ઘનશ્યામ પંડિત

ખૂન

ખૂન : જિંદગીને અસર કરતા ગુનામાં અંતિમ પ્રકારનો ગુનો. તેમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ ક. 299 ગુનાઇત મનુષ્ય-વધ (culpable homicide) અને ખૂન (murder) તથા ક. 300 મુજબ મૃત્યુ નિપજાવવાના ગુનાનો સમાવેશ થાય છે. ઈ. પૂ. આશરે 880 વર્ષ પહેલાં મનુ ભગવાને ધર્મશાસ્ત્રની રચના કરી ત્યારે તેમાં પણ રાજાની ફરજોમાં ખૂનના…

વધુ વાંચો >

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ

ચંદ્રચૂડ, યશવંત વિષ્ણુ (જ. 12 જુલાઈ 1920, પુણે, મહારાષ્ટ્ર; અ. 14 જુલાઈ 2008, મુંબઈ, મહારાષ્ટ્ર) : ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (1978–1985) તથા ઇન્ડિયન લૉ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ. પ્રાથમિક, માધ્યમિક અને બી.એ.; એલએલ.બી. સુધીનું ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. કાયદાશાખાની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે તેમને સુવર્ણચંદ્રક અને સ્પેન્સર પ્રાઇઝ…

વધુ વાંચો >

છૂટાછેડા

છૂટાછેડા : લગ્નવિચ્છેદ. ધાર્મિક પ્રથા મુજબ અગર કાયદેસર લગ્નગ્રંથિથી રચાયેલ દાંપત્યજીવનનો વિચ્છેદ. તે અંગેની પરિસ્થિતિનું નિર્માણ દાંપત્યજીવનમાં તિરાડ, અન્યત્ર જાતીય સંબંધ, શારીરિક અગર માનસિક કજોડાં હોવા અંગેની ગ્રંથિ, અહંકારી સ્વમાનભાવના વગેરે દ્વારા થતું હોય છે. તેને કારણે લગ્નજીવનમાં દુ:ખ, કલહ-કંકાસ-કટુતા ઉત્પન્ન થાય છે. આ કારણો સિવાય ખોટી રજૂઆત કે હકીકતો…

વધુ વાંચો >

જપ્તી

જપ્તી : દેણદાર પાસેથી હુકમનામા મુજબની રકમની વસૂલાત કરાવવાના હેતુથી તેની મિલકત પર ન્યાયાલય દ્વારા બજાવવામાં આવતો ટાંચ હુકમ. જપ્તી વિશે કોઈ અધિકૃત ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી; પરંતુ રોમન લૉમાંથી તે ઇંગ્લૅન્ડના કાયદામાં સમાવિષ્ટ થયાનું મનાય છે. શરૂઆતમાં કોઈ વ્યક્તિ અદાલતમાં હાજર થાય તે હેતુથી સરકારી અમલદારો તેની વસ્તુઓ જપ્ત…

વધુ વાંચો >

જાહેર હિતના દાવાઓ

જાહેર હિતના દાવાઓ : જાહેર હિતને સ્પર્શતી બાબતો અંગે અસર પામેલા નાગરિકો વતી ન્યાયાલયની દાદ માગવા રજૂ કરવામાં આવતા દાવા. અંગ્રેજ શાસનના વારસા રૂપે સ્વાધીન ભારતને મળેલા ન્યાયતંત્રના માળખામાં તથા અભિગમમાં યથાસમયે પાયાના ફેરફારો દાખલ કરવામાં આવ્યા છે. હવે નાગરિકોના મૂળભૂત તથા આનુષંગિક અધિકારોના અમલની બાબતોમાં પરંપરાગત ર્દષ્ટિકોણને બદલે નવો…

વધુ વાંચો >

જુગાર

જુગાર : માત્ર પ્રારબ્ધ અજમાવીને લાભ પ્રાપ્ત કરવા માટે મારવામાં આવતી શરતો. આવો લાભ મેળવવા માટે નુકસાન વેઠવાનું જોખમ ખેડવું એ જુગારનું લાક્ષણિક અંગ ગણવામાં આવે છે. માનવજાતિના ઉદગમકાળથી માનવસંસ્કૃતિના ભાગ તરીકે તે અત્યાર સુધી એક યા બીજા સ્વરૂપે જળવાઈ રહ્યું છે તથા સમગ્ર વિશ્વમાં વ્યાપેલું છે. તાત્કાલિક લાભની લોલુપતા…

વધુ વાંચો >

જેલ

જેલ : ગુનાઇત કૃત્ય માટે સજા પામેલા કેદીઓને તથા ગુનામાં સંડોવાયેલી શકમંદ વ્યક્તિને ન્યાયાધીશના આદેશ અનુસાર  ટૂંકા સમય માટે અટકાયતમાં રાખવાનું સ્થળ. રાષ્ટ્ર કે સમાજના હિતને જોખમકારક કે હાનિકારક ગણાતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા માટે જુદા જુદા અટકાયતી ધારાઓ હેઠળ તેમને નજરબંધ રાખવા માટે પણ આવા સ્થળનો ઉપયોગ કરવામાં આવે…

વધુ વાંચો >