ગૌતમ ઉપાધ્યાય

પિત્તળ (brass)

પિત્તળ (brass) : તાંબું (copper, Cu) અને જસત(zinc, Zn)ની મિશ્રધાતુ. આમ, તો ‘પિત્તળ’ શબ્દ Cu-Zn મિશ્રધાતુઓની સઘળી પરાસ (range) માટે વપરાય છે. પણ ઘણુંખરું તે 55 %થી 80 % Cu ધરાવતી મિશ્રધાતુઓ માટે સીમિત છે. 80 %થી 95 % Cu અને 20 %થી 5 % Zn ધરાવતી મિશ્રધાતુઓ સામાન્ય રીતે…

વધુ વાંચો >

પૃષ્ઠ-કઠિનીકરણ (case-hardening)

પૃષ્ઠ–કઠિનીકરણ (case-hardening) : ધાતુની ઉપરની સપાટી(પૃષ્ઠ)ને અમુક ઊંડાઈ સુધી સખત બનાવવા માટેની ઉષ્મા-ઉપચારની રીત. અહીં સંબંધિત ધાતુવસ્તુના વચ્ચેના ભાગ(core)ને પ્રમાણમાં નરમ રાખવામાં આવે છે. બહારની સપાટી(case)નું કઠિનીકરણ કરવા માટે સપાટી પરના કાર્બન ઘટકના પ્રમાણને વધારવામાં આવે છે. આથી બાહ્ય સપાટી વધુ કાર્બનવાળી સપાટી બને છે, જેનું કઠિનીકરણ થઈ શકે છે.…

વધુ વાંચો >

પોલાદ

પોલાદ : લોખંડ (Fe) અને ૦.૦2થી 1.7% સુધી કાર્બન (C) ધરાવતી મિશ્રધાતુ. પોલાદના ગુણધર્મો પર કાર્બન ભારે અસર કરતું તત્ત્વ હોઈ તેનું પ્રમાણ ૦.૦1%ની ચોકસાઈ સુધી દર્શાવવું આવશ્યક છે. ભરતર (cast) લોખંડમાં સામાન્ય રીતે 4.5% C હોય છે. જોકે લોખંડમાં કાર્બનની મિશ્ર થવાની સીમા 6.67% ગણાય છે. કાર્બન ઉમેરવાથી લોખંડ…

વધુ વાંચો >

પ્લવન (flotation)

પ્લવન (flotation) : વિભિન્ન પ્રકારના ઘન પદાર્થોને એકબીજાથી છૂટા પાડવાની અથવા કાચી ધાતુવાળી માટી(gangue)માંથી ખનિજને અલગ કરવાની ઔદ્યોગિક પદ્ધતિ. આ માટે ખનિજના ગાંગડાને દળી; પાણી, તેલ તથા આ તેલ વડે ખનિજના ઘન કણોને ચયનાત્મક (preferential) રીતે ભીંજવતાં ખાસ રસાયણો તેમાં ઉમેરી હવા ફૂંકી ખૂબ હલાવવામાં આવે છે. તેમાં ફીણ ઉત્પન્ન…

વધુ વાંચો >

ફાઉન્ડ્રી

ફાઉન્ડ્રી : ધાતુનું ઢાળણ કરી જોઈતો દાગીનો મેળવવા માટેનું (ઓત કામનું) કારખાનું. ઢાળણ-ક્રિયામાં ધાતુનો રસ બનાવી જે બીબું તૈયાર કર્યું હોય તેમાં રેડવામાં આવે છે. ધાતુરસ જ્યારે ઘટ્ટ થઈને ઘન-સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનો આકાર બીબામાંના આકાર પ્રમાણે હોય છે અને એ રીતે જોઈતો આકાર મળે છે. બીબામાં જોઈતો…

વધુ વાંચો >