ગુજરાતી સાહિત્ય
દ્વિવેદી, પ્રભુલાલ
દ્વિવેદી, પ્રભુલાલ (જ. 15 નવેમ્બર 1892, વીરપુર (સૌરાષ્ટ્ર); અ. 31 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી નાટ્યકાર. પિતાનું નામ દયારામ. માતાનું નામ ફૂલબાઈ. બચપણમાં પિતા પાસેથી એમણે શ્રીમદ્ ભાગવત, ઉપનિષદ અને મહાભારતમાંથી કથાઓ સાંભળી હતી. ચાર ચોપડી તેઓ જેતપુરમાં ભણ્યા અને ત્યાંથી સત્તરમે વર્ષે તેઓ કરાંચી ગયા. ડૉક વર્કશૉપમાં ઍન્જિનિયરિંગ શીખવા…
વધુ વાંચો >દ્વિવેદી, મણિલાલ નભુભાઈ
દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (જ. 26 સપ્ટેમ્બર 1858, નડિયાદ; અ. 1 ઑક્ટોબર 1898, નડિયાદ) : ‘અભેદમાર્ગપ્રવાસી’. અગ્રણી ગુજરાતી સાહિત્યકાર, સમર્થ તત્વજ્ઞ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. વતન નડિયાદમાં પિતા નભુભાઈ ગોરપદું કરતા. માતાનું નામ નિરધાર. પ્રાથમિક શિક્ષણ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં. અંગ્રેજી બીજા ધોરણમાં ઝવેરલાલ લલ્લુભાઈ નામના શિક્ષકની દોરવણીને પ્રતાપે પ્રથમ નંબરે…
વધુ વાંચો >ધનતેજવી ખલીલ
ધનતેજવી ખલીલ (જ. 12 ડિસેમ્બર 1935, ધનતેજ, જિ. વડોદરા; અ. 4 એપ્રિલ 2021, વડોદરા) : ગુજરાતી, ઉર્દૂના લોકપ્રિય શાયર, ગઝલકાર, પત્રકાર, નવલકથાકાર અને ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી. તેમણે પોતાના ગામ ધનતેજ પરથી ધનતેજવી અટક રાખી હતી. તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ખલીલ ધનતેજવી…
વધુ વાંચો >ધરા ગુર્જરી
ધરા ગુર્જરી (1944) : ચન્દ્રવદન ચી. મહેતાનું નવી રંગભૂમિના મંડપમુહૂર્ત અંગેનું અર્ધઐતિહાસિક કરુણાંત ત્રિઅંકી નાટક. ગુજરાતી નાટ્યસાહિત્યની આ ઉલ્લેખનીય કૃતિ છે. પ્રિયતમા ગુર્જરીના અવસાન બાદ ગૂર્જરી રંગભૂમિના ઉદ્ધારકાર્યમાં મન પરોવી ન શકતા ઓઝા ગુર્જર પુન: ધરામાં ગુર્જરીનું પ્રતિબિંબ નિહાળી સક્રિય થાય છે, પણ રંગભૂમિની સફળતા માટે આખરે ધરાને પણ ગુમાવે…
વધુ વાંચો >ધીરો
ધીરો (જ. અઢારમી સદીનો ઉત્તરાર્ધ; અ. 1825) : મધ્યકાલીન ગુજરાતના જ્ઞાનમાર્ગી કવિ. બારોટ જ્ઞાતિમાં એમનો જન્મ અને વતન વડોદરા જિલ્લાનું ગોઠડા ગામ. જ્ઞાનમાર્ગી પરંપરાના આ કવિ વિશેષ જાણીતા છે ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ’–એવી કાફી રાગમાં ગવાતી અને ‘કાફી’ તરીકે જાણીતી પદરચનાઓથી. એવી જ એમની પ્રસિદ્ધ ‘અંબાડીએ…
વધુ વાંચો >ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ)
ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ) (જ. 12 ડિસેમ્બર 1892, વીરપુર; અ. 11 માર્ચ 1965, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યસર્જક. બાલ્યાવસ્થામાં એમનું નામ ભીમદેવ અને લાડનું નામ મણિભાઈ. નાનપણમાં અભ્યાસમાં અરુચિ અને શાળાએ જવામાં નિરુત્સાહી પણ ભાભીને ભણાવતાં વિદ્યાનો નાદ લાગ્યો. ગણિતમાં કંટાળો, પણ ઇતિહાસનો રસ જાગ્યો અને વાંચવાનો શોખ વધ્યો. 1906માં આઠમી…
વધુ વાંચો >ધૂળમાંની પગલીઓ
ધૂળમાંની પગલીઓ : આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનું ગુજરાતી પુસ્તક. લેખક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ. આ પુસ્તકને ભારતીય સાહિત્ય અકાદમીનો 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકનાં શૈશવ અને કૈશોર્યના દિવસોનું આમાં આલેખન થયું છે. શિશુકાળ અને કિશોરકાળનાં સ્મરણોનાં રિપ્લે દ્વારા લેખક જાણે પ્રસન્નતા અને માધુર્યથી ભર્યા ભર્યા એ દિવસો સ્મૃતિ સજીવ…
વધુ વાંચો >ધૂંધભરી ખીણ
ધૂંધભરી ખીણ : ઈ. સ. 2000નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર વીનેશ અંતાણીકૃત ગુજરાતી નવલકથા (1996). લેખક ચંડીગઢમાં આકાશવાણીના સ્ટેશન-ડિરેક્ટર તરીકે બે વર્ષથી વધારે સમય રહેલા. લેખકે નિવેદનમાં નોંધ્યું છે – ‘પંજાબમાં સ્થપાવા લાગેલી શાંતિના સંકેતોની પડછે, વીતેલા લોહિયાળ દાયકાનો ઓથાર પણ મેં ત્યાંના લોકોના ચહેરા પર જોયો હતો અને…
વધુ વાંચો >ધ્રુવ, આનંદશંકર
ધ્રુવ, આનંદશંકર (જ. 25 જાન્યુઆરી 1869, અમદાવાદ; અ. 7 એપ્રિલ 1942) : શિક્ષણ, સાહિત્ય, ધર્મ અને સંસ્કૃતિના વિષયોના સમર્થ તત્વચિંતક. પિતા બાપુભાઈ અને માતા મણિબા; બાળપણ વડોદરા અને રાજકોટમાં સુખમાં ધાર્મિક પરંપરામાં વીત્યું હતું. એમ.એ., એલએલ.બી. સુધીનું તેમણે શિક્ષણ લીધેલું. ષડ્દર્શનોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. 1893માં ગુજરાત કૉલેજમાં સંસ્કૃતના…
વધુ વાંચો >ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’
ધ્રુવ, કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (જ. 17 ઑક્ટોબર 1859, બહિયેલ, દહેગામ; અ. 13 માર્ચ 1938) : અગ્રણી ગુજરાતી સાક્ષર. 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા. 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા. 1934માં નિવૃત્ત થયા. 1920થી 1938 સુધી…
વધુ વાંચો >