ચલચિત્ર

જીવન

જીવન (જ. 24 ઑક્ટોબર 1915; અ. 10 જૂન 1987, મુંબઈ) : ચલચિત્ર વ્યવસાયના વીતેલા જમાનાના વિખ્યાત અભિનેતા. આખું નામ ઓમકારનાથ જીવન દુર્ગાપ્રસાદ ધર. પણ તેમણે અભિનેતા તરીકે પોતાનું નામ માત્ર ‘જીવન’ રાખ્યું. આ ટૂંકા નામથી તેઓ યાદગાર બની રહ્યા. કાશ્મીરના પંડિત (બ્રાહ્મણ) પરિવારમાં જન્મ. બાળપણ કાશ્મીરમાં વીત્યું. પિતા ઉચ્ચ સરકારી…

વધુ વાંચો >

જીવનપલટો (1948)

જીવનપલટો (1948) : વેન્ગાર્ડ પિક્ચર્સનું પ્રથમ ગુજરાતી ચિત્રપટ. નિર્માણ : જયંતીલાલ સંઘવી, દિગ્દર્શન : હીરાલાલ ડૉક્ટર તથા અમૃતલાલ ઠાકર, કથાનક : હીરાલાલ ડૉક્ટર તથા જયંતીલાલ સંઘવી, પટકથા : હીરાલાલ ડૉક્ટર, સંગીત : અવિનાશ વ્યાસ, ગીતકાર : અવિનાશ વ્યાસ, રઘુનાથ બ્રહ્મભટ્ટ, પં. સ્વરૂપ વ્યાસ, પં. બાલમ. પ્રમુખ કલાકારો : નિરૂપા રૉય,…

વધુ વાંચો >

જુનૂન

જુનૂન : 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમિ પર આધારિત કલ્પનારમ્ય હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1978; દિગ્દર્શન તથા પટકથા : શ્યામ બેનેગલ; નિર્માતા : શશી કપૂર; સંવાદ : સત્યદેવ દૂબે, ઇસ્મત ચુગતાઈ; ગીતરચના સંત કબીર, અમીર ખુસરો, જિગર મુરાદાબાદી, યોગેશ પ્રવીણ; છબીકલા ગોવિંદ નિહલાની; સંગીત : વનરાજ ભાટિયા, કૌશિક; મુખ્ય કલાકાર :…

વધુ વાંચો >

જુલિયસ સીઝર

જુલિયસ સીઝર : રોમન સામ્રાજ્યના સમ્રાટ સીઝર વિશેનાં ચલચિત્રો. વિશ્વવિખ્યાત આંગ્લ નાટ્યકાર શેક્સપિયરે લખેલા નાટકના આધારે 2 વિખ્યાત ફિલ્મો સર્જાઈ છે. અમેરિકાની ચિત્રસંસ્થા મેટ્રો ગોલ્ડવિન મેયરે 1953માં સર્જેલા શ્વેતશ્યામ ચિત્રપટમાં કુશળ અભિનેતા માર્લોન બ્રાન્ડોએ સીઝરની ભૂમિકા કરી હતી. આ ચિત્રને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ સંગીત માટે ઑસ્કાર પુરસ્કાર…

વધુ વાંચો >

જેમ્સ બૉન્ડ

જેમ્સ બૉન્ડ : વીસમી સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં વિશ્વભરમાં સિનેમાના રૂપેરી પડદા પર વિખ્યાત બનેલું કાલ્પનિક પાત્ર. સતત ઘાતકી પ્રવૃત્તિઓથી ધમધમતા દુશ્મનના અત્યંત શસ્ત્રસજ્જ આમાં શસ્ત્ર વગર ઘૂસી જઈ, તેનો નાશ કરીને સુંદરીઓ સાથે મોજ માણતો સોહામણો જાસૂસ જેમ્સ બૉન્ડ બ્રિટિશ પત્રકાર બૅંકર ઇયાન લકેસ્ટર ફ્લેમિંગ(1906–1964)ની નવલકથાશ્રેણીનું મુખ્ય કાલ્પનિક…

વધુ વાંચો >

જેસલ-તોરલ

જેસલ-તોરલ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. 1948માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા–સંવાદ–ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી…

વધુ વાંચો >

જોગીદાસ ખુમાણ

જોગીદાસ ખુમાણ : લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેની કથા એક શૂરવીર અને સંતની કથા છે. લોકપ્રસિદ્ધ કથાનક પર આધારિત ત્રણ ગુજરાતી ચિત્રપટો આ એક જ શીર્ષકથી અનુક્રમે 1948, 1962 અને 1975માં જુદી જુદી નિર્માણસંસ્થાઓ દ્વારા રજૂઆત પામ્યાં. 1948માં રૂપ-છાયા નિર્માણસંસ્થા દ્વારા નિર્મિત ચિત્રના નિર્માતા મનહર રસકપૂર અને મધુસૂદન, વાર્તા-સંવાદ કવિ ‘જામન’,…

વધુ વાંચો >

ઝનક ઝનક પાયલ બાજે

ઝનક ઝનક પાયલ બાજે : નૃત્ય અને સંગીતપ્રધાન હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1955; કથા અને સંવાદ : દીવાન શરર; દિગ્દર્શન : વી. શાંતારામ; સંગીતદિગ્દર્શન : વસંત દેસાઈ; ગીતરચના : હસરત જયપુરી; નૃત્યદિગ્દર્શન : ગોપીકૃષ્ણ; કલાનિર્દેશન : કનુ દેસાઈ; છબીકલા : જી. બાળકૃષ્ણ; મુખ્ય કલાકારો : ગોપીકૃષ્ણ, સંધ્યા, કેશવરાવ દાતે, મદનપુરી,…

વધુ વાંચો >

ઝોરબા, ધ ગ્રીક

ઝોરબા, ધ ગ્રીક : અમેરિકા અને ગ્રીસના ચલચિત્રનિર્માતાઓના સહિયારા પ્રયત્નથી નિર્મિત એક અદભુત ફિલ્મ. તે નિકોસ કાઝન્ત-સાકીસની નવલકથા પર આધારિત છે. નિર્માણવર્ષ : 1964; પટકથા, નિર્માણ અને દિગ્દર્શન : માઇકેલ કાકોયાન્તિસ; વિતરણ : ટ્વેન્ટિયેથ સેન્ચુરી ફૉક્સ; છબીકલા : વૉલ્ટર લાસેલી; વેશભૂષા : ડિમેટ્રિસ ઇકૉનુ; મુખ્ય ભૂમિકા : ઍન્થની ક્વીન; લિલા…

વધુ વાંચો >

ટારઝન

ટારઝન : અંગ્રેજી જંગલકથાસાહિત્યનું તથા ચલચિત્રનું એક જાણીતું અને લોકપ્રિય પાત્ર. સર્જક એડગર રાઇસ બરોઝ (1875–1950). 1912માં તેણે ‘અંડર ધ મૂન્સ ઑવ્ માર્સ’ શ્રેણીની વિજ્ઞાનકથા સામયિકમાં હપતાવાર લખી. એ જ વર્ષે તે ‘પ્રિન્સેસ ઑવ્ માર્સ’ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. આ શ્રેણીમાં મંગળલોકની પંદરેક કથાઓ આવી. તેમાં જ્હૉન કાર્ટરનું પાત્ર લોકપ્રિય…

વધુ વાંચો >