ચલચિત્ર
ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)
ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…
વધુ વાંચો >ગુણસુંદરી
ગુણસુંદરી : જાણીતું સામાજિક ગુજરાતી ચલચિત્ર. મૂક ગુજરાતી ચલચિત્રોના ગાળા દરમિયાન (1924) નિર્માણ પામેલ આ ચલચિત્ર સવાક્ ફિલ્મકાળમાં બે વાર (1934 અને 1948) નિર્માણ પામ્યું હતું. મૂક ફિલ્મોના સમયગાળા દરમિયાન માત્ર પૌરાણિક ફિલ્મો જ સફળ નીવડી શકે તેવી માન્યતા ર્દઢ થવા લાગી હતી. તત્કાલીન મુંબઈના ચલચિત્ર ઉદ્યોગમાં પંકાઈ ચૂકેલા યુવા…
વધુ વાંચો >ગુરુદત્ત
ગુરુદત્ત (જ. 9 જુલાઈ 1925, બૅંગાલુરુ, કર્ણાટક; અ. 20 ઑક્ટોબર 1964, મુંબઈ) : ભારતીય ચલચિત્ર જગતની એક આગવી કલાકાર-દિગ્દર્શક પ્રતિભા. મૂળ કન્નડભાષી છતાં મુંબઈને કર્મભૂમિ બનાવી હિંદી ચલચિત્રોમાં દિગ્દર્શન અને અભિનયમાં નવી ભાત પાડી. પૂરું નામ ગુરુદત્ત શિવશંકર પદુકોણ. બાળપણ અને શાળાકીય શિક્ષણ કોલકાતા ખાતે. 1941માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી…
વધુ વાંચો >ગૅબલ, ક્લાર્ક
ગૅબલ, ક્લાર્ક (જ. 1 ફેબ્રુઆરી 1901, કૅડીઝ, ઓહાયો, યુ.એસ.; અ. 16 નવેમ્બર 1960, લોસ એન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : હૉલિવુડના વિખ્યાત અમેરિકન ચલચિત્ર અભિનેતા. તેલના વ્યાપારીના આ પુત્ર શરૂઆતમાં પ્રવાસી થિયેટર ગ્રૂપમાં એક સામાન્ય સેલ્સમૅન હતા. નાટકના તખતાથી તેમની કારકિર્દી શરૂ થઈ ને તેમને ધીમે ધીમે હૉલિવુડ સુધી ખેંચી ગઈ. ત્રીસ…
વધુ વાંચો >ગોખલે, ચંદ્રકાંત
ગોખલે, ચંદ્રકાંત (જ. 7 જાન્યુઆરી 1921, મિરજ, મહારાષ્ટ્ર; અ. 20 જૂન 2008, પુણે) : મરાઠી રંગભૂમિ અને ચલચિત્રના પીઢ અને ચરિત્ર અભિનેતા. તેમણે તેમની અભિનેતા તરીકેની સિત્તેર વર્ષની કારકિર્દી(1938–2008)માં 80 મરાઠી ચલચિત્રો, 16 હિંદી ચલચિત્રો અને 64 મરાઠી નાટકોમાં અભિનય કર્યો હતો. તેમનું ‘લક્ષ્મીચે ખેળ’ (1938) એ પ્રથમ ચલચિત્ર અને…
વધુ વાંચો >ગૉડફાધર, ધ
ગૉડફાધર, ધ : રાજકીય, સામાજિક અને નૈતિક વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતી બહુચર્ચિત લોકપ્રિય અમેરિકન ફિલ્મ. પૅરેમાઉન્ટ પિક્ચર્સ દ્વારા પ્રથમ 1972માં નિર્મિત તથા ફ્રાન્સિસ ફૉર્ડ કોપોલા દ્વારા દિગ્દર્શિત આ ચલચિત્રની કથાના કેન્દ્રસ્થાને બે હરીફ માફિયા ટોળીઓ છે. આમાં કાર્લિયન કુટુંબના વડા તરીકે ડૉન વિટો છે. જે લોકો કે સંસ્થાઓને રાજકીય…
વધુ વાંચો >ગોદાર્દ, ઝાં-લૂક
ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું. પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ…
વધુ વાંચો >ગોધૂલિ
ગોધૂલિ : ભારતીય સંસ્કૃતિમાં મહત્વ પામેલ ગાયના મહિમા વિશેની ફિલ્મ. ગ્રામજીવનની સંસ્કૃતિ અને શહેરની ‘સભ્યતા’ વચ્ચેનું અંતર પણ આમાં જોવા મળે છે. હેતુપુર:સર નિર્માણ થયેલી આ ફિલ્મ સાથે બુદ્ધિજીવીઓનો એક મોટો વર્ગ સંકળાયેલો છે. ફિલ્મનિર્માણને લગતી વિગતો આ પ્રમાણે છે : નિર્માણસંસ્થા : મહારાજા મૂવીઝ; નિર્માણવર્ષ : 1977; પટકથા-દિગ્દર્શન :…
વધુ વાંચો >ગોપાલકૃષ્ણન, અદૂર
ગોપાલકૃષ્ણન, અદૂર (જ. 3 જુલાઈ 1941, અદૂર, કેરળ) : મલયાળમ ચલચિત્રોના વિખ્યાત દિગ્દર્શક, પટકથા અને સંવાદલેખક તથા નિર્માતા. જન્મ કેરળના જમીનદાર કુટુંબમાં. કેરળની જાણીતી ગાંધીગ્રામ સંસ્થાના અર્થશાસ્ત્ર-રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. શાળામાં ભણતા ત્યારથી ચલચિત્ર કરતાં નાટકમાં વિશેષ રસ. આઠ વર્ષની ઉંમરે એક નાટકમાં ગૌતમ બુદ્ધની ભૂમિકા ભજવી અને તે દ્વારા…
વધુ વાંચો >ગોલ્ડ રશ, ધ
ગોલ્ડ રશ, ધ : હૉલીવુડના વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિન (1889–1977) દ્વારા સર્જિત મૂક ફિલ્મ. નિર્માણવર્ષ 1925. ફિલ્મ આર્કાઇવ્ઝના મત મુજબ આ ચલચિત્ર વિશ્વનાં 10 શ્રેષ્ઠ ચલચિત્રોમાંનું એક છે. ચૅપ્લિનની અન્ય ફિલ્મો મુજબ તેનો પરંપરાગત ટ્રૅમ્પ આ ચલચિત્રનો પણ નાયક છે. માત્ર બે પાત્રોના માધ્યમથી આ ચલચિત્રમાં વિશ્વના માનવમાત્રની…
વધુ વાંચો >