ગિરીશભાઈ પંડ્યા
મિરઝાપુર (જિલ્લો)
મિરઝાપુર (જિલ્લો) : ઉત્તરપ્રદેશ રાજ્યના છેક અગ્નિ છેડે વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 52´થી 25° 15´ ઉ. અ. અને 82° 07´થી 83° 33´ પૂ. રે. વચ્ચેનો 4,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વ તરફ વારાણસી જિલ્લો,…
વધુ વાંચો >મિર્મેકાઇટ
મિર્મેકાઇટ (Myrmekite) : પ્લેજિયોક્લેઝ અને વર્મિક્યુલર ક્વાર્ટ્ઝ(જેમાં કીટક સ્વરૂપવાળા ક્વાર્ટ્ઝના દોરા ફેલ્સ્પારમાં ગૂંથાયેલા હોય)નો આંતરવિકાસ દર્શાવતો ખડક. તેમાં ક્વાર્ટ્ઝથી અલગ પડતા, પોટાશ ફેલ્સ્પારનું સોડા-સમૃદ્ધ પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારથી વિસ્થાપન થયેલું હોય છે. આ પ્રકારના ખડકનું સામાન્ય નામ સિમ્પ્લેકાઇટ અને વિશિષ્ટ નામ મિર્મેકાઇટ છે. આ ખડકની ઉત્પત્તિ અગ્નિકૃત ખડકના ઘનીભવનની અંતિમ કક્ષા વખતે…
વધુ વાંચો >મિલવૉકી
મિલવૉકી (Milwaukee) : યુ.એસ.ના વિસ્કૉન્સિન રાજ્યમાં મિશિગન સરોવરના પશ્ચિમ કાંઠે આવેલું શહેર તથા ઔદ્યોગિક બંદર. ભૌગોલિક સ્થાન : તે 43° 02´ ઉ. અ. અને 87° 54´ પ. રે. પરનો આશરે 249 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે વિસ્કૉન્સિન રાજ્યનું મોટામાં મોટું શહેર હોવા ઉપરાંત દેશનાં પ્રમુખ ઔદ્યોગિક મથકો પૈકીનું…
વધુ વાંચો >મિલાન
મિલાન : રોમ પછીના બીજા ક્રમે આવતું ઇટાલીનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 45° 28´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે. પરનો 182 ચોકિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. ઉત્તર ઇટાલીમાં આલ્પ્સની આરપારના ઘાટ નજીકના તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે તે બીજી સદીમાં વેપારી મથક હતું અને આજે પણ…
વધુ વાંચો >મિલિલાઇટ
મિલિલાઇટ : અકરમેનાઇટ–ગેહલેનાઇટ ખનિજોની સમરૂપ શ્રેણી બનાવતું સમાનાર્થી સામૂહિક નામ. બંને ખનિજોના મોટાભાગના ગુણધર્મો લગભગ સરખા છે. પરંતુ જ્યાં તફાવત છે ત્યાં અલગ રીતે * ચિહ્નથી દર્શાવેલા છે. એંકરમેનાઇટ ગેહલેનાઇટ રાસા. બં. : * MgCa2Si2O7 Ca2Al2SiO7 સ્ફ. વ. : ટેટ્રાગોનલ. સ્ફ.…
વધુ વાંચો >મિલેરાઇટ
મિલેરાઇટ (Millerite) : નિકલનું ખનિજ. તેને નિકલ પાયરાઇટ કે કેશમાક્ષિક (hair pyrite) પણ કહે છે. રાસા. બં. : NiS (Ni = 64.7, S = 35.3 %) સ્ફ. વ. : હેક્ઝાગૉનલ (ટ્રાયગૉનલ). સ્ફ. સ્વ. : મોટેભાગે તે અતિનાજુક, C- અક્ષની દિશામાં લંબાયેલા કેશમય સ્ફટિકો સ્વરૂપે મળે છે; રેસાદાર પણ મળે; વિકેન્દ્રિત…
વધુ વાંચો >મિશિગન (રાજ્ય)
મિશિગન (રાજ્ય) : યુ.એસ.ના ઉત્તર-મધ્ય પ્રાદેશિક વિસ્તારમાં વિશાળ સરોવરોની વચ્ચેના ભાગમાં આવેલું મહત્વનું ઔદ્યોગિક રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 44° 00´ ઉ. અ. અને 85° 00´ પ. રે.ની આજુબાજુનો 2,50,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લેક સુપીરિયર અને કૅનેડા, પૂર્વ તરફ લેક હ્યુરોન અને કૅનેડા, દક્ષિણે ઓહાયો…
વધુ વાંચો >મિશિગન સરોવર
મિશિગન સરોવર : યુ.એસ.નું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર. દુનિયાનાં સૌથી મોટાં સરોવરો પૈકીનું તે ત્રીજા ક્રમનું સરોવર છે. આ સરોવર પૂર્વ તરફ આટલાંટિક મહાસાગર સાથે અને દક્ષિણ તરફ મિસિસિપી નદી મારફતે મેક્સિકોના અખાત સાથે જોડાયેલું છે. આ રીતે યુ.એસ.માં તે લાંબો જળમાર્ગ રચે છે. જૂના વખતમાં આ સરોવરકાંઠે વસતા…
વધુ વાંચો >મિશ્ર સ્ફટિકો
મિશ્ર સ્ફટિકો (Mixed crystals) : બે કે તેથી વધુ સમરૂપ અથવા અંશત: સમરૂપ ઘટકોથી બનેલા સ્ફટિકો. દ્વિઅંગી મૅગ્માની સ્ફટિકીકરણ-પ્રક્રિયા એવી સમજ આપે છે કે તેમાં તૈયાર થતા ઘટકો બદલાતા જતા બંધારણવાળા હોતા નથી અને પ્રત્યેક ઘટક એકબીજાથી સ્વતંત્રપણે સ્ફટિકીકરણ પામે છે; પરંતુ હકીકતમાં, મોટાભાગના આગ્નેય ખનિજોમાં આ લક્ષણ જોવા મળતું…
વધુ વાંચો >મિસિસિપિયન
મિસિસિપિયન : પ્રથમ જીવયુગના ઉત્તરાર્ધ દરમિયાનનો એક કાળગાળો. કાર્બોનિફેરસ કાળનો પૂર્વાર્ધ. તેની નીચે ડેવોનિયન અને ઉપર પેન્સિલ્વેનિયન રચનાઓ રહેલી છે. યુ. એસ.નાં રાજ્યો અગ્નિ આયોવા અને ઇલિનૉઇ વચ્ચે મિસિસિપી નદીની ખીણમાં આ સમયના ખડકો જોવા મળે છે, તેથી તે ભૂસ્તરીય વિભાગને મિસિસિપિયન નામ અપાયેલું છે. આ સમય દરમિયાન આ વિસ્તારમાં…
વધુ વાંચો >