ચલચિત્ર
દોશી, બાબુભાઈ
દોશી, બાબુભાઈ (જ. 21 મે 1919, મોનપુર, મહુવા, ગુજરાત) : પ્રખર ક્લાસંસ્કારવિદ, ઊડિસી નૃત્યકલા અને સંસ્કૃતિમાં ગણનાપાત્ર યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના પૂર્વાંચલ પ્રદેશના અગ્રણી ગુજરાતી. ધર્મ, કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા, શિક્ષણ અને રાજકારણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અગત્યનું પ્રદાન. અડધી સદી ઉપરાંત એક ગુજરાતી તરીકે ઓરિસામાં પરપ્રાંતના…
વધુ વાંચો >ધોળકિયા, દિલીપ
ધોળકિયા, દિલીપ (જ. 15 ઑક્ટોબર 1921, જૂનાગઢ; અ. 2 જાન્યુઆરી 2011, મુંબઈ) : સુગમ સંગીત તથા ચલચિત્રજગતના જાણીતા ગાયક, સ્વરકાર તથા સંગીતનિર્દેશક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં લીધું, જ્યાં રંગભૂમિ તથા ચલચિત્ર-જગતનાં ભાવિ કલાકાર અભિનેત્રી દીના ગાંધી (પાઠક) તેમનાં સહાધ્યાયી હતાં. પિતાનું નામ ભોગીલાલ. તેઓ વ્યવસાયે ઇજનેર હતા.…
વધુ વાંચો >નગરકર, કિરણ
નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ…
વધુ વાંચો >નરગિસ
નરગિસ (જ. 1 જૂન 1929, અલ્લાહાબાદ; અ. 3 મે 1981, મુંબઈ) : ભારતીય રજતપટની યશસ્વી તારિકા. મૂળ નામ ફાતિમા રશીદ. પિતાનું નામ મોહનબાબુ. માતાનું નામ જદ્દનબાઈ. પાંચ વર્ષની વયે ‘તલાશે હક’ ફિલ્મથી અભિનય શરૂ કરેલો. ફિલ્મ ‘તકદીર’માં મહેબૂબખાને મુખ્યપાઠમાં 1943માં ‘નરગિસ’ નામ સાથે રૂપેરી પરદે રજૂ કરી. નરગિસની અંતિમ ફિલ્મ…
વધુ વાંચો >નરસિંહ મહેતા
નરસિંહ મહેતા (ચલચિત્ર : 1932) : ગુજરાતી ભાષાનું પ્રથમ બોલતું ચલચિત્ર. નિર્માતા : સાગર મૂવીટોન, દિગ્દર્શક : નાનુભાઈ વકીલ, કથા : ચતુર્ભુજ દોશી, સંગીત : રાણે, છબીકલા : ફરેદૂન ઈરાની, મુખ્ય કલાકારો : મારુતિરાવ (નરસિંહ મહેતા), મોહન લાલા (રા’માંડલિક), ઉમાકાંત દેસાઈ, મનહર, બચુ, ત્રિકમદાસ, જમના, દેવી, મહેતાબ. 1931માં ભારતનું પ્રથમ…
વધુ વાંચો >નાગડા, ચાંપશીભાઈ
નાગડા, ચાંપશીભાઈ (જ. 22 નવેમ્બર 1920, ગઢવાલી, રાપર, કચ્છ; અ. 21 જાન્યુઆરી 2002, મુંબઈ) : ગુજરાતી ચલચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર રંગમંચ અને ચલચિત્રોના કલાકાર તથા નિર્માતા. ચાંપશીભાઈ નાગડા કચ્છના વેપારી કુટુંબનું સંતાન હતા. પિતાનું નામ ભારમલ. શાળાંત સુધી અભ્યાસ કર્યો. માત્ર 19 વર્ષની વયે મુંબઈમાં નાટકો સાથે સંકળાયેલા ચાંપશીભાઈએ…
વધુ વાંચો >નાદિયા
નાદિયા (જ. 1910, ઑસ્ટ્રેલિયા; અ. 9 જાન્યુઆરી 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોની સ્ટંટરાણી. તેનું ‘હેય’ આજે પણ એ જમાનાના પ્રેક્ષકોના કાનોમાં ગુંજે છે ! ચલચિત્રનાં દૃશ્યોમાં ચાલતી ગાડીએ ડબાના છાપરે તે શત્રુ સાથે તલવાર ખડખડાવતી; વિશાળ ખંડમાં કૂદીને ઝુમ્મર પકડીને સામે છેડે અથવા સીડીના મથાળે પહોંચતી, દુષ્ટોને હન્ટર વડે ફટકારતી,…
વધુ વાંચો >નાસિર હુસેન
નાસિર હુસેન (જ. 16 નવેમ્બર 1926, ભોપાલ; અ. 13 માર્ચ 2002, મુંબઈ) : હિંદી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક. મૂળ નામ મોહમદ નાસિર હુસેન. નાસિર હુસેને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત એ. આર. કારદાર સાથે કામ કરીને કરી. 1948માં તેઓ ફિલ્મિસ્તાન સાથે જોડાયા અને સુબોધ મુખરજીની ફિલ્મોની પટકથા લખવાનું શરૂ કર્યું. દિગ્દર્શક તરીકે તેમની…
વધુ વાંચો >નિકલસન, જૅક
નિકલસન, જૅક (જ. 22 એપ્રિલ 1937, નેપ્ચૂન સિટી, ન્યૂ જર્સી, યુ.એસ.એ.) : હૉલિવૂડનો જાણીતો અભિનેતા, ફિલ્મસર્જક અને પટકથાલેખક. મૂળ નામ જોન જોસેફ નિકલસન. ‘બી’ કક્ષાની ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આ તેજસ્વી અભિનેતાએ સિત્તેરના દાયકામાં પોતાની અભિનયપ્રતિભાનો પરિચય કરાવ્યો. નાનપણમાં તેના પિતા કુટુંબ છોડીને ચાલ્યા જવાથી તેનો ઉછેર માતા દ્વારા…
વધુ વાંચો >નિશાંત
નિશાંત : જાણીતું હિન્દી ચલચિત્ર. આંધ્રપ્રદેશના એક ગામડામાં 1945માં બનેલ સત્ય ઘટના પર આધારિત, સામંતશાહી શોષણવ્યવસ્થાને ઉઘાડી પાડતું એક પ્રભાવક ચલચિત્ર છે. નિર્માણવર્ષ : 1975. પટકથા : વિજય તેંડુલકર. સંવાદ : સત્યદેવ દુબે. દિગ્દર્શક : શ્યામ બેનેગલ, સંગીત: વનરાજ ભાટિયા. છબીકલા : ગોવિંદ નિહાલાની. નિર્માતા : ફ્રૅની એમ. વરિયાવા અને…
વધુ વાંચો >