ચલચિત્ર
પુનાતર રતિભાઈ
પુનાતર, રતિભાઈ (જ. 31 ઑગસ્ટ 1913, જામનગર અ. 14 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મોટાં શહેરોમાં જઈને વસેલા ગુજરાતી પરિવારોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચલચિત્રોનું સર્જન કરી તેમણે ગુજરાતી ચલચિત્રોને નવી દિશા આપી. રતિભાઈ પુનાતરે ગણ્યાંગાંઠ્યાં જ ગુજરાતી ચિત્રો બનાવ્યાં છે; પણ આ ચિત્રો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયાં…
વધુ વાંચો >પુરી અમરીષ
પુરી, અમરીષ (જ. 22 જૂન 1932, નવાનશહર, જલંધર, પંજાબ; અ. 12 જાન્યુઆરી 2005, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના કલાકાર. ધારદાર અને ઘેરો અવાજ, લોખંડી દેહયષ્ટિ અને વિચક્ષણ અદાકારીને કારણે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતના રૂપેરી પડદા પર લોકચાહના મેળવનાર આ કલાકારને 40 વર્ષની ઉંમર સુધી નિર્ણયાત્મક ક્ષણ માટે રાહ જોવી પડી…
વધુ વાંચો >પુરી ઓમ
પુરી, ઓમ (જ. 18 ઓક્ટોબર 1950, અંબાલા, પંજાબ; અ. 6 જાન્યુઆરી 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોની વિશિષ્ટ મુદ્રા ઉપસાવનાર અભિનેતા. ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા અને ભારતીય સૈન્યમાં પણ હતા. ઓમ પુરીએ ગ્રૅજ્યુએશન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, પુણેમાંથી કર્યું. રુક્ષ, કઠોર, શીળીના ડાઘ ધરાવતો ચહેરો ભાગ્યે…
વધુ વાંચો >પુંડલિક
પુંડલિક : કથાનકવાળું ભારતનું પ્રથમ ચલચિત્ર. નિર્માણવર્ષ : 1912. નિર્માતા : આર. જી. તોરણે, પી. આર. ટીપણીસ, એન. જી. ચિત્રે. દિગ્દર્શક : આર. જી. તોરણે. મુખ્ય કલાકારો : આર. બી. કીર્તિકર, એન. જી. ચિત્રે, પી. આર. ટીપણીસ, ડી. ડી. દાબકે. 1913માં દાદાસાહેબ ફાળકેએ પ્રદર્શિત કરેલું ચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ ભારતનું પ્રથમ…
વધુ વાંચો >પૂર્વ યુરોપીય ચલચિત્ર
પૂર્વ યુરોપીય ચલચિત્ર : પૂર્વ યુરોપના દેશોમાં વિકસેલી ચલચિત્રની પ્રવૃત્તિ. ચલચિત્રક્ષેત્રે અગ્રણી યુરોપના મોટાભાગના દેશો બીજા ઘણા દેશોની જેમ વીસમી સદીના પ્રારંભથી જ ચલચિત્રોનું નિર્માણ કરવા માંડ્યા હતા. પણ બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ યુરોપના દેશોમાં રાજકીય સ્થિતિ એકદમ પલટાઈ અને આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવૅકિયા (હાલના ચેક રિપબ્લિકન અ સ્લોવૅકિયા), પૂર્વ જર્મની,…
વધુ વાંચો >પેઇન્ટર, બાબુરાવ
પેઇન્ટર, બાબુરાવ (જ. 3 જૂન 1890, કોલ્હાપુર; અ. 16 જાન્યુઆરી 1954, કોલ્હાપુર) : હિંદી ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને છબીકાર. ભારતીય સિનેમાના ઇતિહાસમાં બાબુરાવ પેઇન્ટર ‘સિને કેસરી’ તરીકે જાણીતા હતા. તેમનું ખરું નામ બાબુરાવ કૃષ્ણરાવ મિસ્ત્રી હતું. કોલ્હાપુરમાં સ્થપતિ પિતાને ત્યાં જન્મ થયો હતો. બાબુરાવે બચપણથી મૂર્તિકલાનું જ્ઞાન મેળવ્યું. યુવાનવયે નાટકોના…
વધુ વાંચો >પેક, ગ્રેગરી
પેક, ગ્રેગરી (જ. 5 એપ્રિલ 1916, લા જોલા, કૅલિફૉર્નિયા; અ. 12 જૂન 2003, લૉસ એન્જિલસ કૅલિફૉર્નિયા) : અમેરિકાના ફિલ્મ અભિનેતા. ન્યૂયૉર્કમાંના નેબરહૂડ પ્લેહાઉસમાં 2 વર્ષ અભિનયપ્રવૃત્તિ કર્યા પછી 1942માં તેમણે બ્રૉડવે પર સર્વપ્રથમ અભિનય કર્યો; તે સાથે જ તેમને ફિલ્મ-અભિનય માટે ઢગલાબંધ પ્રસ્તાવ મળ્યા. યુદ્ધોત્તર સમયના તેઓ એક મહત્ત્વના સ્વતંત્ર…
વધુ વાંચો >પેકિનપા, સામ
પેકિનપા, સામ (જ. 21 ફેબ્રુઆરી 1925, ફ્રેસ્નો, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 28 ડિસેમ્બર 1984, ઇન્ગવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકામાં ખાસ કરીને ‘વેસ્ટર્ન’ ચલચિત્રોના ક્ષેત્રે ‘ક્લાસિક’ દરજ્જાનું કામ કરનાર દિગ્દર્શક અને પટકથાલેખક. મૂળ નામ ડેવિડ સૅમ્યુઅલ પેકિનપા. વેસ્ટર્ન ચિત્રોમાં આમેય બહાદુર નાયકો, કુટિલ ખલનાયકો, તેમની વચ્ચે અંતે ખેલાતી જીવસટોસટની બંદૂકબાજી અને તેને કારણે…
વધુ વાંચો >પૅસોલિની પિયેર પાવલો
પૅસોલિની, પિયેર પાવલો (જ. 5 માર્ચ, 1922, બૉલન્જ, ઇટાલી; અ. 2 નવેમ્બર, 1975, ઑસ્ટિયા, રોમ, ઇટાલી) : ઇટાલિયન ચલચિત્ર-નિર્દેશક. બીજા વિશ્વયુદ્ધ બાદ ઇટાલિયન ચલચિત્રોમાં નવયથાર્થવાદનો જે દોર શરૂ થયો તેનું પુનરુત્થાન 1960ના દાયકામાં થયું. એ ગાળામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પ્રતિભાશાળી દિગ્દર્શકોમાં પૅસોલિની, કથાવસ્તુની પસંદગીથી માંડીને આગવી શૈલીમાં તેની રજૂઆત અને…
વધુ વાંચો >પૉઇટિયર સિડની
પૉઇટિયર, સિડની (જ. 20 ફેબ્રુઆરી 1927, માયામી, ફ્લૉરિડા; અ. 6 જાન્યુઆરી 2022, એવર્લી હિલ્સ) : અમેરિકાના અશ્વેત અભિનેતા અને દિગ્દર્શક. ન્યૂયૉર્ક શહેરમાં આવેલા ‘અમેરિકન નિગ્રો થિયેટર’માં તેમણે અભિનયની તાલીમ લીધી. ત્યારબાદ રંગમંચ પર તથા ચલચિત્રોમાં અભિનય આપ્યો; પણ હૉલિવૂડમાં અભિનયનો સૌપ્રથમ પ્રારંભ કર્યો 1950માં. મુખ્યત્વે તેમને સહાયક પાત્રોની ભૂમિકા મળતી;…
વધુ વાંચો >