ગુજરાતી સાહિત્ય

મુનશી, લીલાવતી

મુનશી, લીલાવતી (જ. 23 મે 1899, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી, 1978, મુંબઈ) : ચરિત્રાત્મક નિબંધનાં ગુજરાતી લેખિકા. શાળાકીય અભ્યાસ માત્ર 4 ધોરણ સુધીનો જ, પણ પછી આપબળે ઘેર રહીને અંગ્રેજી તેમજ સંસ્કૃત જેવી ઇતર ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. નવી નારીનાં લગભગ બધાં લક્ષણો – સાહિત્યપ્રીતિ, સ્વાતંત્ર્યપ્રીતિ, સ્ત્રીસ્વાતંત્ર્ય, પ્રણાલિકાભંજન – વગેરે…

વધુ વાંચો >

મૅકવાન, જૉસેફ ઇગ્નાસ

મૅકવાન, જૉસેફ ઇગ્નાસ (જ. 9 ઑક્ટોબર 1936, ઓડ; અ. 28 માર્ચ 2010, નડિયાદ) : ગુજરાતી નવલકથાકાર. બાળપણ ગરીબીમાં વીત્યું. મજૂરી કરતાં કરતાં અભ્યાસ કર્યો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તુરત જ નોકરી સ્વીકારી. પ્રાથમિક શાળાના શિક્ષકની તાલીમ પણ મેળવી. હાઈસ્કૂલમાં કે કૉલેજમાં ગયા વગર બહારથી પરીક્ષા આપીને એમ.એ.; બી.એડ્. સુધીનો અભ્યાસ…

વધુ વાંચો >

મૅકવાન, યૉસેફ ફિલિપભાઈ

મૅકવાન, યૉસેફ ફિલિપભાઈ (જ. 20 ડિસેમ્બર 1940, અમદાવાદ; અ. 25 ડિસેમ્બર 2022, અમદાવાદ) : કવિ, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક. માતાનું નામ મરિયમ. ગુજરાતી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી 1968માં બી.એ.; 1970માં એમ.એ.; 1975માં બી.એડ્. 1963થી નિવૃત્તિ પર્યંત 34 વર્ષ અમદાવાદના શેઠ ચી. ન. વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી. તેમણે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર…

વધુ વાંચો >

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ (જ. 28 ઑગસ્ટ 1896, ચોટીલા, સૌરાષ્ટ્ર; અ. 9 માર્ચ 1947, બોટાદ, સૌરાષ્ટ્ર) : ગુજરાતના સમર્થ લોકવિદ્યાવિદ, સાહિત્યકાર, પત્રકાર. ઉપનામો : ‘વિલાપી’, ‘તંત્રી’, ‘વિરાટ’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’, ‘દ.સ.ણી.’. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી (1864–1926) દશા શ્રીમાળી વણિક, એજન્સી પોલીસમાં નાની પાયરી પર અમલદાર. એમનાં ત્રીજી વારનાં પત્ની ધોળીમાનું બીજું સંતાન…

વધુ વાંચો >

મેવાડો, વલ્લભ

મેવાડો, વલ્લભ (જ. 1640 કે 1700; અ. 1751) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા ગરબાકવિ. કવિનાં જન્મવર્ષ ઈ. 1640 (સં. 1696, આસો સુદ 8) કે ઈ. 1700 અને અવસાનવર્ષ ઈ. 1751 બતાવવામાં આવે છે, પરંતુ તે માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની એક રચનાની ર. ઈ. 1736 મળે છે. એટલે તેઓ ઈ.…

વધુ વાંચો >

મોટા, પૂજ્ય શ્રી

મોટા, પૂજ્ય શ્રી (જ. 4 સપ્ટેમ્બર 1898, સાવલી, જિ. વડોદરા; અ. 23 જુલાઈ 1976, ફાજલપુર, જિ. વડોદરા) : ગુજરાતના આધુનિક સંત. નામ : ચૂનીલાલ ભગત. એક ગરીબ ભાવસાર કુટુંબમાં જન્મ. ત્યારથી માંડીને વિશાળ માનવસમુદાયના ‘મોટા’ બન્યા ત્યાં લગીની એમની જીવનયાત્રાનાં ઘણાં પરિમાણો છે. વ્યવસાયે રંગરેજ પિતા આશારામના ચાર પુત્રોમાં બીજા…

વધુ વાંચો >

મોઢા, દેવજી રા.

મોઢા, દેવજી રા. (જ. 8 મે 1913 પોરબંદર; અ. 21 નવેમ્બર 1987, પોરબંદર) : ગુજરાતી કવિ. ઉપનામ ‘શિરીષ’. 1930માં મૅટ્રિક; મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી એમ. એ. થયા. કરાંચીમાં શારદામંદિર શાળામાં શિક્ષક, પરંતુ ભારતના વિભાજન પછી વતનમાં વસવાટ. પોરબંદરના નવયુગ વિદ્યાલયના આચાર્ય. એમની શિક્ષણકાર તરીકેની પ્રશસ્ત…

વધુ વાંચો >

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’ (જ. 30 સપ્ટેમ્બર 1939, વિજાપુર; અ. 19 માર્ચ 2017, અમદાવાદ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં, માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958માં ગુજરાતી ઇતિહાસ વિષય સાથે બી. એ. 1960માં એલએલ. બી.; 1961માં ગુજરાતી–હિન્દી સાથે એમ. એ., 1968માં…

વધુ વાંચો >

મોદી, જગજીવનદાસ દયાળજી

મોદી, જગજીવનદાસ દયાળજી (જ. 16 ડિસેમ્બર 1871, ફોફળિયા, ડભોઈ; અ. 4 માર્ચ 1954, વડોદરા) : ગુજરાતી લેખક-કવિ. દલપતરામની કવિતાના પ્રભાવે અને પંડિતયુગની સાહિત્યવિભાવનાની અસર તળે એમની સાહિત્યપ્રવૃત્તિ વિકસી. એમની અલ્પવયે પિતાનું અવસાન થતાં માતા ડાહીગૌરી સાથે મિયાંગામમાં વસવાટ. ત્યાં ધોરણ 4 સુધી અભ્યાસ. પછીનું શિક્ષણ વડોદરામાં. એ સમયની ટ્રેનિંગ સ્કૂલમાંથી…

વધુ વાંચો >

મોદી, મધુસૂદન ચીમનલાલ

મોદી, મધુસૂદન ચીમનલાલ (જ. 20 નવેમ્બર 1904, ઠાસરા, જિ. ખેડા; અ. 23 માર્ચ 1974, બીલીમોરા) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમજ તુલનાત્મક વિવેચનાની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની ગ્રંથસંપાદનની કલાના અભ્યાસી. 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી થોડો સમય વડોદરામાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી…

વધુ વાંચો >