલેસની નવલકથા ‘એ ટેલ ઑવ્ ક્રાઇસ્ટ’ પર આધારિત; છબિકલા : રૉબર્ટ સુર્ટિસ; સંગીત : મિક્લોસ રોઝા; મુખ્ય કલાકારો : ચાર્લટન હેસ્ટન, સ્ટીફન બૉઇડ, હાયા…
વધુ વાંચો >બેનેગલ, શ્યામ
બેનેગલ, શ્યામ (જ. 14 ડિસેમ્બર 1934, હૈદરાબાદ; અ. 23 ડિસેમ્બર 2024, મુંબઈ) : સમાંતર સિનેમાનું આંદોલન જગાવનાર ક્રાંતિકારી હિન્દી ફિલ્મસર્જક. તેમના પિતા છબીકાર હતા. તેના પિતા કર્ણાટકના વતની હતા . જ્યારે તેઓ બાર વર્ષના હતા, ત્યારે તેમણે તેમના ફોટોગ્રાફર પિતા શ્રીધર બી. બેનેગલ દ્વારા તેમને આપવામાં આવેલા કેમેરા પર તેમની…
વધુ વાંચો >બેરિમોર, લિયૉનલ
બેરિમોર, લિયૉનલ (જ. 1878, ફિલાડેલ્ફિયા, અમેરિકા; અ. 1954) : અમેરિકન ફિલ્મ અભિનેતા. તેમને ‘પીટર ઇબ્સ્ટન’ (1917) અને ‘ધ કૉપરહેડ’ (1918) ફિલ્મમાં ખૂબ ખ્યાતિ મળી. ત્યારપછી તેમણે સંખ્યાબંધ ચિત્રો અને રેડિયોનાટકમાં અભિનય આપ્યો. 1931માં ‘ફ્રી સોલ’ ચિત્રમાંના અભિનય બદલ તેમને ઑસ્કર ઍવૉર્ડ મળ્યો. તેમનાં બીજાં પ્રસિદ્ધ ચિત્રોમાં ‘ગ્રાન્ડ હોટલ’, ‘કૅપ્ટન કરેજિયસ’…
વધુ વાંચો >બેરેસફૉર્ડ, બ્રુસ
બેરેસફૉર્ડ, બ્રુસ (જ. 1940, સિડની, ઑસ્ટ્રેલિયા) : ફિલ્મ-દિગ્દર્શક. લોના (ને વોર) અને લેસ્લી બેરેસફોર્ડના પુત્ર હતા, જેમણે ઇલેક્ટ્રિકલ સામાન વેચ્યો હતો. તેમનો ઉછેર ટૂંગાબીના બાહ્ય-પશ્ચિમ ઉપનગરમાં થયો હતો, અને ધ મીડોઝ પબ્લિક સ્કૂલ અને પછી ધ કિંગ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેઓએ યુનિવર્સિટી ઓફ સિડનીમાંથી બી. એ. નો અભ્યાસ કર્યો…
વધુ વાંચો >બેર્ડે, લક્ષ્મીકાન્ત
બેર્ડે, લક્ષ્મીકાન્ત (જ. 19 ઑક્ટોબર 1951; અ. 16 ડિસેમ્બર 2004, મુંબઇ) : હિંદી અને મરાઠી ચલચિત્રો તથા મરાઠી રંગભૂમિના હાસ્યકલાકાર. ચલચિત્રોમાં હાસ્યકલાકારોની ભૂમિકાઓ નગણ્ય થવા માંડી હતી એવા સમયે પણ હાસ્યકલાકાર બનવાનું જ સપનું સેવનાર લક્ષ્મીકાન્ત બેર્ડેએ લાંબો સમય સંઘર્ષ કર્યો. એક એક ટંક જમવાના સાંસા હોય એવા પરિવારમાં સતત…
વધુ વાંચો >બૈજૂ બાવરા (1952)
બૈજૂ બાવરા (1952) : ગીત-સંગીતપ્રધાન હિંદી ચલચિત્ર. શ્વેત અને શ્યામ. સમયાવધિ 168 મિનિટ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ. કથા : રામચંદ્ર ઠાકુર. પટકથા : આર. એસ. ચૌધરી. સંવાદ : ઝિયા સરહદી. છબીકલા : વી. એન. રેડ્ડી. ગીતો : શકીલ બદાયૂની. સંગીત : નૌશાદ. કલાકારો : ભારતભૂષણ, મીનાકુમારી,…
વધુ વાંચો >બોગાર્ટ, હમ્ફ્રી
બોગાર્ટ, હમ્ફ્રી (જ. 23 જાન્યુઆરી 1899, ન્યૂયોર્કનગર; અ. 14 જાન્યુઆરી 1957, હૉલીવુડ) : હૉલિવુડના અભિનેતા. દાક્તર પિતાના આ પુત્રને જ્યારે દાક્તરીના અભ્યાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે શિસ્તભંગની શિક્ષા રૂપે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના સમયે તેઓ નૌકાદળમાં જોડાયા. ત્યાં તેમના ઉપલા હોઠ ઉપર ઈજા થઈ – ઘા પડ્યો,…
વધુ વાંચો >બોગાર્ડ, ડર્ક (સર)
બોગાર્ડ, ડર્ક (સર) (જ. 28 માર્ચ 1921, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 8 મે 1999, ચેલ્સ, લંડન, ઇંગ્લૅન્ડ) : ફિલ્મ-અભિનેતા તથા લેખક. તેમણે એલન ગ્લેન્સ હાઇસ્કૂલ ઑફ સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. ચેલ્સિયા કૉલેજ ઑફ આર્ટમાં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી બોગાર્ડે તેમનો બે વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. તેમણે મુખ્યત્વે ગુપ્તચર અધિકારી તરીકે યુરોપીયન…
વધુ વાંચો >