ચન્દ્રકાન્ત મહેતા

તંપિયાર કુંચન

તંપિયાર કુંચન (અઢારમી સદી) : મલયાળમ ભાષાના પ્રથમ લોકકવિ. એમણે તુળળન નામના કાવ્યપ્રકારની શરૂઆત કરી. એ ત્રાવણકોરના રાજાઓ માર્તંડ વર્મા તથા ધર્મરાજાની કવિસભાના મુખ્ય કવિ હતા. એમ મનાય છે કે એમણે ‘ચાકયાર કુત્તુ’ કાવ્યસ્પર્ધામાં તુળળન નામના નૃત્યાત્મક કથાકાવ્ય જેવા નવા જ કાવ્યપ્રકારની રચના કરી હતી અને એ કાવ્યો એમણે પોતે…

વધુ વાંચો >

તંપુરાન કોટ્ટયત્તુ

તંપુરાન કોટ્ટયત્તુ (સત્તરમી સદી) : મલયાળમ ભાષાના કવિ. ઉત્તર કેરળના એક નાના રાજ્યના રાજકુટુંબમાં જન્મ. કિશોરવયમાં જ એમણે રામાયણ-મહાભારતના ગ્રંથોનું પોતાના માટે ખાસ રાખેલા એક પંડિત પાસે અધ્યયન કરેલું. પુરાણો ઉપરાંત, દર્શનશાસ્ત્રોનો પણ એમણે ગહન અભ્યાસ કરેલો. એમણે તે સમયે રાજદરબારમાં યોજાતા નૃત્ય અને નાટકોના સમારંભો જોયેલા અને તેનાથી ઘણા…

વધુ વાંચો >

તંપુરાન કોટ્ટારક્કરા

તંપુરાન કોટ્ટારક્કરા (સત્તરમી સદી) : મલયાળી લેખક. મલયાળમમાં સત્તરમી સદી પૂર્વે કુત્તુ, કુટિયાટ્ટમ્, કૃષ્ણનાટ્યમ્ ઇત્યાદિ અનેક અભિનેય ગીતોની પરંપરા પ્રવર્તમાન હતી. સત્તરમી સદીમાં  કથકલિ ર્દશ્યકાવ્યો રચવાની પરંપરા શરૂ થઈ. તેના પ્રથમ રચનાકાર તંપુરાન કોટ્ટારક્કરા હતા. એમણે વાલ્મીકિ રામાયણના આધાર પર 8 અટ્ટકથાઓ રચી હતી. અટ્ટકથા એ મલયાળમનાં નાટ્યાભિનયને માટે રચાતાં…

વધુ વાંચો >

તાયુમાનવર

તાયુમાનવર : દસમી શતાબ્દીના તમિળ સંતકવિ. એમણે રહસ્યવાદી કાવ્યો રચ્યાં છે. તાયુમાનવર ભગવાન શિવનું નામ છે. શિવની કૃપાને લીધે પુત્રજન્મ થયો હોવાને કારણે શિવભક્ત માતાપિતાએ એમનું નામ તાયુમાનવર શિવ રાખ્યું હતું. બાળપણથી જ એમનામાં વૈરાગ્યની ભાવના હતી. તાયુમાનવરની ઇચ્છા ન હોવા છતાં માતાપિતાના અતિઆગ્રહને કારણે અને એમને નારાજ ન કરવા…

વધુ વાંચો >

‘તાલીબ’ ગુરુબચન સિંહ

‘તાલીબ’ ગુરુબચન સિંહ (જ. 9 એપ્રિલ 1911, પતિયાલા, પંજાબ; અ. 9 એપ્રિલ 1986) : પંજાબી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પતિયાલામાં જ લીધું. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી તથા એ જ વિષય લઈને એમ.એ.માં પણ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તરત જ…

વધુ વાંચો >

તિકન્ના (તેરમી સદી)

તિકન્ના (તેરમી સદી) : મધ્યકાલીન તેલુગુ કવિ. તેલુગુ ભાષાની મધ્યકાલીન શ્રેષ્ઠ કવિ-ત્રિપુટીમાંના એક. એ નેલ્લુરના રાજા મનુજાસિદ્ધિને ત્યાં પ્રધાન હતા અને પોતાની કવિતાના પ્રભાવથી પદભ્રષ્ટ રાજાને એમની ગાદી પર પુન: પ્રસ્થાપિત કરી શક્યા હતા. એ કારણે રાજા એમનું બહુમાન કરતા હતા. એમની પહેલી રચના ‘નિર્વચનોત્તર રામાયણમ્’ હતી. તેનું કથાવસ્તુ રામાયણના…

વધુ વાંચો >

તિપ્પેરુદ્રસ્વામી, એચ.

તિપ્પેરુદ્રસ્વામી, એચ. (જ. 13 ફેબ્રુઆરી 1928, હોનાલી, જિ. શિમોગા) : કન્નડ લેખક, નવલકથાકાર અને વિવેચક. તેમના પિતા વીરશૈવ સંપ્રદાયના હતા અને તેમણે તેમનું આખું જીવન સાહિત્યસાધનામાં વિતાવેલું. વતનમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ તિપ્પેરુદ્રસ્વામી હંમેશા તેમના વર્ગમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ પૈકીના એક રહ્યા અને તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન તેમણે સંખ્યાબંધ ચંદ્રકો અને…

વધુ વાંચો >

તિમિરન તો સમરમ્

તિમિરન તો સમરમ્ : આધુનિક તેલુગુ કવિ દાશરથીનો કાવ્યસંગ્રહ. તે ભાષાના 1974ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે તેને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. એમાંનાં 47 કાવ્યોમાં વિષય અને શૈલીનું પ્રચુર વૈવિધ્ય છે. પ્રવર્તમાન દૈનિક પરિસ્થિતિ સામે આક્રોશ છે. સ્વતંત્ર ભારત વિશે સેવેલાં સ્વપ્નો સાકાર થવાને બદલે સર્વતોમુખી ભ્રષ્ટાચાર, હિંસા, મૂલ્યોનો હ્રાસ વગેરેથી…

વધુ વાંચો >

તિમ્મકવિ, કુંચિમંચિ

તિમ્મકવિ, કુંચિમંચિ (જ. 1684, કંદવાડા, જિ. ગોદાવરી; અ. 1767) : તેલુગુ કવિ. પિતા ગંગામાત્ય તથા માતા બચ્ચાંબા. એમની કવિતા મોટે ભાગે પૌરાણિક વિષયો પર છે. એમણે ભક્તિકાવ્યોની પણ રચના કરી છે. એમણે શ્લેષપ્રધાન રચનાઓ તથા ચિત્રકાવ્યો રચ્યાં છે. એ મુખ્યત્વે તો શિવભક્ત હતા, તેમ છતાં એમણે રામ અને કૃષ્ણભક્તિનાં પદો…

વધુ વાંચો >

તિરુઅરુપ્પા

તિરુઅરુપ્પા (ઓગણીસમી શતાબ્દી) : તમિળ કવિ રામલિંગસ્વામીએ રચેલાં ભક્તિપ્રધાન પદોનો સંગ્રહ. રામલિંગસ્વામી તમિળનાડુના લોકપ્રિય શૈવમાર્ગી સંત હતા. શિવ અને સુબ્રહ્મણ્યસ્વામી (કાર્તિક) પ્રત્યે પારાવાર ભક્તિ હોવા છતાં, અન્ય સંપ્રદાયો પ્રત્યે તેમને ખૂબ આદર હતો. તેમણે લોકોમાં બધા ધર્મો અને સંપ્રદાયો તરફ સમભાવ  કેળવી અને એ ભાવના પર આધારિત ‘સમરસ શુદ્ધ સન્માર્ગમ્’…

વધુ વાંચો >