ચલચિત્ર

કિસ્મત

કિસ્મત (1942) : બૉમ્બે ટૉકિઝનું હિન્દી ચલચિત્ર (1942). આ ચિત્રે કોલકાતાના એક થિયેટરમાં સળંગ ત્રણ વરસ અને આઠ માસ લગી રજૂ થઈને વિક્રમ સર્જ્યો. જ્ઞાન મુખર્જી દ્વારા નિર્દેશન. શેખર નામના એક ધૂર્ત યુવાન અને રાણી નામની પગે ખોડવાળી મુગ્ધાના આકસ્મિક મિલન પછી આરંભાતી કથા નાટકીય ઘટનાચક્ર ઉપર આધારિત હતી. બંને…

વધુ વાંચો >

કિસ્સા કુર્સી કા

કિસ્સા કુર્સી કા (1975-76) : આઝાદી પછીના ભારતના લોકશાસનતંત્ર પર તીક્ષ્ણ કટાક્ષ કરતી તથા દેશમાં લદાયેલ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજકીય કારણોસર ભોગ બનેલી આંશિક રીતે રમૂજી રૂપક જેવી હિંદી સિનેકૃતિ. નિર્માતા : અમૃતલાલ નહાટા; પુનર્નિર્માણ : 1977; દિગ્દર્શક : શિવેન્દ્ર સિંહા, ભાગવત દેશપાંડે; સિનેછાયા : કે. કે. મહાજન; અભિનય :…

વધુ વાંચો >

કિંગડમ ડોરોથી

કિંગડમ, ડોરોથી (જ. 27 એપ્રિલ 1896, ઑબર્ન, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1939, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનાં સર્વપ્રથમ વિદેશી અભિનેત્રી. 1918માં ભારત ખાતે અભિનય કરવા આવ્યાં તે પૂર્વે અમેરિકામાં સિને-અભિનયનો અનુભવ ધરાવતાં હતાં. તે ડચ ઉમરાવ ખાનદાનના નબીરા અને વ્યવસાયે સિનેમેટોગ્રાફર બારોન વાન રાવેન સાથે પરણ્યાં હતાં.…

વધુ વાંચો >

કિંગ્સલી, બેન

કિંગ્સલી, બેન (જ. 31 ડિસેમ્બર 1943, યોર્કશાયર, ઇગ્લૅન્ડ-) : ઍંગ્લો-બ્રિટિશ ચલચિત્ર-અભિનેતા. મૂળ નામ ક્રિશ્ના બાનજી. માતા ભારતીય મૂળનાં તો પિતા ઇંગ્લૅન્ડના મૂળ વતની. 1972માં નિર્મિત ‘ફિયર ઇઝ ધ કી’ ફિલ્મથી અભિનય-કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારથી 1990 સુધીમાં કુલ દસ ફિલ્મોમાં ભૂમિકા ભજવી. પસંદગીની ભૂમિકાઓ જ સ્વીકારવાના આગ્રહી હોવાથી અત્યાર સુધી…

વધુ વાંચો >

કુબ્રિક સ્ટેન્લી

કુબ્રિક, સ્ટેન્લી (જ. 26 જુલાઈ 1928, ન્યૂયૉર્ક; અ. 7 માર્ચ 1999, ચાઇલ્ડવીકબરી, ઇગ્લૅન્ડ) : અમેરિકન ફિલ્મસર્જક. શરૂઆતનું શિક્ષણ ન્યૂયૉર્ક શહેરની જાહેર શાળામાં લીધું. 1945માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીની સિટી કૉલેજમાં સાંજના વર્ગોમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. પ્રથમ લગ્ન 1947માં તોબા મેટ્ઝ સાથે જેનો 1952માં અંત આવ્યો. 1952માં રુથ સોલોત્કા નામની નર્તકી સાથે લગ્ન…

વધુ વાંચો >

કે ડેની

કે, ડેની (જ. 18 જાન્યુઆરી 1911, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 3 માર્ચ 1987, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્મિયા, યુ. એસ.) : અમેરિકાનો વિખ્યાત હાસ્ય-અભિનેતા. મૂળ નામ ડૅનિયલ ડેવિડ કોમિન્સ્કી. ડૉક્ટર બનવા માગતા આ કલાકારે રંગમંચથી વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. કૅટસ્કિલ્સના પર્યટનધામ ખાતે હાસ્ય-અભિનયની તાલીમ લીધી. 1943માં ‘અપ ઇન આર્મ્સ’ ચલચિત્રમાં પ્રથમ અભિનય. 1944માં…

વધુ વાંચો >

કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી

કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી (1919) : જર્મન ફિલ્મ. નિર્માતા : એરિક પૉમર; દિગ્દર્શક : રૉબર્ટ વીની; પટકથા : કાર્લ મેયર, હૅન્સ જેનોવિટ્ઝ; પ્રથમ રજૂઆત : ફેબ્રુઆરી 1920, બર્લિન. ફિલ્મકલામાં ‘અભિવ્યક્તિવાદ’ (expressionism) પ્રથમ પ્રગટ કરવાનો યશ આ ફિલ્મને પ્રાપ્ત થાય છે. ફિલ્મની કથાનો પ્રારંભ જર્મનીના એક નાના ગામથી થાય છે, જ્યાં…

વધુ વાંચો >

કૈફી આઝમી : જુઓ આઝમી કૈફી.

કૈફી આઝમી : જુઓ આઝમી કૈફી.

વધુ વાંચો >

કોકિલા

કોકિલા : રમણલાલ વસંતલાલ દેસાઈની તે નામની ગુજરાતી નવલકથા (પ્રથમ આવૃત્તિ, પ્રકાશનવર્ષ ડિસેમ્બર 1928) પર આધારિત હિંદી સિનેકૃતિ. નિર્માણવર્ષ : ઈ. સ. 1938-39; નિર્માણસંસ્થા : સાગર મૂવીટોન, મુંબઈ; દિગ્દર્શન : ચીમનભાઈ દેસાઈ; અભિનયવૃન્દ : મોતીલાલ, સવિતાદેવી, શોભના સમર્થ, પેસી પટેલ, માયા બૅનરજી વગેરે. રજૂઆતવર્ષ ઈ.સ. 1940-41. જગદીશ (મોતીલાલ) યુવાન, સન્નિષ્ઠ…

વધુ વાંચો >

કૉક્તો ઝ્યાં

કૉક્તો, ઝ્યાં (જ. 5 જુલાઈ 1889, મેઝોં-લફીત, પૅરિસ; અ. 11 ઑક્ટોબર 1963, મિલી લ ફૉરે, પૅરિસ) : ફ્રેન્ચ લેખક, કલાકાર અને ફિલ્મસર્જક. તે 10 વર્ષની વયના હતા ત્યારે પિતાએ આત્મહત્યા કરી હતી. તેથી માતા પ્રત્યે સવિશેષ સ્નેહ બંધાયો હતો. અભ્યાસમાં તેમને ઝાઝો રસ ન હતો તેથી થોડો અભ્યાસ કર્યા બાદ…

વધુ વાંચો >