ગિરીશભાઈ પંડ્યા
મુલતાની માટી
મુલતાની માટી (Fuller’s Earth) : માટીનો એક પ્રકાર. સિંધમાં મુલતાની માટીના થર મળે છે. અગાઉ તે મુલતાનમાંથી મળી રહેતી હોવાને કારણે આ નામ પડ્યું હોય એ સંભવિત છે. આ માટીમાં તૈલી પદાર્થોનું શોષણ કરી લેવાનો ગજબનો ગુણધર્મ હોવાથી તે અગાઉના સમયમાં ગ્રીઝવાળા પદાર્થોમાંથી ચીકાશ શોષી લેવાના ઉપયોગમાં લેવાતી હતી. જૂના…
વધુ વાંચો >મુલાસ (molasse)
મુલાસ (molasse) : સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના તળેટી ભાગમાં જમાવટ પામેલી નૂતન વયની નિક્ષેપજમાવટ. આલ્પાઇન ગિરિનિર્માણના અંતિમ તબક્કા બાદ, તૃતીય જીવયુગના માયોસીન-પ્લાયોસીન કાળમાં તૈયાર થયેલા, સ્વિટ્ઝર્લૅન્ડના પર્વતપ્રદેશોના નીચાણવાળા ભાગોમાં જોવા મળતા માર્લ-કૉંગ્લૉમરેટ સહિત મૃદુ લીલા રંગના રેતીખડક જેવા ઘસારાજન્ય નિક્ષેપ માટે સર્વપ્રથમ પ્રયોજાયેલું સ્વિસ નામ ‘મુલાસ’ છે. આમ મુલાસ એ ચોક્કસ સમયદર્શક…
વધુ વાંચો >મુલિયન-સંરચના
મુલિયન-સંરચના (mullion structure) : (1) સ્તરભંગ-સપાટીમાં ખડકોની સરકવાની દિશાને સમાંતર લાંબા, પહોળા સળ બનાવતી રચના. (2) સળિયા જેવી સંરચના. (3) વિકૃત ખડકોમાં જોવા મળતી સમાંતર સ્તંભોની શ્રેણી, જેમનો વ્યાસ અનેક સેમી. હોય, લંબાઈ કેટલાક મીટરની હોય તથા દરેક સ્તંભ ગેડવાળા વિકૃત ખડકોથી બનેલો હોય. ર્દઢ સ્તરોમાં દાબની અસર હેઠળ વિકસતી…
વધુ વાંચો >મુંગેર (મોંઘીર)
મુંગેર (મોંઘીર) : બિહાર રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો. જૂનું નામ મોંઘીર. ભૌગોલિક સ્થાન : તે 25° 10´ ઉ. અ. અને 86° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1419 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બેગુસરાઈ અને ખગારિયા જિલ્લા, ઈશાનમાં ખગારિયા જિલ્લો, પૂર્વમાં ભાગલપુર અને બાંકા જિલ્લા, દક્ષિણે બાંકા અને…
વધુ વાંચો >મૃણ્મય ખડકો
મૃણ્મય ખડકો (Argillaceous Rocks) : કણજન્ય જળકૃત ખડકોનો સામૂહિક પ્રકાર. આ પ્રકારના ખડકો માટીના કણોથી બનેલા હોવાથી તેમને મૃણ્મય ખડકો કહે છે. તે ‘લ્યુટાઇટ્સ’ના સામૂહિક નામથી પણ ઓળખાય છે, જેમાં શેલ, આર્જિલાઇટ્સ, કાંપપાષાણ (સિલ્ટસ્ટોન) તથા પંકપાષાણ (મડસ્ટોન) જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. આ બધા એવા કણજન્ય ખડકપ્રકારો છે, જેમનાં કણકદ…
વધુ વાંચો >મૃત સમુદ્ર
મૃત સમુદ્ર (Dead Sea) : નૈર્ઋત્ય એશિયામાં જૉર્ડન અને ઇઝરાયલની સરહદ પર આવેલું ખારા પાણીનું સરોવર. તે જૉર્ડન ખીણની દક્ષિણ ધાર પર, જૉર્ડન નદીના મુખ પર આવેલું છે. જૉર્ડન–ઇઝરાયલ સરહદ સરોવરની મધ્યમાંથી પસાર થાય છે અને તેના લગભગ બે સરખા ભાગ પાડે છે. તે 31° 30´ ઉ. અ. અને 35°…
વધુ વાંચો >મૃદ્-ખનિજો
મૃદ્-ખનિજો (Clay-minerals) : માટીદ્રવ્યનાં બનેલાં ખનિજો. પૃથ્વી પર જોવા મળતું માટીદ્રવ્યનું મુખ્ય ઘટકબંધારણ મૃદ્-ખનિજોથી બનેલું હોય છે. તે અતિસૂક્ષ્મ સ્ફટિકમય કણ-સ્વરૂપે મળે છે. મૃદ્-ખનિજો આવશ્યકપણે જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ છે. અમુક મૃદ્-ખનિજોમાં આલ્કલી (કે આલ્કલાઇન)-મૃદ્ પણ મુખ્ય ઘટક તરીકે હોય છે. વળી, અમુક મૃદ્-ખનિજોમાં મૅગ્નેશિયમ કે લોહ કે બંને સંપૂર્ણપણે કે…
વધુ વાંચો >મૅકકિન્લી
મૅકકિન્લી : ઉત્તર અમેરિકા ખંડમાં દક્ષિણ-મધ્ય અલાસ્કાની અલાસ્કા હારમાળાના મધ્યભાગમાં આવેલું પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 63° 30´ ઉ. અ. અને 151° 00´ પ. રે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની નજીક ઉત્તરમાંથી પસાર થાય છે. અલાસ્કા હારમાળાનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 6,194 મીટર જેટલી છે. અકરેજથી ઉત્તર-વાયવ્ય તરફ આ પર્વત તેના…
વધુ વાંચો >મૅકમર્ડો ઉપસાગર
મૅકમર્ડો ઉપસાગર : ઍન્ટાર્ક્ટિકા નજીક આવેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70°થી 80° દ. અ. અને 160°થી 170° પૂ. રે. વચ્ચે તે આવેલો છે. રૉસ ટાપુની પશ્ચિમે અને વિક્ટોરિયા લૅન્ડની પૂર્વ તરફ આવેલી રૉસ હિમછાજલીની ધાર પર આવેલા રૉસ સમુદ્રનું તે વિસ્તરણ છે. આ ઉપસાગરની લંબાઈ 148 કિમી. અને પહોળાઈ 48…
વધુ વાંચો >મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર)
મૅકિન્ડર, હૅલફર્ડ જૉન (સર) (જ. 15 ફેબ્રુઆરી 1861, ગેઇન્સબરો, લિંકનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 માર્ચ 1947, પાર્કસ્ટન, ડૉરસેટશાયર) : વૈશ્વિક ભૂરાજકીય સંકલ્પના માટે જાણીતા બ્રિટિશ ભૂગોળવેત્તા અને કેળવણીકાર. તેઓ સ્કૉટિશવંશી એક ડૉક્ટરના પુત્ર હતા. તેમને બાળપણથી જ ગ્રામીણ વિસ્તારોના પ્રાકૃતિક ઇતિહાસની જાણકારી મેળવવાનો અને વિક્ટોરિયન યુગના પ્રવાસીઓનાં વર્ણનો વાંચવાનો અનહદ શોખ…
વધુ વાંચો >